નહીં શકે – રિષભ મહેતા


તારી ખતા છે ને તું સ્વીકારી નહીં શકે
અફસોસ કે તું એને સુધારી નહીં શકે

અત્યારથી જ એના ઉપર કાબુ રાખ તું
મોટો થશે અહમ્ તો તું મારી નહીં શકે

જીતી ગયો છું હું તને એવો છે ભ્રમ મને
ને તારો ભ્રમ કે તું કદી હારી નહીં શકે

મારા ચમનમાં થોર, રાતરાણી ને ગુલાબ
હું કેટલો સુખી છું તું ધારી નહીં શકે

નાવિક અને નદી હું ચહું બેઉનો સુમેળ
બેમાંથી એક નાવને તારી નહીં શકે

ગઝલો નથી આ જિન્દગી છે, એટલું સમજ
એને તું વારંવાર મઠારી નહીં શકે

– રિષભ મહેતા

8 Responses

 1. “અત્યારથી જ એના ઉપર કાબુ રાખ તું
  મોટો થશે અહમ્ તો તું મારી નહીં શકે”
  ખૂબ સરસ,
  માનવી પોતે અજેય છે એવા ભ્રમ માં રાચ્યા કરે છે..ને એ અહં વધતો વધતો એટલો મોટો થઇ જાય છે કે પછી એને જ હરાવી દે છે.

  આજે પ્રથમ વાર મુલાકાત લીધી ને રોજ અહી આવવાનું નક્કી થઇ ગયું.

 2. ગઝલો નથી આ જિન્દગી છે, એટલું સમજ
  એને તું વારંવાર મઠારી નહીં શકે
  જ્યારે માનવ પોતાના જીવનગુણોથી શોભે ત્યારે ઓર મહેંક આવે છે
  બાકી ગઝલોનો અહં કરનારા ઘણા છે.

 3. nice poem.. but plz tell me the meaning of “MATHARI”….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: