Posted on માર્ચ 24, 2011 by Manthan Bhavsar
અચાનક કોણ જાણે યાદ કેવી વાત આવી ગઇ
દિવસ હોવા છતાં આંખોમાં માઝમ રાત આવી ગઇ
મળી કેવો ગયો ઉત્સાહ એ આશ્ચર્યથી ‘ઘાયલ’
ફરીથી જીવવાની જીવમાં તાકાત આવી ગઇ
ગાગર મહીં ઘૂઘવાતો સાગર થઇ શકું છું
સંસારમાં રહીને શાયર થઇ શકું છું
નહીં જેવો તોયે ઇશ્વર તારો જ અંશ છું હું
હું પણ અનેક રૂપે હાજર થઇ શકું છું
અમૃતથી હોઠ સહુના એઠા કરી શકું છું,
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું;
આ મારી શાયરી તો સંજીવની છે ‘ઘાયલ’
શાયર છું પાળિયા ને બેઠા કરી શકું છું.
નથી સામાન્ય આસવનો વિરલ રસનો કળશ છું હું
મથું છું હરપળે હળવો થવા મબલખ વિવશ છું હું
કાંઇ કહેવાય ના ક્યારે કયો પુરુષાર્થ અજમાવું
હજી જનમ્યો નથી એવા ભગીરથની ધગશ છું હું
અમૃત ઘાયલ
23.039574
72.566020
Like this: Like Loading...
Filed under: ‘ઘાયલ’ | Tagged: મળી કેવો ગયો ઉત્સાહ એ આશ્ચર્યથી ‘ઘાયલ’ , G , ghayal , gujarati gazal | 2 Comments »
Posted on માર્ચ 22, 2011 by Manthan Bhavsar
ગુસ્સે થયા જો લોક તો પત્થર સુધી ગયા,
પણ દોસ્તો ના હાથ તો ખંજર સુધી ગયા.
જુલ્ફોય કમ નહોતી જરા એ મહેક માં,
મુરખા હતા હકીમ કે અત્તર સુધી ગયા.
એમ જ કદાપિ કોઇને લોકો ભજે નહિ,
ખપતું’તુ સ્વર્ગ એટલે ઇશ્વર સુધી ગયા.
‘ઘાયલ’ ની ભાવભીની અમારે તો દોસ્તી,
આ એટલે તો દુઃશ્મનોના ઘર સુધી ગયા.
– ‘ઘાયલ’
23.039574
72.566020
Like this: Like Loading...
Filed under: ‘ઘાયલ’ | Tagged: 'ઘાયલ' , ગુસ્સે થયા જો લોક તો પત્થર સુધી ગયા | 15 Comments »
Posted on ઓક્ટોબર 15, 2010 by Manthan Bhavsar
આમ સંકોચાય છે એ કોણ છે?
કટકા કટકા થાય છે એ કોણ છે?
પૂછવા ક્યાં જાય છે એ કોણ છે?
એને પૂછતાં શું થાય છે એ કોણ છે?
પૂછીએ ક્યાં ચાલ સ્પર્શી જોઈએ,
સ્પર્શથી ગભરાય છે એ કોણ છે?
પ્રેમથી જે પાય છે પી જાવું છું,
રામ જાણી પાય છે એ કોણ છે?
એજ છે નિશંક ‘ઘાયલ’ એજ છે,
ઝૂમતા જે જાય છે એ કોણ છે?
– અમૃત ‘ઘાયલ’
સાભાર : રણકાર.કોમ
23.039574
72.566020
Like this: Like Loading...
Filed under: ‘ઘાયલ’ | 3 Comments »
Posted on ઓગસ્ટ 29, 2007 by Manthan Bhavsar
મીઠાં શમણાં, વસમાં શૂળ,
મારી ગઝલોનાં બે મૂળ.
ચોતરફ મૌન, મૌનની વચ્ચે
એક તલસાટ કાયમી તે ગઝલ.
-અમ્રુત ઘાયલ’
Like this: Like Loading...
Filed under: ‘ઘાયલ’ | Tagged: "ગઝલ" એટલે... , મારી ગઝલોનાં બે મૂળ. , ghayal | 4 Comments »
Posted on જુલાઇ 29, 2007 by Manthan Bhavsar
ખૂબ અંદરબહાર જીવ્યો છું
ઘૂંટેઘૂંટે ચિકાર જીવ્યો છું
હું ય વરસ્યો છું ખૂબ જીવનમાં
હું ય બહુ ધોધમાર જીવ્યો છું
બાગ તો બાગ, સૂર્યની પેઠે-
આગમાં પુરબહાર જીવ્યો છું
આમ ‘ઘાયલ’ હું અદનો શાયર, પણ
સર્વથા શાનદાર જીવ્યો છું
-‘ઘાયલ’
Like this: Like Loading...
Filed under: ‘ઘાયલ’ | Tagged: આંસુ , કટી પતંગ , ખૂબ અંદરબહાર જીવ્યો , જીવન જીવતાં જઇએ સાથે , જીવન...! , દશા મારી , દિલ , વાસ્તવિક્તા , સંબંધ.... , DARD , DUKH , ghayal , gujarati gazal , sahitya | 1 Comment »
Posted on જુલાઇ 21, 2007 by Manthan Bhavsar
દશા મારી અનોખો લય અનોખો તાલ રાખ છે,
કે મુજને મુફલીસીમાં પન માલામાલ રાખે છે.
નથી એ રાખતા કૈ ખ્યાલ મારો કેમ કહેવાયે,
નથી એ રાખતા તો કોણ મારો ખ્યાલ રાખે છે?
મથે છે આંબવા કિન્તુ મરણ આંબી નથી શકતુ,
મને લાગે છે મારો જીવ ઝદપિ ચાલ રાખે છે.
જમાનો કોણ જાણે વેર વાળે છે ક્યા ભવનુ?
મલે છે બે દિલો ત્ય મધ્યમા દીવાલ રાખે છે.
જીવન નુ પુછતા હો તો જીવન છે ઝેર “ઘાયલ”નું,
છતા હિમ્મત જુઓ ક નામ અમૃતલાલ રાખે છે.
-“ઘાયલ”
Like this: Like Loading...
Filed under: ‘ઘાયલ’ | Tagged: દશા મારી , દુઃખ , વાસ્તવિક્તા , DARD , DUKH , ghayal , gujarati gazal , sahitya | 3 Comments »
Posted on જુલાઇ 1, 2007 by Manthan Bhavsar
દીલસા થી હવે દુઃખ દીલ ને પારાવાર લાગે છે,
હ્રદય પર હાથ રાખો મા, હ્રદય પર ભાર લાગે છે.
મને સંસાર સારો શુન્ય ભાસે છે તમારા સમ,
નવાઈ છે તમોને શુન્ય મા સંસાર લાગે છે.
તમારે કાર્ય કઈ કરવુ નથી,કરવા નથી દેવુ,
દખલગીરી તમારી મીત્રો અત્યાચાર લાગે છે.
ભયંકર મા ભયંકર રોગ લાગે પ્રેમ તો સૌને,
મને અકસીર મા અકસીર એ ઉપચાર લાગે છે.
નવાઈ છે દુઃખી મા પણ્ દુઃખી છુ તોય પણ “ઘાયલ”
મને મળનાર ને મારો સુખી સંસાર લાગે છે.
-“ઘાયલ”
Like this: Like Loading...
Filed under: ‘ઘાયલ’ | Tagged: DARD , DUKH , ghayal , gujarati gazal | 5 Comments »
Posted on જૂન 25, 2007 by Manthan Bhavsar
પ્રણયમા જવાની નિચોવાઇ જાશે
હવે હસતાં હસતાં ય રોવાઇ જાશે.
ન રહેશે હવે હાથ હૈયું ન રહેશે,
એ મોતી નથી કે પરોવાઇ જાશે.
નયન સાથ રમવા ન એને જવાદો
હ્રદય સાવ બાળક છે ખોવાઇ જાશે.
મરણને કહો પગ ઉપાડે ઝડપથી,
નહીં તો હવે શ્વાસ ઠોવાઇ જાશે.
સિધાવો, ન ચિંતા કરો આપ એની !
કાંઇ કામમાં મન પરોવાઇ જાશે.
કદી દાનની વાત ઉચ્ચારશો મા
કર્યું કારવ્યું નહી તો ધોવાઇ જાશે.
નિહાળ્યા કરો જે કંઇ થાય છે તે
વિચારો નહિં, મન વલોવાઇ જાશે.
વગોવે ભલે મિત્રો ‘ઘાયલ’ વગોવે !
હતું નામ શું કે વગોવાઇ જાશે ?
– ‘ઘાયલ’
Like this: Like Loading...
Filed under: ‘ઘાયલ’ | Tagged: હ્રદય , ghayal , gujarati gazal | 2 Comments »
Posted on જૂન 24, 2007 by Manthan Bhavsar
સમય જાતાં બધું સહેવા હૃદય ટેવાઇ જાયે છે
ગમે તેવું દુઃખી હો, પણ જીવન જીવાઇ જાયે છે.
હૃદયના દર્દની વાતો કદી છાની નથી રહેતી
હૃદય ગભરાય છે ત્યારે નયન ભીંજાઇ જાયે છે.
સમય બદલે તો બદલે, પણ પ્રણય રંગો નહીં બદલે
હૃદય રંગાઇ જાયે છે તો બસ રંગાઇ જાયે છે.
મુસીબતના દહાડા એ કસોટીના દહાડા છે.
છે પાણી કેટલું કોના મહીં જોવાઇ જાયે છે.
જીવન સારું જીગરની આહ થી ફૂંકી દઉં ‘ઘાયલ’
કદીક મારા ઉપર મને ય એવી ખાઇ જાયે છે.
– અમૃત ઘાયલ
Like this: Like Loading...
Filed under: ‘ઘાયલ’ | Tagged: ghayal , gujarati gazal | 12 Comments »
Posted on જૂન 23, 2007 by Manthan Bhavsar
મન મરણ પહેલા મરી જય તો કહેવાય નહી
વેદના કામ કરી જાય તો કહેવાય નહી
આંખથી અસ્રુ ખરી જાય તો કહેવાય નહી
ધૈર્ય પણ પાણી ફરી જાય તો કહેવાય નહી
એની આંખોને ફરી આજ સુઝી છે મસ્તી…
દીલ ફરી મુજથી ફરી જાય તો કહેવાય નહી
આંખડી ભોળી, વદન ભોળુ, અદાઓ ભોળી..
પ્રાણ એ રુપ હરી જાય તો કહેવાય નહી…
કંઇ મજા મીઠી તડપ્વામાં મળે છે એ ને…
દીલ વ્યથા વે રે વરી જાય તો કહેવાય નહી
આંખનો દોષ ગણે છે બધા દીલ ને બદ્લે…
ચોર નીર્દોષ ઠરી જાય તો કહેવાય નહી
શોક્નો માર્યો તો મરશે નહી તમારઓ આ “ઘાયલ”
ખ્શી નો માર્યો મરી જાય તો કહેવાય નહી
-“ઘાયલ”
Like this: Like Loading...
Filed under: ‘ઘાયલ’ | Tagged: DARD , DUKH , ghayal , gujarati gazal | 5 Comments »
Posted on જૂન 17, 2007 by Manthan Bhavsar
હજી આંખમાં જાણે ફરકે છે કોઇ
હજી મીઠું શરમાઇ મરકે છે કોઇ
વિખૂટાં પડ્યાં તોયે લાગે છે ‘ઘાયલ’
હજી પણ રગેરગમાં સરકે છે કોઇ
-‘ઘાયલ’
Like this: Like Loading...
Filed under: ‘ઘાયલ’ , શાયરી | Tagged: gujarati gazal , gujarati shayri , shayri | 6 Comments »