ગુજરાતી ગઝલની સફરમાં આજે ૫૦૦ મી પોસ્ટ


ગુજરાતી ગઝલની સફરમાં આજે ૫૦૦ મી પોસ્ટ પબ્લિશ કરતા એક અનોખો આનંદ થઈ રહ્યો છે… વાચકવર્ગ અને મિત્રોનો હમેશા સહકાર મળતો રહ્યો છે એ જ રીતે આપ સૌ જરૂરી સૂચનો અને પ્રતિભાવોથી વાકેફ કરતા રહેશો તો આનંદ થશે. બાકી ગુજરાતી સાહિત્ય તો એક અમર વારસો છે… અહીં તો માત્ર થોડાં છાંટા ઉડાડીને હરખાવાની વાત છે…. આમ તો આપણા સૌના ટેબલ પડેલી કોઈ પર્સનલ ડાયરીના પાના જેવો છે આ બ્લોગ…. કોઈ ટીકા – ટિપ્પણ કાંઈ જ નહીં… માત્ર શબ્દોને માણવાનો અને હૃદયની લાગણીઓને વ્યક્ત કરવાનો આનંદ એટલે www.gujaratigazal.wordpress.com

આજે એક પ્રિય મિત્રની આ ગઝલ

ફેંકી  દીધો  ભારો  જીવા
લ્યો  ગાડું  હંકારો  જીવા

ક્યાંથી આવે આરો જીવા
રોજ  નવો જન્મારો જીવા

ફરી ફરીને એ જ થવાનું
અહીંયા એવો ધારો જીવા

તારા પર વરસાદ પડે તો
ધૂળ   થવાની  ગારો   જીવા

તારા  ખેવટીયા  ના   કોઈ
પોતે   પાર    ઉતારો  જીવા

સાંખીને    સંભાળી    લેજે
દેજે   મા   વર્તારો    જીવા

માથે લઈને ક્યાં લગ ફરશું ?
મૂકો  બધો   પથારો    જીવા

– મિલિન્દ ગઢવી (‘શબ્દસર’ ડિસે. ૨૦૧૦)

Advertisements

10 Responses

 1. માથે લઈને ક્યાં લગ ફરશું ?
  મૂકો બધો પથારો જીવા

  વાહ વાહ

 2. વાહ મિલિન્દ! બહુ સરસ ગઝલ.

 3. 500મી પોસ્ટના હાર્દિક અભિનંદન.

 4. ખુબ ખુબ અભિનંદન….

 5. સફળ યાત્રાનુ સ્થાનક આજની સરસ ગઝલ સાથે માણી અભિનંદન

 6. અભિનંદન !

 7. અભિનંદન !

 8. 500મી પોસ્ટના હાર્દિક અભિનંદન

 9. khoob abhinandan.

 10. it is very beautifull gazal
  i love poem ,gazal

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: