Posted on જાન્યુઆરી 27, 2009 by Swati
લીલ લપાઈ બેઠી જળને તળિયે ;
સૂર્યકિરણને એમ થયું કે લાવ જઈને મળીએ !
કંપ્યું જળનું રેશમ પોત;
કિરણ તો ઝૂક્યું થઈ કપોત.
વિધવિધ સ્વરની રમણા જંપી નીરવની વાંસળીએ !
હળવે ઊતરે આખું વ્યોમ;
નેણને અણજાણી આ ભોમ.
લખ લખ હીરા ઝળકે ભીનાં તૃણ તણી આંગળીએ !
– સુરેશ દલાલ
Like this: Like Loading...
Filed under: સુરેશ દલાલ | Tagged: "ગઝલ" એટલે... , આ યાદ છે આપની કે , આરજુ....!!! , કટી પતંગ , તકદીર ...!!! , પ્રેમ ના કરો તો કાઈ ન� , befaam , DUKH , gujarati gazal , hasmukh_dharod-'ankur' , hayku , sahitya , shailya_shah , shayri , suresh dalal , varsadi gujarati gazal , varsadi gujarati poem , varsadi poem | Leave a comment »
Posted on ઓગસ્ટ 14, 2007 by Manthan Bhavsar
સમયના ફણી થી ડરે છે જ શાને?
દરદના ઝરણમાં ઝરે છે જ શાને?
પળો હોય જો જિંદગીમાં હુંફાળી
વરાળો બનીને ઠરે છે જ શાને?
ખયાલો સજાવી સદાયે હજારો
નશીલી પળોએ ધરે છે જ શાને?
સદાયે શ્વસે એ હ્રદયના ઈશારે
સલામી અવરને ભરે છે જ શાને?
ક્ષણોની ભવંરમાજ કેદી બનેલી
હવાઓ હવે તો ફરે છે જ શાને?
– સુનીલ શાહ
Like this: Like Loading...
Filed under: સુનીલ શાહ | Tagged: આંસુ , આરજુ....!!! , ડરે છે જ શાને? , તકદીર ...!!! , તડફડાટ...!!! , દશા મારી , DARD , DUKH , gujarati gazal , sahitya , sunil-shah | 3 Comments »
Posted on ઓગસ્ટ 14, 2007 by Manthan Bhavsar
હોય સાથે છતાં હું પડી એકલી
ભાર ઊંચકી સહુનો રડી એકલી
રોઈ, મૂંઝાઈ તોફાનને સન્મુખે,
હિમના એ પહાડો ચઢી એકલી
કંટકો તોડવાની સજા પામીને
આજ ગુલાબ સાથે લડી એકલી
ક્ષારણો લાગવાના હવે સાંધમાં,
સ્નેહના ઝારણે તો અડી એકલી
– સુનીલ શાહ
Like this: Like Loading...
Filed under: સુનીલ શાહ | Tagged: " એનુ નામ પ્રેમ છે " , અણસાર..............! , આંસુ , આરજુ....!!! , યાદ...ફરિયાદ...!!! , હોય સાથે છતાં હું પડી , DARD , DUKH , sahitya , sunil-shah | 3 Comments »
Posted on જુલાઇ 29, 2007 by Manthan Bhavsar
“તમે પૂછશો નહી કે અમને કેમ છે,
અમે સારા છીએ એ તમારો વહેમ છે,
બરબાદ તો થઈ ગયા હતા તમારા પ્રેમમા,
પણ થોડો અમારા પર ખુદાનો રહેમ છે.”
Like this: Like Loading...
Filed under: ગુજરાતી શાયરી , શાયરી | Tagged: " એનુ નામ પ્રેમ છે " , અણસાર..............! , આ યાદ છે આપની કે , આંસુ , આરજુ....!!! , ચાહત તમારી... , તમે પૂછશો નહી કે અમને , દશા મારી , દિલ , દુઃખ , યાદ...ફરિયાદ...!!! , વાસ્તવિક્તા , સંબંધ વિશે શું કહું ય , સંબંધ.... , હવે ખબર પડે છે , હ્રદય , DARD , DUKH , gujarati gazal , gujarati shayri , shayri , unknown | 8 Comments »
Posted on જુલાઇ 24, 2007 by Manthan Bhavsar
સપનામાં તો બધા જીવે છે,
વસ્તવિકતમાં કોણ રહે છે ?
સંબંધ બાંધવા માટે વર્ષો વિતાવે,
પણ તોડતાં સમયે ક્યાં વિચારે છે!
બધાનો પ્રેમ તો બધા ચાહે છે,
પણ આપવામાં કોણ માને છે !
વાયદા કરવામાં તો બધા માહિર છે,
નિભાવવા માટે કોણ તૈયાર થાય છે !
વાતો થશે જીવવાની અને રીતોની,
પણ ખરેખર અહીં કોણ આવું જીવે છે!
આતો દેખાડાની દુનિયા છે,
સાચા પ્રેમની કોને જરૂર છે !
હું તો બધા માટે જીવાનો પ્રયત્ન કરું છું,
અહીં આવા મણસોની ક્યાંય જરૂર નથી !
-સર્વદમન
Like this: Like Loading...
Filed under: અનામી - UNKNOWN | Tagged: આ યાદ છે આપની કે , આંસુ , આરજુ....!!! , જીવન જીવતાં જઇએ સાથે , જીવન...! , તું કેમ છે ઉદાસ ??? , દશા મારી , દિલ , દુઃખ , વાસ્તવિક્તા , સપનામાં તો બધા જીવે છ , સર્વ યાદોને ભૂલવાનો , હ્રદય , sahitya , survadaman | 2 Comments »
Posted on જુલાઇ 19, 2007 by Manthan Bhavsar
ફુલ હંમેશ બસ કચડાયા કરે છે જ્યાં…
ને…એ…વજ્રદિલને લોક ચમન કહે છે…
હ્રદય ની આગ તો બસ બળ્યા કરે છે…
ને..એ…ધગધગતી દાહ ને લોક શમન કહે છે…
એક જ નજરે સો -સો ઘાયલ થાય છે…
ને..એ…તલવાર ને લોક ‘નયન’ કહે છે…
યાદોના પોટલા તો… દિલમાં.. જ.. કંડારાયા
ને..એ…દિલને સમૃતિ નુ લોક વહન કહે છે…
તેજ દેહ નું તો ક્યાંય દેખાતું નથી…!!!
ને..એ…ખાલી પુતળા ને લોક વદન કહે છે…
ખર્યા નથી કદીયે એક પણ સિતારા…. ‘અંકુર’
ને..એ…મુઠભર કુદરત ને લોક ગગન કહે છે…!!!
– હસમુખ ધરોડ ‘અંકુર’
Like this: Like Loading...
Filed under: હસમુખ ધરોડ 'અંકુર' | Tagged: ankur , આરજુ....!!! , ઉપાલંભ...!!! , જીવન...! , દુઃખ , gujarati gazal , hasmukh_dharod-'ankur' , sahitya | 3 Comments »
Posted on જુલાઇ 17, 2007 by Manthan Bhavsar
તમારી યાદને બસ હું દિલથી ભુલાવી ના શક્યો..!
ને…! દિલ ની દુનીયાને ફરીથી વસાવી ના શક્યો…!!
ખબર તો હતી જ કે ત્યાં નથી કોઈ મંઝિલ મારી…
…પણ મારી એ રાહ ને હું બદલાવી ના શક્યો…!
તમારી આ… યાદે… તો કેટલા કર્યા છે બેહાલ અમને ..!
કે ખુદ મારા જ પ્રતિબિંબ ને હું જ પિછાણી ના શક્યો !!!
આમ તો , સામે જ વેરાણું હતુ આંસુઓનુ સમંદર …..
લાચાર હતો, મારી જ પ્યાસ ને હું બુઝાવી ના શક્યો
આમ તો હતી ઘણી જગ્યા આ નાનકડા દિલમાં…
પણ બે બુંદ તમારા પ્રેમના હું સમાવી ના શક્યો…
કે અશ્રુ વાટે વહેવડાવી દીધા મે તમને…’અંકુર’
દિલમાં તો શું ? બે ક્ષણ આ નયન માં પણ વસાવી ના શક્યો…!!!
– હસમુખ ધરોડ ‘અંકુર’
Like this: Like Loading...
Filed under: હસમુખ ધરોડ 'અંકુર' | Tagged: ankur , આરજુ....!!! , દુઃખ , DARD , DUKH , gujarati gazal , hasmukh_dharod-'ankur' | 2 Comments »