તારી ને મારી વાત…


શબ્દોમાં ક્યાં સમાય છે તારી ને મારી વાત ?
અર્થોમાં ક્યાં ચણાય છે તારી ને મારી વાત

છલકાતી ચાંદનીમાં ઉતારી બધાં વસન,
ચંચળ બનીને ન્હાય છે તારી ને મારી વાત.

અવકાશમાં નિ:શ્વાસ બનીને ઘૂમી ઘૂમી-
એકાંતમાં પછડાય છે તારી ને મારી વાત.

આવી અતીતની આંગળી પકડીને આંખમાં
આંસુ મહીં ભીંજાય છે તારી ને મારી વાત.

રણ ખાલી-ખાલી આભ તળે એકલું નથી,
થઇ થઇ તરસ વિંઝાય છે તારી ને મારી વાત.

એની અવર-જવર છતાં ઉંબર નહીં ઘસાય ?
આવે ને પાછી જાય છે તારી ને મારી વાત.

રસ્તાની જેમ કાળ ખૂટે ક્યાં કે બેસીએ !
સપનાંનો ભાર થાય છે તારી ને મારી વાત.

                                                       – રમેશ પારેખ

Advertisements

6 Responses

 1. રમેશ પારેખની એક વધું સુંદર ગઝલ વાંચવા મળી.

  આભાર.

 2. enjoyed

  Lata J Hirani

 3. તારી ને મારી વાત- જેવો રદિફ જ કેટલીયે વાતોને શબ્દ સ્વરૂપે પ્રગટ કરવાનો અસીમ અવકાશ લઈને આવે છે,અને ઉપરથી
  સોનામાં સુગંધની જેમ ર.પા. જેવી કલમની માવજત મળે પછી
  જોઇએ શું ?
  માત્ર, વાહ…. અને અદભૂત જેવા ઉદગારો સહજ રીતે જ સરી પડે.

 4. Ramesh Parekh is Ramesh Parekh.
  There is no substitute.

 5. wow……..realy nice

 6. very fine your gazal ramesh parekh………

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: