" એનુ નામ પ્રેમ છે "
"ગઝલ" એટલે...
ankur
befaam
DARD
download gujarati gazal
download gujarati songs
DUKH
Gazal
geet
ghayal
gujarati
gujarati gazal
GUJARATI GAZAL IN
gujarati poem
gujarati poetry
gujarati Poetry world
gujarati shayri
hasmukh_dharod-'ankur'
hayku
kavita
love
MANHAR UDAS
poetry
prem
sahitya
shayri
sunil-shah
suresh dalal
survadaman
unknown
varsadi gujarati gazal
varsadi gujarati poem
varsadi poem
અઘરો સવાલ...
અણસાર..............!
આંસુ
આ યાદ છે આપની કે
આરજુ....!!!
એક
કટી પતંગ
કવિતા
ગઝલ
ગીત
ગુજરાતી
ગુજરાતી ગઝલ
છે
જાણે
જીવન...!
જીવન જીવતાં જઇએ સાથે
તડફડાટ...!!!
તો
દશા મારી
દિલ
દુઃખ
નથી
પ્રેમ
બેવફા
ભરત વિંઝુડા
મને
મનોજ ખંડેરિયા
મહીં
મારી
મિત્ર...!!!
મિત્રતા
યાદ...ફરિયાદ...!!!
રમેશ પારેખ
રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
વરસાદી ગઝલ
વાસ્તવિક્તા
વિમલ અગ્રાવત
શ્યામ સાધુ
સંબંધ....
હું
હ્રદય
Posted on જૂન 6, 2016 by Swati
એક ઇમારત બંધ પડી છે
અધ્ધર, આભે ઊંચી
એની નથી જ જડતી કૂંચી –
કઈ સદીઓથી હવા બંધ છે
દીવાલ વચ્ચે કેદ;
અંધારાએ સંતાડ્યા છે
કૈંક જનમના ભેદ –
પડછાયામાં હોડી ડૂબી
વાત મને એ ખૂંચી
એક ઇમારત બંધ પડી છે
અધ્ધર, આભે ઊંચી…
બંને પાંખો વીંઝી પંખી
નભ લગ પહોંચે રોજ
મેં કૂંચીનું પૂછ્યું તો કહે
એ જ ચાલતી ખોજ
હાથવગી કૂંચી બનતી તો
વધે ઇમારત ઊંચી
એક ઇમારત બંધ પડી છે
અધ્ધર, આભે ઊંચી…
– ચિનુ મોદી
Like this: Like Loading...
Filed under: કવિતા , ચિનુ મોદી ‘ઈર્શાદ’ | Tagged: અધ્ધર , આભે ઊંચી , ઇમારત , ઇમારત બંધ પડી છે , ઊભી , એક , એની નથી જ જડતી કૂંચી , કવિતા , કૂંચી , ગઝલ , ગીત , ગુજરાતી ગઝલ , ચિનુ મોદી , ચિનુ મોદી ‘ઈર્શાદ' , પંખી , chinu modi , geet , gujarati , gujarati gazal , gujarati poem , gujarati poetry , imarat , kavita , shayri | 1 Comment »
Posted on નવેમ્બર 28, 2014 by Swati
વાયરાએ ડાળને કૈં પ્રશ્ન પૂછ્યો છે,
છાંયડો પણ પાંદડાનો સહેજ ઝૂક્યો છે.
સૌ કણાંના જાણતલનું એમ કહેવું છે,
છોકરીની આંખમાં વંટોળ ઘૂસ્યો છે.
ત્રાગડામાં ખૂબ વીંટી સ્વપ્ન કુંવારા,
પીપળો વારાંગનાએ આજ પૂજ્યો છે.
ન્યૂઝ દૂધિયા રંગથી અખબારમાં છાપો,
એક ડોસાને સવારે દાંત ફૂટ્યો છે.
ઠેક આપી જાય છે કાયમ નજર મીઠી,
એમ કૈં ઝૂલો અમસ્તો રોજ ઝૂલ્યો છે !!
હસ્તરેખાને બદલવા હોય બીજું શું ?
મેં જ મારા હાથને લ્યો, આજ ચૂમ્યો છે.
આમ નહીંતર શ્વાસ રાતાચોળ થૈ જાતાં ?
છોડ મહેંદીનો ખરેખર ક્યાંક ઊગ્યો છે !!
– હેમંત ગોહિલ ‘મર્મર’
Like this: Like Loading...
Filed under: હેમંત ગોહિલ 'મર્મર' | Tagged: "ગઝલ" એટલે... , ? , આજ , આમ , એક , કૈં , ગઝલ , ગીત , ગુજરાતી ગઝલ , છાંયડો પણ , ઝૂક્યો છે. , ડાળને , થૈ જાતાં ? , નહીંતર , પાંદડાનો , પીપળો , પૂછ્યો છે , પૂજ્યો છે , પ્રશ્ન , રાતાચોળ , વંટોળ ઘૂસ્યો છે , વાયરાએ , વારાંગનાએ , શ્વાસ , સહેજ , હેમંત ગોહિલ 'મર્મર' , Gazal , geet , gujarati , gujarati gazal , gujarati poem , gujarati poetry , gujarati shayri , hemant gohil 'marmar' , kavita , sahitya , shayri | 3 Comments »
Posted on જૂન 1, 2014 by Swati
હજારો વર્ષમાં પહેલી વખત જે કંઈ બને બનજો
બધાની આંખ ઊઘડે એટલી મારી ગરજ પડજો.
અહીં સુક્કું અને લુખ્ખું વળી ટુકડે જિવાયું છે
હવે એ સર્વને ભેગું જીવું એવી ક્ષણો મળજો.
ઝરૂખો બારીઓ આકાશ ને એવું ઘણું જોયું
તમે કેવળ અને એક જ રહો એ દૃશ્ય વિસ્તરજો.
સૂરજ ઊગે તો અજવાળું અને ડૂબે તો અંધારું
એ સમજું છું ને અંદર છું એ જાણો તો મને હસજો.
મને માફક છે મારો દોષ ને તેથી સલામત છું
કહેવી હોય એની વાત તો સુંદર ગઝલ લખજો.
– મનહર મોદી
Like this: Like Loading...
Filed under: મનહર મોદી | Tagged: આંખ , ઊઘડે , એક , એટલી , ક્ષણ , ગઝલ , ગઝલ લખજો , ગરજ , ગીત , ગુજરાતી ગઝલ , છે , જે કંઈ , ડૂબે , દૃશ્ય , પડજો , પહેલી વખત , બધાની , બને બનજો , મનહર મોદી , મારી , લુખ્ખું , વર્ષમાં , સુક્કું , હજારો , Gazal , gujarati , gujarati gazal , gujarati poem , kavita , manahar modi , manhar modi , sahitya , shayri | 1 Comment »
Posted on મે 26, 2014 by Swati
કોક સવારે સૂરજ ઊગે તે પહેલા હું ઊગું ;
મનતરંગથી ફેલાતો બસ ક્યાંનો ક્યાં જઈ પૂગું.
કોઈ ન જાણે કિયા દેશનો વાસી ને કાંઆવ્યો,
ખભે ઝૂલતી ઝોળીમાં કેવું કેવું લઈ આવ્યો.
ખોવાયું તે ખોળું ને આ મન સદાયનું મૂંગું
કોક સવારે સૂરજ ઊગે તે પહેલા હું ઊગું.
અજાણતાંમાં ખીલ્યું’તું જે મહિમાવંતું સપનું,
ખરી પડ્યું ઓચિંતું મારે હતું ખૂબ એ ખપનું;
ભાળ ન પામે કોઈ ભીતરે ભર્યું કેટલું રૂંગું…
કોક સવારે સૂરજ ઊગે તે પહેલા હું ઊગું.
– હરિકૃષ્ણ પાઠક
Like this: Like Loading...
Filed under: અનામી - UNKNOWN | Tagged: "ગઝલ" એટલે... , આંસુ , ઊગે , એક , કોક સવારે , ક્યાંનો ક્યાં , ગઝલ , ગીત , ગુજરાતી ગઝલ , છે , ઝૂલતી , ઝોળી , ભીતરે , મનતરંગથી , મહિમાવંતુ , મારી , રૂંગું , સૂરજ , હરિકૃષ્ણ પાઠક , Gazal , gujarati , gujarati gazal , gujarati poem , gujarati poetry , gujarati shayri , harikrushna pathak , kavita , sahitya , shayri | 2 Comments »
Posted on મે 22, 2014 by Swati
સાંજ ઢળે ને આવે તારાં સ્મરણોનું અજવાળું .
સાજણ, કેમ કરી સંભાળું !
એક અમસ્થી અટકળ લઇને કેમ બધું શણગારું ?
ભીંત,ટોડલો,આંગણ,ઉંબર ને હોવું આ મારું.
ઉજાગરાને આંખે આંજી શમણાં પાછાં વાળું.
સાજણ,કેમ કરી સંભાળું !
ઉભડક જીવે બારસાખ પર સૂક્કાં તોરણ ઝૂલે;
સૂરજનું છેલ્લું કિરણ લઇ ઇચ્છા અઢળક ખૂલે;
પાંગત પર બેસીને ઠાલાં પડછાયાં પંપાળું.
સાજણ,કેમ કરી સંભાળું !
-વિમલ અગ્રાવત
Like this: Like Loading...
Filed under: કવિતા , ગીત , વિમલ અગ્રાવત | Tagged: અટકળ , અમસ્થી , આ યાદ છે આપની કે , ઈચ્છા , ઉજાગરા , ઉભડક , એક , ગીત , ઠાલાં , ઢળે , તોરણ , પાંગત , મારી , વિમલ અગ્રાવત , શણગારું , સાંજ , સાજણ , સૂક્કાં , સ્મરણોનું અજવાળું , હ્રદય , Gazal , gujarati , gujarati gazal , gujarati geet , gujarati poem , gujarati poetry , gujarati shayri , kavita , sahitya , shayri , smarano nu ajvalu , vimal agravat | 1 Comment »
Posted on મે 11, 2014 by Swati
અહીંયા સૌને હરણા માફક તરફડવાનું આપ્યું છે
મૃગજળને કેનાલ થકી તેં ઘરે ઘરે પહોંચાડ્યું છે
દુઃખના દિવસો વિચાર જેવા, ખૂટે નહીં કેમે પણ
સમય ચાલતો એમ કે એના પગમાં બહુ જ વાગ્યું છે
સોની નોટની સાથે બે ત્રણ સ્મરણો સંઘરી રાખ્યા પણ
કહો નવું હું ક્યાંથી લાવું ધબકતું પાકીટ ફાટ્યું છે
મરણ દાટતી આખી દુનિયા હું દાટું છું થોડા બીજ
હજાર થઈને ઉગી નીકળશે એમ જીવનને દાટ્યું છે
મારા સપના લાદી કે સૌ પગ મૂકે છે એના પર
કોઇના પગલાં થીજી ગયા તો કોઇનું તળિયું દાઝ્યું છે
– કુલદીપ કારિયા
Like this: Like Loading...
Filed under: કુલદીપ કારિયા | Tagged: અહીંયા , આંસુ , આપ્યું છે , એક , કુલદીપ કારિયા , કોઇના પગલાં થીજી ગયા , ગઝલ , ગીત , ગુજરાતી ગઝલ , તરફડવાનું , મારી , મૃગજળ ઘરે ઘરે , સૌને , હરણા માફક , હ્રદય , Gazal , gujarati , gujarati gazal , gujarati poem , gujarati poetry , gujarati shayri , kavita , sahitya | 2 Comments »
Posted on મે 7, 2014 by Swati
મેં તો બસ, અજવાળું ઓઢ્યું,
વાદળ ઓઢી છો ને આખું આભ
નિરાંતે પોઢ્યું.
જ્યાં જ્યાં મેં દીઠું એને, બસ,
ચપટી ચપટી ચૂંટ્યું,
થોડું થોડું લઈ અજવાળું
જીવનરસમાં ઘૂંટ્યું ;
પીધું જરી, ને ત્યાં તો કેવું
જીવને મારા ગોઠ્યું !
મેં તો બસ અજવાળું ઓઢ્યું.
પતંગિયાની પાંખે બેસી
આવ્યું મારી પાસે,
પછી પરોવ્યું પાંપણમાં કૈં,
ગૂંથ્યું શ્વાસે શ્વાસે ;
સોનેરી સપનાનું ઝળહળ
આભ જુઓ મેં શોધ્યું !
મેં તો બસ અજવાળું ઓઢ્યું.
– રમેશ શાહ
Like this: Like Loading...
Filed under: રમેશ શાહ | Tagged: "ગઝલ" એટલે... , અજવાળું ઓઢ્યું , આંસુ , આખું આભ , એક , ગઝલ , ગુજરાતી ગઝલ , ગૂંથ્યું , છો ને , જાણે , ઝળહળ , નિરાંતે પોઢ્યું. , પતંગિયાની પાંખે , બેસી , મારી , મેં તો બસ , રમેશ શાહ , વાદળ ઓઢી , શ્વાસે , gujarati , gujarati gazal , gujarati poem , gujarati poetry , gujarati shayri , kavita , ramesh shah , sahitya , shayri | 1 Comment »
Posted on જુલાઇ 11, 2012 by Swati
સ્વપ્ન પણ કેવું બરોબર નીકળ્યું,
મારા ઘર સામે સરોવર નીકળ્યું !
શ્વાસ છે તો શિર પર આકાશ છે,
કેટલું કૌતુક મનોહર નીકળ્યું !
પુત્ર હીના જેવી દુનિયા એટલે,
આજ પણ મીઠું ઘરોઘર નીકળ્યું !
કલ્પના વચ્ચે ન જાણે શું હશે?
અર્થ વચ્ચે તો અગોચર નીકળ્યું !
જિંદગીના બોજને ઊંચકી લીધો,
હા, મરણ સાચું સહોદર નીકળ્યું !
–શ્યામ સાધુ
Like this: Like Loading...
Filed under: શ્યામ સાધુ | Tagged: "ગઝલ" એટલે... , એક , ગઝલ , ગુજરાતી ગઝલ , Gazal , gujarati , gujarati gazal , gujarati poetry | 2 Comments »
Posted on માર્ચ 15, 2012 by Swati
આવ જોઇ લઉં તને પણ છું હજી તો ભાનમાં
તુંય ઘા આપી શકે ! હમણા જ આવ્યું ધ્યાનમાં
હોય હિમ્મત આવ મસળી નાખ હું ઊભો જ છું
ઝેર શું રેડ્યા કરે છે પથ્થરોના કાનમાં
એક નોંધારી નદીના શ્વાસ પર છૂરો મૂકી
લઇ લીધા છે એમણે સાતેય દરીયા બાનમાં
બે’ક પંખી, બે’ક ટહુકા, એક હળવું ઝાપટું
ઝાડ શું માગી શકે બીજું તો કંઇ વરદાનમાં ?
મેજ,બારી,બારણા ધૂણવા જ માંડે આ ક્ષણે
કોલસાનું કાળજું પલટાય જો લોબાનમાં
– ચંદ્રેશ મકવાણા
Like this: Like Loading...
Filed under: ગઝલ , ચંદ્રેશ મકવાણા | Tagged: આ અવાજોના દલાલો , આવ જોઇ લઉં , એ જ બીકે , એક , કંઠ પણ , કાપી ન લે , કોયલ ગાય છે , ગુજરાતી , ગુજરાતી ગઝલ , ચંદ્રેશ. મકવાણા , છું હજી તો , જ આવ્યું , તને પણ , તું ય સાથે આવે , તુંય ઘા આપી શકે ! , ધ્યાનમાં , ભાનમાં , વેરાનમાં , હમણા , gujarati gazal , Gujaratigazal.wordpress | 6 Comments »
Posted on ઓક્ટોબર 19, 2010 by Swati
કવિ શ્રી વિપિન પરીખ… ૮૦ વર્ષની વયે બે દિવસ પહેલા મુંબઈમાં અવસાન પામ્યા. એમનું આ અછાંદસ કદાચ આપણી અંદરના, આજના રીયલ માણસ તરફ આંગળી ચીંધી રહ્યું નથી…?
આ સામાન્ય માણસ
સાઠ કરોડમાંનો એક – હિન્દુસ્તાનનો,
કરોડરજ્જુ વિનાનો બસ કન્સક્ટરથી ધ્રુજનારો, ટ્રેનમાં ભીંસાનારો
ટેક્સી ડ્રાઈવરથી પણ હડધૂત થનારો
બેન્કના મામૂલી ક્લાર્કને સલામ ભરનારો
એક એક પૈસો ટેક્સનો બ્હી બ્હીને સમયસર ભરનારો
દેશી માલ જ વાપરવાનો આગ્રહ રાખનારો
મકાનમાલિકના પાઘડીના વળમાં ગૂંચવાયેલો.
પોલીસના યુનિફોર્મને દૂરથી જોઈ થથરનારો.
ભોળો, મિનિસ્ટરના લિસ્સા લિસ્સા ભાષણોને સાચ્ચાં માનનારો…
ને વળી તાળી પણ પાડનારો
ચૂંટણી વખતે જોર જોરથી ‘જય હિન્દ’ બોલનારો
બધું ભૂલી જનારો, ગળી જનારો
કચડાયેલો
પણ રોજ સવારે કોણ જાણે શી રીતે
હસતો ઊઠનારો
હું પણ તેમાંનો જ –
એક…
– વિપિન પરીખ
Like this: Like Loading...
Filed under: અછાંદસ , કવિ/કવિયત્રી , વિપિન પરીખ | Tagged: ‘જય હિન્દ’ , અછાંદસ , અછાન્દસ , આ સામાન્ય , એક , એક– હિન્દુસ્તાનનો , કરોડરજ્જુ , ગૂંચવાયેલો , ચૂંટણી વખતે , જ , જોર જોરથી , ટ્રેનમાં , તેમાંનો , ધ્રુજનારો , પાઘડીના વળમાં , બસ કન્સક્ટરથી , બોલનારો , ભીંસાનારો , મકાનમાલિકના , માણસ , માનનારો , મિનિસ્ટરના , લિસ્સા ભાષણોને , વિનાનો , વિપિન પરીખ , સાચ્ચાં , સાઠ કરોડમાંનો , હું પણ | 6 Comments »
Posted on જુલાઇ 17, 2010 by Swati
એક ચકી ને ચકો મુંઝાઈ ગયા છે.
ચોખા ને મગના બે દાણા હતા ને? હવે ચાંચમાંથી એ પણ છીનવાઈ ગયા છે.
કોમ્પ્યુટર, મોબાઈલ, ટીવી, છે સોંઘા પણ એની રંધાય નહીં ખીચડી
ચકી ને ચકાના જીવન પર ત્રાટકી છે મોંઘવારી નામે એક વીજળી,
ફાઈવસ્ટાર મોલના ફાલેલા જંગલમાં નાનકડા સપના ખોવાઈ ગયા છે,
એક ચકી ને ચકો મુંઝાઈ ગયા છે.
મીનરલ વૉટરથી તો સસ્તા છે આંસૂ, ને મીઠી પણ લાગશે રસોઈ,
ખાંડ માટે ટળવળતી કીડીની પાસે જઈ આટલું તો સમજાવો કોઈ,
લાગે છે શેરડીના આખ્ખાયે વાઢને લુચ્ચા શિયાળીયા ખાઈ ગયા છે.
એક ચકી ને ચકો મુંઝાઈ ગયા છે.
ચકી ને ચકો ક્યે જુઓ સાહેબ હવે બોલાતું કેમ નથી, ચીં ચીં?
એવું તે શું છે આ કંઠમાં તે લાગે છે મારે છે ડંખ જેમ વીંછી,
એક્સરેમાં જોઈ અને ડૉક્ટર બોલ્યા કે ઘણા ડૂમા ગળામાં અટવાઈ ગયા છે.
એક ચકી ને ચકો મુંઝાઈ ગયા છે.
– કૃષ્ણ દવે
Like this: Like Loading...
Filed under: કવિ/કવિયત્રી , કૃષ્ણ દવે | Tagged: એક , કૃષ્ણ દવે , કેમ નથી , ક્યે , ખોવાઈ , ચકી ને ચકાના , ચકી ને ચકો , ચીં ચીં , ચોખા , જંગલમાં , જીવન પર , જુઓ સાહેબ , ત્રાટકી છે , નાનકડા , ને મગના , ફાઈવસ્ટાર , ફાલેલા , બે દાણા , મુંઝાઈ ગયા , મોંઘવારી , મોલના , વીજળી , સપના , હતા ને , હવે ચાંચમાંથી એ પણ છીનવાઈ ગયા છે. , હવે બોલાતું | 6 Comments »
Posted on એપ્રિલ 28, 2010 by Swati
એ અજાણ્યા જણ વિશે કંઈ વાત કર,
રેશમી સગપણ વિશે કંઈ વાત કર.
જે વિશેષણની પરે પહોંચી ગઈ,
એક એવી ક્ષણ વિશે કંઈ વાત કર.
આજ લગ જેના વિશે કંઈ ના કહ્યું,
એ જ અંગત વ્રણ વિશે કંઈ વાત કર.
જે થયું એ તો બધુંયે ગૌણ છે,
તું પ્રથમ કારણ વિશે કંઈ વાત કર.
આંખની ભીનાશ મેં જાણી લીધી,
આંખમાંનાં રણ વિશે કંઈ વાત કર.
– જાતુષ જોષી
Like this: Like Loading...
Filed under: જાતુષ જોષી | Tagged: અંગત , આંખની , આંખમાંનાં , આજ , એ અજાણ્યા , એ જ , એક , એવી , કંઈ , કર , કહ્યું , ક્ષણ , ગઈ , ગૌણ , જણ , જાણી , જાતુષ જોષી , જે થયું એ , જે વિશેષણની , જેના , તો , ના , પરે , પહોંચી , બધુંયે , ભીનાશ , મેં , રણ , રેશમી સગપણ , લગ , લીધી , વાત , વિશે , વ્રણ | 5 Comments »
Posted on ઓક્ટોબર 29, 2009 by Swati
લંબચોરસ ઓરડામાં એક સમય ઘૂંટાય છે,
વક્ર રેખાઓ ક્ષણોની શ્વાસમાં છેદાય છે.
શક્યતાનું એક પણ વર્તુળ નથી પૂરું થતું,
હર ક્ષણે કંપાસની તીણી અણી ભોંકાય છે.
ચાલ, સંબંધોનું કોઈ કોણમાપક શોધીએ,
કે હૃદયને કેટલા અંશો સુધી છેદાય છે.
બે સમાંતર રેખની વચ્ચેનો હું અવકાશ છું,
શૂન્યતાની સાંકળો મારા વડે બંધાય છે.
આરઝૂના કાટખૂણે જિંદગી તૂટી પડે,
ને પછી એ મોતના બિંદુ સુધી લંબાય છે.
– નયન દેસાઈ
Like this: Like Loading...
Filed under: નયન દેસાઈ | Tagged: અંશો , અણી , આરઝૂના , એ મોતના , એક , એક સમય , કંપાસની , કાટખૂણે , કે , કેટલા , ક્ષણોની , ઘૂંટાય છે , છેદાય , જિંદગી , તીણી , તૂટી , નથી , ને પછી , પડે , પણ , પૂરું થતું , બિંદુ , ભોંકાય , રેખાઓ , લંબચોરસ ઓરડામાં , લંબાય , વક્ર , વર્તુળ , શક્યતાનું , શ્વાસમાં , સુધી , હર ક્ષણે , હૃદયને | 3 Comments »
Posted on જુલાઇ 8, 2007 by Manthan Bhavsar
ઝાંઝરીની જેમ ઝણઝણવાનું મન થઇ જાય છે,
પગની સાથે ગીત ગણગણવાનું મન થઇ જાય છે.
કંઇક નદીઓને સમંદરમાં વહેતી જોઇને,
આભમાં વદળાઓને ઝરમરવાનું મન થઇ જાય છે.
કોઇ મારી પાસે આવીને પૂછે કે કેમ છો ?
છું જ નહીં કહીને જ અવગણવાનું મન થઇ જાય છે.
આપણે સાથે નથી એવો સમય વિતાવવા
વ્રુક્ષોના પર્ણો બધા ગણવાનું મન થઇ જાય છે.
જે જગ્યાએ હોઇએ હું ને તમે બે સાથમાં
ચારે બાજુએ ભીંતો ચણવાનું મન થઇ જાય છે.
– ભરત વિંઝુડા
નવા બે શેર સાથે આ રચના રણકાર.કોમ પર માણો….
જેવી રીતે કાવ્યમાં ગૂંથાઈ જઈએ પ્રાસમાં,
એવી રીતે રાસમાં રમવાનું મન થઇ જાય છે !
એનું અજવાળું થયેલું હોય છે નવરાતમાં
સૌને દિવો થઇને ઝળહળવાનું મન થઇ જાય છે !
Like this: Like Loading...
Filed under: ગઝલ , ગુજરાતી શાયરી , ભરત વિંઝુડા , સ્વરાંકન | Tagged: અવગણવાનું , એક , કહીને જ , કેમ છો ? , કોઇ મારી , ગઝલ , ગીત , ગુજરાતી ગઝલ , ચારે બાજુએ , છું જ નહીં , ઝણઝણવાનું , ઝાંઝરીની જેમ , પાસે આવીને , પૂછે કે , ભરત વિંઝુડા , ભીંતો ચણવાનું , મન થઇ જાય છે , યાદ...ફરિયાદ...!!! , રણકાર , સંબંધ.... , સ્વરાંકન , હ્રદય , Gazal , gujarati , gujarati gazal , gujarati poem , gujarati poetry , gujarati shayri | 5 Comments »