સાવ અટુલા પડી ગયા – મનોજ ખંડેરિયા


તારી અસરમાં સાવ અટુલા પડી ગયા
ભરચક નગરમાં સાવ અટુલા પડી ગયા

છે કાફલો ને જાણે નથી કાફલામાં કોઇ
આખી સફરમાં સાવ અટુલા પડી ગયા

ન્હોતા અટુલા કિન્તુ અટુલા થશું તો શું ?
શું એ જ ડરમાં સાવ અટુલા પડી ગયા

આત્મીયતા દીવાલ પરથી ખરી પડી
મસમોટા ઘરમાં સાવ અટુલા પડી ગયા

કાયમી કસૂંબી ડાયરે જેના દિવસો વીત્યા
આજે કબરમાં સાવ અટૂલા પડી ગયા

– મનોજ ખંડેરિયા

Advertisements

6 Responses

 1. સુંદર રચના…

 2. વાહ…!
  સરસ રદિફ અને સુંદર માવજતપૂર્ણ કવિકર્મથી એક આગવો ટચ
  આપ્યો ગઝાલને મનોજભાઇએ….
  અંતિમ શેર બહુજ ગમ્યો.
  સલામ, એ ગુર્જર ગીરાના અણમોલ રતનને….

 3. આત્મીયતા દીવાલ પરથી ખરી પડી
  મસમોટા ઘરમાં સાવ અટુલા પડી ગયા

  કાયમી કસૂંબી ડાયરે જેના દિવસો વીત્યા
  આજે કબરમાં સાવ અટૂલા પડી ગયા

  સુંદર

 4. આત્મીયતા દીવાલ પરથી ખરી પડી
  મસમોટા ઘરમાં સાવ અટૂલા પડી ગયા
  સરસ અને સત્ય જ્યારે જીવન સંધ્યાએ ખાલી
  મોટા ઘરમાં એકલા પડી જઇએ ત્યારે આવો જ અનુભવ થાય

 5. khub saras che aa rachna

 6. Sundar sabdo ni asar anubhavay.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: