Posted on ફેબ્રુવારી 1, 2011 by Swati
નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે,
રડી લઉં છું, મને જ્યારે હૃદય પર ભાર લાગે છે.
દિવસ તો જિંદગીના આંખ મીચીને કપાયા પણ,
ઉઘાડી આંખથી રાતો કપાતાં વાર લાગે છે.
મને બેસી જવા કહે છે, ઊઠે છે દર્દ જ્યાં દિલમાં,
હૃદયમાં દર્દ-રૂપે દર્દનો દેનાર લાગે છે.
હૃદયની આશને ઓ તોડનારા ! આટલું સાંભળ,
કમળ આ માનસરમાં ફક્ત એક જ વાર લાગે છે.
રુદનની ભીખ માગે છે પ્રસંગો જિંદગાનીના,
કરું છું દાન તેને જે મને હકદાર લાગે છે.
સનાતન રૂપ મારી કલ્પનામાં પણ નહીં આવ્યું,
જીવન કવિતા ! મને તું બુદ્ધિનો વ્યાપાર લાગે છે.
‘ગની’ વીતેલ જીવનનાં સ્મરણ તાજાં થયાં આજે,
ફરી ખખડાવતું કોઈ હૃદયનાં દ્વાર લાગે છે.
– ‘ગની’ દહીંવાલા
Like this: Like Loading...
Filed under: ગની દહીંવાલા , ગુજરાતી શાયરી , શાયરી | Tagged: ઉપચાર , ગઝલ , ગની દહીંવાલા , ગુજરાતી ગઝલ , જ , દર્દ-રૂપે , દર્દનો , દેનાર , નર્યું , પાણી , મારા દર્દનો , હૃદયમાં , Gazal , gujarati gazal | 15 Comments »
Posted on જાન્યુઆરી 29, 2011 by Swati
થથરી ઊઠી હવા, ઝાડનાં થથરી ઊઠ્યાં પાંદ
થર થર કાંપે તલાવડી ને તલાવડીમાં ચાંદ !
મોડે લગ ઊંઘે અજવાળું ઓઢીને અંધાર
મોં-માથે, પંખી પણ ખોલે મોડી પાંખ લગાર ;
લાંબી- પ્હોળી રજાઈ રાતે તનને ટૂંકી પડે
માની સોડ ઢબૂર્યું બાળક ઓઢણ ખસતાં રડે ;
કાતર ચાલેમ લાંબા પટના તડકાઓ કતરાય
રાત ધીમે દળતી ઘંટી શી લાંબે રાગે ગાય !
નીકળ્યો ફરવા સડકે ઊભી શ્વેત ઘરોની હાર
નાવ બચી ટકરાતી સ્હેજમાં ઍન્ટાર્કટિકને પ્હાડ !
– જયન્ત પાઠક
Like this: Like Loading...
Filed under: ગઝલ , ગુજરાતી શાયરી , જયન્ત પાઠક | Tagged: અજવાળું , ઍન્ટાર્કટિક , ઓઢીને અંધાર , કતરાય , ઘરોની હાર , ચાંદ , જયન્ત પાઠક , ઢબૂર્યું , તડકાઓ , તલાવડી , થથરી ઊઠી , પ્હાડ , શિયાળે , શ્વેત , Gazal , gujarati gazal , jayant pathak , shiyale , winter | 4 Comments »
Posted on જાન્યુઆરી 5, 2011 by Swati
છાની છપની ચણભણ ને હોબાળા વચ્ચે,
ક્ષેમકુશળ છે શાયર લોહીઉકાળા વચ્ચે !
આજ નહીં તો કાલે એણે ભરવા પડશે,
ભડભાદર છે, તાણે સોડ ઉચાળા વચ્ચે !
થીજેલા શબ્દો પણ એને કામ ન આવે,
ઉષ્મા ક્યાં છે? પૂછે ધોમ ઉનાળા વચ્ચે !
એનું સાચું સરનામું આ, ક્યાંક લખી લો
મળતાં મોતી છીપ અને પરવાળા વચ્ચે !
ચીવટ રાખી ટીપાંનો હિસાબ લખે છે,
ભૂલ પડે છે તાળા ને સરવાળા વચ્ચે !
મૂંગે મોંએ મરણતોલ એ ઘાવ સહે છે,
ચિત્કારે છે, સહેજ અડો જો આળા વચ્ચે !
જો કે મોત ભમે છે એના માથા ઉપર,
તો ય સલામત કોના એ રખવાળા વચ્ચે ?
– કિશોર જીકાદરા
0.000000
0.000000
Like this: Like Loading...
Filed under: કિશોર જીકાદરા , ગઝલ , ગુજરાતી શાયરી | Tagged: ઉચાળા વચ્ચે , ઉષ્મા , કિશોર જીકાદરા , ક્ષેમકુશળ છે શાયર , ચણભણ , છાની છપની , તાણે , થીજેલાં , ભડભાદર છે , શબ્દો , સરનામું , સોડ , હોબાળા વચ્ચે , kishor jikadara | 3 Comments »
Posted on જાન્યુઆરી 2, 2011 by Swati
ધારું તો હું શ્વાસ ઉપર ‘હે રામ’ લખી દઉં,
પરપોટાનું ચપટીમાં અંજામ લખી દઉં.
ને બંધ બેસતા શબ્દ વિષે જો કોઈ પૂછે,
કાતિલના ખાનામાં ખુદનું નામ લખી દઉં.
કલમ મહીં મેં કેફ ભર્યો છે ઘૂંટી ઘૂંટી,
બેપરવા થૈ જાત પરે બેફામ લખી દઉં.
નામ થવાની આખી ઘટના મોઘમ રાખું,
બદનામીની વાતો બે મુદ્દામ લખી દઉં.
જ્યારે ત્યારે કહેવાના કે ઘર મારું છે,
સોનાની આ લંકા લો અભરામ લખી દઉં.
કાગળ પર તો આજ સુધી મેં ખૂબ લખ્યું,
ઊભે મારગ પગલાંનો પયગામ લખી દઉં.
ખોવાયેલી ખૂશ્બુથી મેળાપ કરાવો,
રાજીપામાં આખેઆખું ગામ લખી દઉં.
– કિશોર જીકાદરા (ગાંધીનગર)
Like this: Like Loading...
Filed under: કવિ/કવિયત્રી , કિશોર જીકાદરા , ગઝલ , ગુજરાતી શાયરી | Tagged: આખેઆખું , કરાવો , કલમ , કિશોર જીકાદરા (ગાંધીનગર) , કેફ , ખૂશ્બુથી , ખોવાયેલી , ગામ , ઘૂંટી , છે , ધારું તો હું શ્વાસ ઉપર ‘હે રામ’ લખી દઉં , બદનામીની , ભર્યો , મહીં , મુદ્દામ , મેં , મેળાપ , રાજીપામાં , વાતો | 10 Comments »
Posted on ઓક્ટોબર 30, 2010 by Swati
તારી ખતા છે ને તું સ્વીકારી નહીં શકે
અફસોસ કે તું એને સુધારી નહીં શકે
અત્યારથી જ એના ઉપર કાબુ રાખ તું
મોટો થશે અહમ્ તો તું મારી નહીં શકે
જીતી ગયો છું હું તને એવો છે ભ્રમ મને
ને તારો ભ્રમ કે તું કદી હારી નહીં શકે
મારા ચમનમાં થોર, રાતરાણી ને ગુલાબ
હું કેટલો સુખી છું તું ધારી નહીં શકે
નાવિક અને નદી હું ચહું બેઉનો સુમેળ
બેમાંથી એક નાવને તારી નહીં શકે
ગઝલો નથી આ જિન્દગી છે, એટલું સમજ
એને તું વારંવાર મઠારી નહીં શકે
– રિષભ મહેતા
0.000000
0.000000
Like this: Like Loading...
Filed under: કવિ/કવિયત્રી , ગઝલ , ગુજરાતી શાયરી , રિષભ મહેતા | 8 Comments »
Posted on ઓક્ટોબર 26, 2010 by Swati
આ સમય પાસેથી હું ઝૂંટુ તને,
આવ તો લખલૂટ હું લૂટુ તને,
તું સરોવર મધ્યમાં ઉભી રહે,
ને કમળની જેમ હું ચૂંટુ તને.
હો તરસ એવી કે રોમરોમથી,
તું પીએ ને તો ય હું ખૂટું તને
એક પળ માટે થઇ જા વૃક્ષ તું,
ડાળખીની જેમ હું ફૂટુ તને.
નામ તારું નામ તારું નામ તા—
એકડા ની જેમ હું ઘૂંટુ તને.
-હર્ષદ ત્રિવેદી
0.000000
0.000000
Like this: Like Loading...
Filed under: કવિ/કવિયત્રી , કાવ્ય પ્રકાર , ગઝલ , ગુજરાતી શાયરી , હર્ષદ ત્રિવેદી | 4 Comments »
Posted on જુલાઇ 14, 2010 by Manthan Bhavsar
શબ્દમાંથી અર્થ છૂટા થાય છે,
વેદના શું એ હવે સમજાય છે.
કોણ એને ઝાંઝવા સિંચ્યા કરે,
રોજ રાત્રે સ્વપ્ન એક ફણગાય છે.
રેત ને પગલાંનું ચાલે સંવનન,
એટલે મંઝિલ હવે અટવાય છે.
આંખ મારી એક એવો કોયડો,
જામ ખાલી છે છતાં છલકાય છે.
શૂન્યતાની આગમાં પીગળી જશે,
લાગણીઓ જે મહીં રૂંધાય છે.
મારી ભીતર કેટલું વરસ્યાં તમે,
આખે આખું અંગ લીલું થાય છે.
– હર્ષ બ્રહ્મભટ્ટ
23.039574
72.566020
Like this: Like Loading...
Filed under: કવિ/કવિયત્રી , ગઝલ , ગુજરાતી શાયરી , હર્ષ બ્રહ્મભટ્ટ | Tagged: આંખ મારી એક એવો કોયડો , કોણ એને ઝાંઝવા સિંચ્યા કરે , છતાં છલકાય , જામ ખાલી , રોજ રાત્રે સ્વપ્ન એક ફણગાય , લાગણીઓ જે મહીં રૂંધાય , વેદના શું એ હવે સમજાય છે , શબ્દમાંથી અર્થ છૂટા થાય છે , હર્ષ બ્રહ્મભટ્ટ | 5 Comments »