Posted on જૂન 3, 2013 by Swati
તમને તો કંઈ ઘણાં ઘણાંએ ઘણું લખ્યું છે હરિ ! હું ય લખું બસ જરી ?
લખવાવાળા લખે શબદની કૈંક કરામત લાવે, હરિ ! મને તો વધી વધીને કક્કો લખતા ફાવે, જરૂર પડે ત્યાં કાનો-માતર તમે જ લેજો કરી. હું ય લખું બસ જરી ?
શબદ સરકણાં ફોગટ સઘળા કાગળ મારો સાચો, અક્ષરમાં અંધારું કેવળ અંતર મારું વાંચો, પરબીડિયું પડતું મેલી મેં મને રવાના કરી. હું ય લખું બસ જરી ?
-વિમલ અગ્રાવત
Like this: Like Loading...
Filed under: કવિતા , વિમલ અગ્રાવત | Tagged: અંતર , અક્ષર , કક્કૉ , કક્કો , કરામત , કાનો માતર , ગઝલ , ગીત , ગુજરાતી , ગુજરાતી ગઝલ , પરબીડિયું , પ્રેમગીત , વિમલ અગ્રાવત , હરિ , હું ય લખું બસ જરી ? , હ્રદય , Gazal , gujarati , gujarati poetry , hari , premgeet , vimal agravat | 7 Comments »
Posted on માર્ચ 15, 2012 by Swati
આવ જોઇ લઉં તને પણ છું હજી તો ભાનમાં
તુંય ઘા આપી શકે ! હમણા જ આવ્યું ધ્યાનમાં
હોય હિમ્મત આવ મસળી નાખ હું ઊભો જ છું
ઝેર શું રેડ્યા કરે છે પથ્થરોના કાનમાં
એક નોંધારી નદીના શ્વાસ પર છૂરો મૂકી
લઇ લીધા છે એમણે સાતેય દરીયા બાનમાં
બે’ક પંખી, બે’ક ટહુકા, એક હળવું ઝાપટું
ઝાડ શું માગી શકે બીજું તો કંઇ વરદાનમાં ?
મેજ,બારી,બારણા ધૂણવા જ માંડે આ ક્ષણે
કોલસાનું કાળજું પલટાય જો લોબાનમાં
– ચંદ્રેશ મકવાણા
Like this: Like Loading...
Filed under: ગઝલ , ચંદ્રેશ મકવાણા | Tagged: આ અવાજોના દલાલો , આવ જોઇ લઉં , એ જ બીકે , એક , કંઠ પણ , કાપી ન લે , કોયલ ગાય છે , ગુજરાતી , ગુજરાતી ગઝલ , ચંદ્રેશ. મકવાણા , છું હજી તો , જ આવ્યું , તને પણ , તું ય સાથે આવે , તુંય ઘા આપી શકે ! , ધ્યાનમાં , ભાનમાં , વેરાનમાં , હમણા , gujarati gazal , Gujaratigazal.wordpress | 6 Comments »
Posted on ફેબ્રુવારી 11, 2012 by Swati
આજે અહીં કવિ શ્રી મિલિન્દ ગઢવીની એક ગઝલ અને તેનું સ્વરાંકન માણીએ.
રેતમાં તરવા જવાની જીદમાં,
તરફડ્યાં જળ ત્યાગવાની જીદમાં.
જાતથી નારાજ કેવા થઈ ગયા !
સૌને રાજી રાખવાની જીદમાં.
વાસણો દોર્યાં અભેરાઈ ઉપર
ખાલીપો સંતાડવાની જીદમાં.
લ્યો, વરસનાં વ્હાણ ડૂબ્યાં હાથમાં
હસ્તરેખા લાંઘવાની જીદમાં.
છેવટે ઘરને ય સળગાવી દીધું
આંગણું અજવાળવાની જીદમાં.
– મિલિન્દ ગઢવી
http://soundcloud.com/milind-gadhavi/ret-ma-tarva-javani-jid-ma
સ્વર અને સ્વરકાર – ડૉ. ભરત પટેલ
Like this: Like Loading...
Filed under: ગઝલ , મિલિન્દ ગઢવી | Tagged: ગઝલ , ગુજરાતી , ગુજરાતી ગઝલ , મિલિંદ ગઢવી , રેતમાં તરવા જવાની જીદમાં | 6 Comments »
Posted on નવેમ્બર 18, 2010 by Swati
મારા અંતરની વેદના જોવા
જરીક ! શ્યામ રાધે બનો.
મૂકી મુરલીને આંસુ લ્હોવા
ઘડીક ક્ હાન ! રાધે બનો.
પેલા માલમુકુટ બાજુ મૂકો
આ વેશ ધરી રાધે બનો.
રંગચૂંદડીને વેસર ઝૂકો
મોહનપ્યાસી રાધે બનો.
બધું ધારો તોયે નહીં પામો
હૈયું મારું, રાધે બનો.
શ્રમ સઘળો જશે નક્કામો
છતાંય, જરા રાધે બનો.
મને મોહનસ્વરૂપ જરી દૈને
પ્રીતમ ! તમે રાધે બનો.
ઘડીભરનો આ ખેલ લઈને
રાધે-શ્યામ રાધે બનો.
– પિનાકીન ત્રિવેદી
0.000000
0.000000
Like this: Like Loading...
Filed under: કવિ/કવિયત્રી , કવિતા , ગીત , પિનાકીન ત્રિવેદી | Tagged: અંતરની , આંસુ , કવિતા , ગીત , ગુજરાતી , જરી , જરીક , જશે , જોવા , દૈને , નક્કામો , પિનાકીન ત્રિવેદી , મને , મારા , મુરલીને , મૂકી , મોહનપ્યાસી , મોહનસ્વરૂપ , રાધે બનો , લ્હોવા , વેદના , શ્યામ , શ્રમ , સઘળો | 5 Comments »