કદાચ – ‘સાહિલ’


ફૂલોએ આપઘાત કર્યો હોય પણ કદાચ,
આ શૂન્યતામાં શબ્દ સર્યો હોય પણ કદાચ.

અસ્તિત્વ મ્હેક મ્હેક ફરી થઈ રહ્યું તો છે,
કાંટો સમયનો પાછો ફર્યો હોય પણ કદાચ.

લાગે છે છિન્નભિન્ન થયો એટલે નહીં,
ધસમસતાં પૂર સામે તર્યો હોય પણ કદાચ.

કારણ વગર ભીતરથી ખળભળું છું આજકાલ,
કોઈએ અરીસો સામે ધર્યો હોય પણ કદાચ.

પરબીડિયું જે અંધકારમાં ડૂબી ગયું,
તડકો ગજબનો એમાં ભર્યો હોય પણ કદાચ.

‘સાહિલ’ નદીના કાંઠે વીત્યું જેનું આયખું,
એ શખ્સ રણના હાથે ઠર્યો હોય પણ કદાચ.

– ‘સાહિલ’

5 Responses

  1. nice poem

  2. હજી પણ એમને ખાના ખરાબી ની ખબર ક્યા છે, હજી પણ અમને પુછી રહ્યા છે કે તારુ ઘર ક્યા છે. મને પણ કોઇ શક પહેલી નજર ના પ્રેમ પર ક્યા છે, મગર મારા તરફ એની હવે પહેલા જેવી નજર ક્યા છે. મળી લઈએ હવે આવે સુખદ અંજામ ઉલ્ફત નો, તને મારી ફીકર ક્યા છે, મને […]

    Filed und

  3. અસ્તિત્વ મ્હેક મ્હેક ફરી થઈ રહ્યું તો છે,
    કાંટો સમયનો પાછો ફર્યો હોય પણ કદાચ.
    bhuj sarsas,,,,,,,,,,,,,no more words to say

    ati anand thayo….
    om

  4. Tamari “kadach” vachi ame tarbor taya ema,
    fari fari vachavanu man thay pan kadach.

  5. koobaj seras che…..varemvar vachvanu maan thay che……

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: