હકદાર લાગે છે – ‘ગની’ દહીંવાલા


નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે,
રડી લઉં છું, મને જ્યારે હૃદય પર ભાર લાગે છે.

દિવસ તો જિંદગીના આંખ મીચીને કપાયા પણ,
ઉઘાડી આંખથી રાતો કપાતાં વાર લાગે છે.

મને બેસી જવા કહે છે, ઊઠે છે દર્દ જ્યાં દિલમાં,
હૃદયમાં દર્દ-રૂપે દર્દનો દેનાર લાગે છે.

હૃદયની આશને ઓ તોડનારા ! આટલું સાંભળ,
કમળ આ માનસરમાં ફક્ત એક જ વાર લાગે છે.

રુદનની ભીખ માગે છે પ્રસંગો જિંદગાનીના,
કરું છું દાન તેને જે મને હકદાર લાગે છે.

સનાતન રૂપ મારી કલ્પનામાં પણ નહીં આવ્યું,
જીવન કવિતા !  મને તું બુદ્ધિનો વ્યાપાર લાગે છે.

‘ગની’ વીતેલ જીવનનાં સ્મરણ તાજાં થયાં આજે,
ફરી ખખડાવતું કોઈ હૃદયનાં દ્વાર લાગે છે.

– ‘ગની’ દહીંવાલા

15 Responses

 1. KYA BAT HAI GANI SAB, RHUDAY RUPI SAROVAR MA RPEM RUPI KAMAL EK HI BAR KILTA.

 2. BAHU SARAS GANI BHAI HAMESHA AAVU LAKHTA RAHO

 3. મને બેસી જવા કહે છે, ઊઠે છે દર્દ જ્યાં દિલમાં,
  હૃદયમાં દર્દ-રૂપે દર્દનો દેનાર લાગે છે.

 4. મને બેસી જવા કહે છે, ઊઠે છે દર્દ જ્યાં દિલમાં,
  હૃદયમાં દર્દ-રૂપે દર્દનો દેનાર લાગે છે.
  best

 5. નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે,
  રડી લઉં છું, મને જ્યારે હૃદય પર ભાર લાગે છે.
  Its a reality

 6. દિવસ તો જિંદગીના આંખ મીચીને કપાયા પણ,
  ઉઘાડી આંખથી રાતો કપાતાં વાર લાગે છે.

 7. રુદનની ભીખ માગે છે પ્રસંગો જિંદગાનીના,
  કરું છું દાન તેને જે મને હકદાર લાગે છે. ssssssssssssssssssssssso nice

 8. દિવસ તો જિંદગીના આંખ મીચીને કપાયા પણ,
  ઉઘાડી આંખથી રાતો કપાતાં વાર લાગે છે.
  khubaj sachi vaat nirala andaz ma faqt ganibhai kahi shake.

 9. wah ! Gani saheb,mane to jindagi no upchaar pan Gani saheb j lage chhe.

 10. “gani sab, mind blowing”
  “we all love u”

 11. i m realy happy and feel good ke koi dil par jor kari aavu pan lakhi sake

 12. gazab ni rachana chhe…………….

  blissful…………………..

  sanshsparsh aa shabdo no
  bandhi shrunkhla mann thi

  mann ni pele paar javu ne
  drashya prapanch ni vaat kevi ?

 13. નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે,
  રડી લઉં છું, મને જ્યારે હૃદય પર ભાર લાગે છે
  nice

 14. તમારી ગઝલ વાંચી એવુ લાગે છે તમારો ઈરાદો અમને રઙાવવાનો લાગે છેં.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: