Posted on સપ્ટેમ્બર 13, 2013 by Swati
ક્યાંથી હવાય પામી શકે પાર શબ્દનો પ્હોળો છે આભ જેટલો વિસ્તાર શબ્દનો
વર્ષોથી હૈયું ઝંખતું અજવાળું મૌનનું ઘેરી વળ્યો છે આંખને અંધાર શબ્દનો
વન વન નગર ને શેરીઓ ઘર કે દીવાલ સૌ લઈને ઊભાં છે પાંગળો આધાર શબ્દનો
ભેગા મળીને સાત સૂરજ તપશે જે ઘડી પીગળી બરફની જ્યમ જશે આકાર શબ્દનો
આંજો નયનમાં સાંજનું ભગવું ગગન હવે શોભે ન આજ આપણે શણગાર શબ્દનો
Like this: Like Loading...
Filed under: મનોજ ખંડેરિયા | Tagged: આકાર , આજ આપણે , આધાર , ક્યાંથી , ગુજરાતી ગઝલ , પામી શકે પાર , પાર , મનોજ ખંડેરિયા , વિસ્તાર , શણગાર અંધાર , શણગાર શબ્દનો , શબ્દનો , શોભે ન , હવાય , gujarati gazal , GUJARATI GAZAL IN , manoj khandeiya , shabd no | Leave a comment »
Posted on જુલાઇ 23, 2012 by Swati
આપણી જુદાઈનું આ ભમ્મરિયું વ્હેણ
મને કોણ જાણે ક્યાંય જશે તાણી
ચંપાની ડાળ જેવું અહીંયાં નિત લીલુંછમ
ઝૂલવા છતાં ન કૂલ ઊગ્યું
ઝંખ્યાનો કેવડો તો કૉળ્યો ના કોઈ દિ’
ના એકેય વ્રત મારું પૂગ્યું
સુસવાતા દિવસોએ કાગળના જેવી આ
જાતને ક્યાં આજ મૂકી આણી
જળથી ભીનાશ બધી અળગી થઈ જાય
અહીં ચૈતરના તાપ પડ્યા એવા
અહલ્યાની જેમ મારી ઇચ્છા તો પથ્થર
આ જીવતરના શાપ કોને કે’વા
એકલી કદંબ હેઠ બેઠેલી સૂનંમૂન
ધેનુની આંખનું હું પાણી
– મનોજ ખંડેરિયા
Like this: Like Loading...
Filed under: કવિતા , ગીત , મનોજ ખંડેરિયા | Tagged: આપણી જુદાઈનું આ ભમ્મરિયું વ્હેણ , ગઝલ , ગુજરાતી ગઝલ , ધેનુની આંખનું હું પાણી , મને કોણ જાણે ક્યાંય જશે તાણી , મનોજ ખંડેરિયા , gujarati gazal , gujarati poem , gujarati poetry , gujarati shayri , manoj khanderiya , sahitya , shayri | 2 Comments »
Posted on ફેબ્રુવારી 8, 2011 by Swati
કૈ શૂન્યતાના થર ચડ્યા અંબરની આસપાસ
એકલતા કેવી વ્યાપી છે ઇશ્વરની આસપાસ
કૂદી પડે છે કાંટા ઉપરથી પ્રથમ, અને-
રઝળ્યા કરે પળો પછી ટાવરની આસપાસ
નીંદરની સાથ જીવ તો ઊડી ગયા પછી
સ્વપ્નોમાં શબ પડી રહ્યાં બિસ્તરની આસપાસ
એકમેકમાં દીવાલ ઘરોની મળી જશે
પહેરો સતત ભર્યા કરો ઉંબરની આસપાસ
હમણાં જ હું હતો ને અચાનક ગયો છું ક્યાં ?
રખડું છું શોધવા મને હું ઘરની આસપાસ.
– મનોજ ખંડેરિયા
Like this: Like Loading...
Filed under: ગઝલ , મનોજ ખંડેરિયા | 8 Comments »
Posted on ડિસેમ્બર 29, 2010 by Swati
તારી અસરમાં સાવ અટુલા પડી ગયા
ભરચક નગરમાં સાવ અટુલા પડી ગયા
છે કાફલો ને જાણે નથી કાફલામાં કોઇ
આખી સફરમાં સાવ અટુલા પડી ગયા
ન્હોતા અટુલા કિન્તુ અટુલા થશું તો શું ?
શું એ જ ડરમાં સાવ અટુલા પડી ગયા
આત્મીયતા દીવાલ પરથી ખરી પડી
મસમોટા ઘરમાં સાવ અટુલા પડી ગયા
કાયમી કસૂંબી ડાયરે જેના દિવસો વીત્યા
આજે કબરમાં સાવ અટૂલા પડી ગયા
– મનોજ ખંડેરિયા
0.000000
0.000000
Like this: Like Loading...
Filed under: મનોજ ખંડેરિયા | Tagged: તારી અસરમાં સાવ અટુલા પડી ગયા ભરચક નગરમાં સાવ અટુલા પડી ગયા , મનોજ ખંડેરિયા , gujarati poem , gujarati poetry , gujarati shayri , sahitya | 6 Comments »
Posted on ફેબ્રુવારી 10, 2010 by Swati
ગગન સાથ લઈ ઊતરે એ ફરકતું,
વિહગપંખથી જે ખરી જાય પીંછું.
ફરકતું પડે ત્યારે ભૂરી હવામાં
ઝીણાં શિલ્પ કૈં કોતરી જાય પીંછું
હજી એમાં કલશોર ગૂંજે વિહગનો
સૂનું આંગણું આ ભરી જાય પીંછું
હૃદયમાં વસ્યા પંખીઓ બહાર આવે
કદી આંખમાં જો તરી જાય પીંછું
ગગનના અકળ શૂન્યમાં જઈ ડૂબે, જે
વિહગને ખર્યું સાંભરી જાય પીંછું
– મનોજ ખંડેરિયા
Like this: Like Loading...
Filed under: મનોજ ખંડેરિયા | Tagged: ઊતરે , એ ફરકતું , કલશોર , ખર્યું , ગગન , જાય , જે ખરી , ત્યારે , પડે , પીંછું , બહાર , ભૂરી , મનોજ ખંડેરિયા , લઈ , વસ્યા પંખીઓ , વિહગપંખથી , સાંભરી , સાથ , સૂનું આંગણું , હવામાં , હૃદયમાં | 1 Comment »
Posted on મે 7, 2009 by Manthan Bhavsar
આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના,
ફૂલોએ બીજું કૈં નથી, પગલાં વસંતના.
મલયાનિલોની પીંછી ને રંગો ફૂલો ના લૈ,
દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના !
આ એક તારા અંગે ને બીજો ચમન મહીં,
જાણે કે બે પડી ગયા ફાંટા વસંતના !
મહેંકી રહી છે મંજરી એક એક આંસુમાં,
મ્હોર્યા છે આજ આંખમાં આંબા વસંતના !
ઊઠી રહ્યા છે યાદના અબીલ ને ગુલાલ,
હૈયે થયા છે આજ તો છાંટા વસંતના !
ફાંટુ ભરીને સોનું સૂરજનું ભરો હવે,
પાછા ફરી ન આવશે તડકા વસંતના !
– મનોજ ખંડેરિયા
ગુજરાતી ગઝલની SMS ચેનલ જોડાવો અને મેળવો ગુજરાતી રચના તમારા મોબાઈલ પર
http://labs.google.co.in/smschannels/subscribe/GujGazal
or
type on your mobile JOIN Gujgazal & send on +919870807070
Like this: Like Loading...
Filed under: મનોજ ખંડેરિયા | Tagged: gujarati , gujarati gazal , gujarati poem , gujarati poetry | 2 Comments »
Posted on માર્ચ 27, 2009 by Manthan Bhavsar
તારી અસરમાં સાવ અટુલા પડી ગયા
ભરચક નગરમાં સાવ અટુલા પડી ગયા
છે કાફલો ને જાણે નથી કાફલામાં કોઇ
આખી સફરમાં સાવ અટુલા પડી ગયા
ન્હોતા અટુલા કિન્તુ અટુલા થશું તો શું ?
શું એ જ ડરમાં સાવ અટુલા પડી ગયા
આત્મીયતા દીવાલ પરથી ખરી પડી
મસમોટા ઘરમાં સાવ અટુલા પડી ગયા
કાયમી કસૂંબી ડાયરે જેના દિવસો વીત્યા
આજે કબરમાં સાવ અટૂલા પડી ગયા
– મનોજ ખંડેરિયા
આ ગઝલને ટહુકો.કોમ પર માણવા આ લિંક ઉપર ક્લિક કરો..
http://tahuko.com/?p=1049
(સ્ત્રોત – બિનલ પટેલ – ઓરકુટ મેલ)
Like this: Like Loading...
Filed under: મનોજ ખંડેરિયા | 6 Comments »
Posted on જાન્યુઆરી 2, 2009 by Manthan Bhavsar
પકડો કલમ ને કોઈ પળે, એમ પણ બને
આ હાથ આખે આખો બળે, એમ પણ બને
જ્યાં પહોંચવાની ઝંખના વરસોથી હોય ત્યાં
મન પહોંચતા જ પાછુ વળે, એમ પણ બને
એવું છે થોડું છેતરે રસ્ત કે ભોમિયા
એક પગ બીજા પગ ને છળે, એમ પણ બને
જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
ને એ જ હોય પગની તળે, એમ ૫ણ બને
તું ઢાળ ઢોલિયો, હું ગઝલ નો દીવો કરું,
અંધારું ઘર ને ઘેરી વળે, એમ પણ બને.
– મનોજ ખંડેરિયા
Like this: Like Loading...
Filed under: મનોજ ખંડેરિયા | Tagged: gujarati gazal , gujarati poem , gujarati poetry , gujarati shayri , varsadi gujarati poem | 13 Comments »
Posted on ઓગસ્ટ 29, 2007 by Manthan Bhavsar
તું ઢાળ ઢોલીયો, હું ગઝલનો દીવો કરું,
અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને.
-મનોજ ખંડેરિયા
Like this: Like Loading...
Filed under: મનોજ ખંડેરિયા | Tagged: "ગઝલ" એટલે... , વરસાદી ગઝલ , gujarati gazal | 6 Comments »