મોસમ રડી છે


ક્યાંક ઝરણાંની ઉદાસી પથ્થરો વચ્ચે પડી છે,
ક્યાંક તારી યાદની મોસમ રડી છે !

દોસ્ત, મૃગજળની કથા વચ્ચે તમે છો,
આ જુઓ અહીંયા તરસ, ત્યાં વાદળી ઊંચે ચડી છે !

પંખીઓનાં ગીત જેવી એક ઈચ્છા ટળવળે છે,
ઓ હ્રદય ! બોલો કે આ કેવી ઘડી છે !

આવ, મારા રેશમી દિવસોના કારણ,
જિંદગી જેને કહે છે એ અહીં ઠેબે ચડી છે !

ઓ નગરજન, હું અજાણ્યા દેશનો થાક્યો પ્રવાસી,
લાગણી નામે હવેલી ક્યાં ખડી છે ?

– શ્યામ સાધુ

4 Responses

 1. સુંદર કાવ્ય છે.

 2. Vah……vah…..,bahuj saras……

 3. @BHANKAR LAGE CHHE@ “Dil todi gaya chho have, niras bharyo sansar lage chhe. Aa premni sharuatj kaik adhuri chhe sanam, nahitar ajanabi bharyo kem vyavhar lage chhe? Kutch chhodi shu Aavu kevi majaburi chhe mari bas, madu chhu je di’ jane tahevar lage chhe. Karmani parabe ubha keva hasmukha lagta, meg Jane varsta ‘bindu’ aeva shangar lage chhe. Ane Aam achanak Aambe bole nahi kagdo, nakki tamara Avavana ‘Radhe’ bhankar lage chhe….!” Pranami Anil “Radhe”

 4. ઝરમર ઝરમર વરસતો વરસાદ
  એવી કંઈ મોસમ હતી,
  ઉભા સામે જોઈ મુજને
  ન કહેવાય એવી શરમ હતી,
  સ્મિત કરીને નજર જુકાવતાં
  “રાધે” કહેવાની જાણે કસમ હતી……!

  Pranami Anil “Radhe”

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: