જરૂરી છે ઊભો રહું મારી નજરોમાં અડીખમ હું,


જરા પણ થાય ના ઓછી, મજા બસ એની એ રાખો,
ગઝલ સાથે અમારી ચાહના, બસ એની એ રાખો.

ઉમેરો એક બે પ્રકરણ ખુશીના, જીવવા માટે,
ભલે ને જિંદગીની વારતા, બસ એની એ રાખો.

બુરાઈ સામે લડવું છે, અમે બસ એટલું જાણ્યું,
અમોને હામ દો, ચાહે હવા બસ એની એ રાખો.

જરૂરી છે ઊભો રહું મારી નજરોમાં અડીખમ હું,
પછી છો આખી દુનિયાની ઘૃણા બસ એની એ રાખો.

કસોટીનો સમય છે, ને વળી એ હું ય જાણું છું,
કઠિન છે પણ તમારી આસ્થા, બસ એની એ રાખો

-નીરવ વ્યાસ

%d bloggers like this: