મેઘ – મુબારક !


ભીનપવરણો આવ્યો અવસર , મેઘ-મુબારક !
ભીંજવતો એ બાહર-ભીતર, મેઘ-મુબારક !

છાંટો પડતાં એક સામટા મ્હોરી ઊઠ્યાં,
ડેલી, આંગણ ને આખું ઘર, મેઘ-મુબારક !

કાલ હતાં જે સાવ સૂનાં ને અવાવરુ એ ,
જીવતાં થાશે હમણાં પાદર, મેઘ-મુબારક !

નખરાળી નદીયું ઉભરાતી પૂર આવતાં ,
અંદર પણ ઉછળતાં સમદર, મેઘ-મુબારક !

ગોરંભાતું આભ ઉતરતું આખેઆખું,
છલકાતાં હૈયાના સરવર, મેઘ-મુબારક !

મનના મોર કરે છે નર્તન ટહુકા સાથે ,
જળના વાગે ઝીણાં ઝાંઝર, મેઘ-મુબારક !

વીજ અને વરસાદ વીંઝતાં તલવારો ને ,
બુઠ્ઠાં બનતાં સઘળાં બખ્તર, મેઘ-મુબારક !

મોલ પછી લહેરાશે એમાં અઢળક અઢળક,
પલળે છે આખુંયે જીવતર, મેઘ-મુબારક !

કોઈ અગોચર ખૂણે બેસી કાન માંડીએ,
વાગે ઝીણું ઝીણું જંતર, મેઘ-મુબારક !

ડાળી થૈ ઝૂકો, હું ઊઘડું ફૂલ થઈને,
સાથે કરીએ હિસાબ સરભર, મેઘ-મુબારક !

– નીતિન વડગામા

4 Responses

 1. ગોરંભાતું આભ ઉતરતું આખેઆખું,
  છલકાતાં હૈયાના સરવર, મેઘ-મુબારક !

  મનના મોર કરે છે નર્તન ટહુકા સાથે ,
  જળના વાગે ઝીણાં ઝાંઝર, મેઘ-મુબારક !

  વરસાદી માહોલ ને સ્પર્શતુ સુન્દર કાવ્ય………..

 2. વાહ…!
  સરસ મજાનો રદિફ, મેઘ મુબારક…… નીતિનભાઈ.!
  વરસાદી અભિવ્યક્તિને કસાયેલી કલમનો કસબ મળ્યો અને ફળ્યો….
  સરવાળે આપણને મનના મોરના નર્તન મળ્યા અને એય ટહુકાસહિત.!

 3. કોઠો પ્રેમનો એમાય વળી વરસાદ આવ્યો, કંઈ જામી છે !
  ભીને, સૂકે ધગધગતો ઉન્માદ જગાવ્યો, કંઈ જામી છે !

 4. jivan ek koru ran chhe
  jindgi ek viran van chhe.
  je sachu te to man chhe.

  kavi jalrup (MORBI)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: