Posted on ફેબ્રુવારી 18, 2010 by Manthan Bhavsar
જુદી જિંદગી છે મિજાજે – મિજાજે;
જુદી બંદગી છે નમાજે – નમાજે.
છે એક જ સમંદર, થયું એટલે શું ?
જુદા છે મુસાફર જહાજે – જહાજે.
ભલે હોય એક જ એ અંતરથી વહેતા,
છે સૂરો જુદેરા રિયાજે – રિયાજે.
જુદા અર્થ છે શબ્દના બોલવા પર,
છે શબ્દોય જુદા અવાજે – અવાજે.
જીવન જેમ જુદાં છે કાયામાં જુદી,
છે મૃત્યુય જુદાં જનાજે – જનાજે.
હઠી જાય ઘૂંઘટ, ઢળી જાય ઘૂંઘટ,
જુદી પ્રીત જાગે મલાજે – મલાજે.
તમે કેમ ‘ગાફિલ’ હજીયે છો ગાફિલ ?
જુઓ, બદલે દુનિયા તકાજે – તકાજે.
મનુભાઇ ત્રિવેદી ‘ગાફિલ’
Like this: Like Loading...
Filed under: મનુભાઈ ત્રિવેદી ('ગાફિલ' 'સરોદ') | Tagged: છે મૃત્યુય જુદાં જનાજે - જનાજે. હઠી જાય ઘૂંઘટ , છે શબ્દોય જુદા અવાજે - અવાજે. જીવન જેમ જુદાં છે કાયામાં જુદી , છે સૂરો જુદેરા રિયાજે - રિયાજે. જુદા અર્થ છે શબ્દના બોલવા પર , જુદી જિંદગી છે મિજાજે - મિજાજે; જુદી બંદગી છે નમાજે - નમાજે. છે એક જ સમંદર , જુદી પ્રીત જાગે મલાજે - મલાજે. તમે કેમ ‘ગાફિલ’ હજીયે છો ગાફિલ ? જુઓ , ઢળી જાય ઘૂંઘટ , થયું એટલે શું ? જુદા છે મુસાફર જહાજે - જહાજે. ભલે હોય એક જ એ અંતરથી વહેતા , બદલે દુનિયા તકાજે - તકાજે. , મનુભાઇ ત્રિવેદી ‘ગાફિલ’ , judi che jindgi mizaz mizaze | 11 Comments »
Posted on જાન્યુઆરી 12, 2010 by Swati
અસલના ઉતારા છે મારી ગઝલમાં,
કે મોઘમ ઇશારા છે મારી ગઝલમાં.
રૂપાળાં તિખારા છે મારી ગઝલમાં,
સળગતા સિતારા છે મારી ગઝલમાં
સહારે સહારા છે મારી ગઝલમાં,
કિનારે કિનારા છે મારી ગઝલમાં.
નથી હોતું ઓસડ કહ્યું કોણે મીઠું ?
ઘણા બોલ પ્યારા છે મારી ગઝલમાં.
નથી દર્શ એનાં થયાં જિંદગીને ,
પ્રસંગો કુંવારા છે મારી ગઝલમાં.
જીવનમાં હલાહલ ભળ્યું છે પરંતુ,
અમીના ફુવારા છે મારી ગઝલમાં.
વિસંવાદ તારો નથી એમાં, દુનિયા !
ફકત ભાઈચારા છે મારી ગઝલમાં.
જગતને કરી દે ગમે ત્યારે જાગૃત ,
કલંદરના નારા છે મારી ગઝલમાં.
રહ્યો છું ભલે ઘૂમી બેહોશ ‘ગાફિલ’,
છૂપા હોશ મારા છે મારી ગઝલમાં.
– મનુભાઈ ત્રિવેદી (‘ગાફિલ’ અને ‘સરોદ’)
Like this: Like Loading...
Filed under: મનુભાઈ ત્રિવેદી ('ગાફિલ' 'સરોદ') | Tagged: 'ગાફિલ' , અસલના , ઇશારા , ઉતારા , એનાં થયાં , એમાં , ઓસડ , કહ્યું , કે નથી , કોણે મીઠું , ગઝલમાં , ઘણા બોલ , ઘૂમી , છું ભલે , છૂપા હોશ , જિંદગીને , તારો નથી , દર્શ , દુનિયા , નથી હોતું , પ્યારા , પ્રસંગો કુંવારા છે , ફકત રહ્યો , બેહોશ , ભાઈચારા , મારા છે , મારી , મારી ગઝલમાં , મોઘમ , રૂપાળાં તિખારા , વિસંવાદ , સળગતા , સિતારા | 4 Comments »
Posted on જાન્યુઆરી 2, 2010 by Swati
ઊઠતી બજારે હાટ હવે કેટલો વખત ?
વહેવારના ઉચાટ હવે કેટલો વખત ?
કાનાએ કાંકરી લીધી છે હાથમાં ,
અકબંધ રહેશે માટ હવે કેટલો વખત ?
પગરણ થઈ ચૂક્યાં છે હવે પાનખર તણાં ;
ફૂલડાંઓ ફાટ ફાટ હવે કેટલો વખત ?
સંધ્યા ઉષા જલાવી રહી છે હવે ચિતા ;
ટકવાનાં આટકાટ હવે કેટલો વખત ?
જયારે હવેલી સાવ ધરાશાયી થઈ રહી ,
ત્યારે ખટૂકશે ખાટ હવે કેટલો વખત ?
ખૂટી રહ્યું દિવેલ ને કજળી રહી છે વાટ ;
જ્યોતિ ઝગવશે પાટ હવે કેટલો વખત ?
‘ગાફિલ’, તમારો ઘાટ ઘડાવાની છે ઘડી ;
ઘડશો ઘણેરા ઘાટ હવે કેટલો વખત ?
– મનુભાઈ ત્રિવેદી (‘ગાફિલ’ અને ‘સરોદ’)
Like this: Like Loading...
Filed under: મનુભાઈ ત્રિવેદી ('ગાફિલ' 'સરોદ') | Tagged: 'ગાફિલ' , આટકાટ , ઉચાટ , ઉષા , ઊઠતી બજારે , કાંકરી , કાનાએ , કેટલો વખત? , ખટૂકશે , ખાટ , ખૂટી રહ્યું , ઘડશો , ઘણેરા , ઘાટ , ઘાટ ઘડાવાની , છે , છે ઘડી , જયારે , જલાવી , જ્યોતિ , ઝગવશે , ટકવાનાં , તણાં અકબંધ , તમારો , ત્યારે , થઈ ચૂક્યાં , થઈ રહી , દિવેલ , ધરાશાયી , ને કજળી રહી છે , પગરણ , પાટ , પાનખર , ફાટ ફાટ , ફૂલડાંઓ , માટ , રહી છે , રહેશે , લીધી છે , વહેવારના , વાટ , સંધ્યા , સાવ , હવે ચિતા , હવેલી , હાટ હવે , હાથમાં | 1 Comment »
Posted on ઓક્ટોબર 13, 2009 by Swati
અમારા કર મહીં છે જામ, તારે કર સુરાહી છે,
કોઈ શું જાણશે, કેવી અમારી બાદશાહી છે ?
ન એને સાથની પરવા ન એને રાહથી નિસ્બત
ન એને મનથીયે મસલત, કોઈ એવોય રાહી છે.
પવન કેરા સપાટે આઘી પાછી થઈ હશે કિંતુ,
દિશા ચૂકી નથી નૈયા સિતારાની ગવાહી છે.
ઘડો જે ઘાટ ઘડવો હોય તે, ગમતા બીબાં ઢાળો,
અમારી આગ છે તે આગ છે, કિંતુ પ્રવાહી છે.
તમારી દેન માનીને સ્વીકારી છે મળી એવી,
પૂછી જુઓ ને ખુદ અમ જિંદગીને કેવી ચાહી છે.
અમે તમ મ્હેરના વરસાદથી નાહ્યા છીએ એવા,
કે જેવી શ્રાવણી વરસાદથી આ સૃષ્ટિ નાહી છે.
ગમે ન્હૈ કેમ ‘ગાફિલ’ની ગઝલ હર એક હૈયાને?
કે એનો શેર એકેકો અલખનો ભાવવાહી છે.
– મનુભાઈ ત્રિવેદી (‘ગાફિલ’ અને ‘સરોદ’)
Like this: Like Loading...
Filed under: મનુભાઈ ત્રિવેદી ('ગાફિલ' 'સરોદ') | Tagged: ‘ગાફિલ’ , ‘સરોદ’ , અમારા , કર , કેવી , કોઈ શું જાણશે , છે જામ , તમારી દેન , તારે કર , મનુભાઈ ત્રિવેદી , મહીં , માનીને , સુરાહી છે , સ્વીકારી છે મળી એવી | 4 Comments »
Posted on જુલાઇ 11, 2009 by Swati
ખબર એ તો નથી અમને કે શાનો રંગ લાગ્યો છે,
મળે છે તે સહુ કહે છે, મજાનો રંગ લાગ્યો છે.
ભલે ના ના કહો, એના વિના ન્હોયે ચમક આવી,
તમે મારું કહ્યું, માનો ન માનો રંગ લાગ્યો છે.
મલકતું મોં અને ચમકી જતી આંખો કહી દે છે,
ભલે છૂપી એ રાખો વાત, છાનો રંગ લાગ્યો છે.
નથી લાલાશ આંખોમાં હૃદય કેરી બળતરાથી,
પડ્યા ચરણોમાં એના કે હિનાનો રંગ લાગ્યો છે.
અહીં ને ત્યાં, બધે એક જ સમંદર રંગનો રેલે,
કહેશે કોણ, કોને કેની પાનો રંગ લાગ્યો છે?
થયો રંગીન વાતો લાવતો ગઝલોમાં તું ‘ગાફિલ’ !
તને આ અંજુમન કેરી હવાનો રંગ લાગ્યો છે.
– મનુભાઈ ત્રિવેદી (‘ગાફિલ’ અને ‘સરોદ’)
Like this: Like Loading...
Filed under: મનુભાઈ ત્રિવેદી ('ગાફિલ' 'સરોદ') | Tagged: ‘ગાફિલ’ , ‘સરોદ’ , અહીં ને ત્યાં , આંખોમાં , કહી દે , ખબર એ તો નથી અમને કે શાનો રંગ લાગ્યો છે , જતી આંખો , નથી લાલાશ , બધે એક જ સમંદર રંગનો રેલે , મનુભાઈ ત્રિવેદી , મલકતું , મોં અને ચમકી , હૃદય કેરી બળતરાથી | 2 Comments »