Posted on મે 24, 2014 by Swati
જિંદગીભર આપણો છે સાથ, સાથે ચાલ તું !
હાથમાં મારા મૂકી દે હાથ, સાથે ચાલ તું !
હરકદમ પર કેટલાં પ્રશ્નો કસોટી કેટલી !
આ હજી તો માત્ર છે શરુઆત, સાથે ચાલ તું !
આપણું આ મૌન પણ દુનિયાને સંભળાતું હશે,
લે હવે કરવી નથી કંઈ વાત, સાથે ચાલ તું !
કોઈ પણ મારા વિચારોમાંય ફરકે ના હવે,
એકલી છે ખૂબ મારી જાત, સાથે ચાલ તું !
– રિષભ મહેતા
Like this: Like Loading...
Filed under: ગઝલ , રિષભ મહેતા | Tagged: "ગઝલ" એટલે... , આપણો , એકલી , ગઝલ , ગીત , ગુજરાતી ગઝલ , ચાલ તું , છે સાથ , જિંદગીભર , દશા મારી , દુનિયા , પ્રશ્નો , મારા મૂકી દે , મારી , મૌન , રિષભ મહેતા , શરુઆત , સાથે , હરકદમ , હાથમાં , Gazal , gujarati , gujarati gazal , gujarati poem , gujarati poetry , gujarati shayri , sahitya , shayri | 1 Comment »
Posted on ઓગસ્ટ 21, 2007 by Manthan Bhavsar
દુનીયા ની દરેક ગલીઓમાં મુજ પ્રેમ નો પ્રચાર હશે
દબાયેલ કાતિલ યાદ નો મરણીયો પોકાર હશે… !
સ્વપન તો તુટ્યુ હતુ… મેઘલી મધરાતે જ…
મનને માંડ મનાવ્યુ કે જવા દે યાર એ સવાર હશે… !
તમારી યાદ તો રિબાવી રિબાવી ને તડફડાવે છે…
મોત નો.. જ.. આ.. નક્કી બીજો પ્રકાર હશે… !
નંહિતર પુછત નંહિ ડાઘુઓ મારી લાશ ને ઉંચકતા જ ‘અંકુર’
મારા શરીર સાથે સુતેલ મારી તમ્મનાઓનોય ભાર હશે… !!!
-હસમુખ ધરોડ ‘અંકુર’
Like this: Like Loading...
Filed under: ગુજરાતી શાયરી | Tagged: તડફડાટ...!!! , દશા મારી , દુઃખ , મારી તમ્મનાઓનોય ભાર , DARD , DUKH , gujarati gazal , gujarati shayri , hasmukh_dharod-'ankur' , sahitya | 12 Comments »
Posted on ઓગસ્ટ 14, 2007 by Manthan Bhavsar
સમયના ફણી થી ડરે છે જ શાને?
દરદના ઝરણમાં ઝરે છે જ શાને?
પળો હોય જો જિંદગીમાં હુંફાળી
વરાળો બનીને ઠરે છે જ શાને?
ખયાલો સજાવી સદાયે હજારો
નશીલી પળોએ ધરે છે જ શાને?
સદાયે શ્વસે એ હ્રદયના ઈશારે
સલામી અવરને ભરે છે જ શાને?
ક્ષણોની ભવંરમાજ કેદી બનેલી
હવાઓ હવે તો ફરે છે જ શાને?
– સુનીલ શાહ
Like this: Like Loading...
Filed under: સુનીલ શાહ | Tagged: આંસુ , આરજુ....!!! , ડરે છે જ શાને? , તકદીર ...!!! , તડફડાટ...!!! , દશા મારી , DARD , DUKH , gujarati gazal , sahitya , sunil-shah | 3 Comments »
Posted on જુલાઇ 29, 2007 by Manthan Bhavsar
ખૂબ અંદરબહાર જીવ્યો છું
ઘૂંટેઘૂંટે ચિકાર જીવ્યો છું
હું ય વરસ્યો છું ખૂબ જીવનમાં
હું ય બહુ ધોધમાર જીવ્યો છું
બાગ તો બાગ, સૂર્યની પેઠે-
આગમાં પુરબહાર જીવ્યો છું
આમ ‘ઘાયલ’ હું અદનો શાયર, પણ
સર્વથા શાનદાર જીવ્યો છું
-‘ઘાયલ’
Like this: Like Loading...
Filed under: ‘ઘાયલ’ | Tagged: આંસુ , કટી પતંગ , ખૂબ અંદરબહાર જીવ્યો , જીવન જીવતાં જઇએ સાથે , જીવન...! , દશા મારી , દિલ , વાસ્તવિક્તા , સંબંધ.... , DARD , DUKH , ghayal , gujarati gazal , sahitya | 1 Comment »
Posted on જુલાઇ 29, 2007 by Manthan Bhavsar
“તમે પૂછશો નહી કે અમને કેમ છે,
અમે સારા છીએ એ તમારો વહેમ છે,
બરબાદ તો થઈ ગયા હતા તમારા પ્રેમમા,
પણ થોડો અમારા પર ખુદાનો રહેમ છે.”
Like this: Like Loading...
Filed under: ગુજરાતી શાયરી , શાયરી | Tagged: " એનુ નામ પ્રેમ છે " , અણસાર..............! , આ યાદ છે આપની કે , આંસુ , આરજુ....!!! , ચાહત તમારી... , તમે પૂછશો નહી કે અમને , દશા મારી , દિલ , દુઃખ , યાદ...ફરિયાદ...!!! , વાસ્તવિક્તા , સંબંધ વિશે શું કહું ય , સંબંધ.... , હવે ખબર પડે છે , હ્રદય , DARD , DUKH , gujarati gazal , gujarati shayri , shayri , unknown | 8 Comments »
Posted on જુલાઇ 24, 2007 by Manthan Bhavsar
સપનામાં તો બધા જીવે છે,
વસ્તવિકતમાં કોણ રહે છે ?
સંબંધ બાંધવા માટે વર્ષો વિતાવે,
પણ તોડતાં સમયે ક્યાં વિચારે છે!
બધાનો પ્રેમ તો બધા ચાહે છે,
પણ આપવામાં કોણ માને છે !
વાયદા કરવામાં તો બધા માહિર છે,
નિભાવવા માટે કોણ તૈયાર થાય છે !
વાતો થશે જીવવાની અને રીતોની,
પણ ખરેખર અહીં કોણ આવું જીવે છે!
આતો દેખાડાની દુનિયા છે,
સાચા પ્રેમની કોને જરૂર છે !
હું તો બધા માટે જીવાનો પ્રયત્ન કરું છું,
અહીં આવા મણસોની ક્યાંય જરૂર નથી !
-સર્વદમન
Like this: Like Loading...
Filed under: અનામી - UNKNOWN | Tagged: આ યાદ છે આપની કે , આંસુ , આરજુ....!!! , જીવન જીવતાં જઇએ સાથે , જીવન...! , તું કેમ છે ઉદાસ ??? , દશા મારી , દિલ , દુઃખ , વાસ્તવિક્તા , સપનામાં તો બધા જીવે છ , સર્વ યાદોને ભૂલવાનો , હ્રદય , sahitya , survadaman | 2 Comments »
Posted on જુલાઇ 23, 2007 by Manthan Bhavsar
પરખ દ્રશ્ય જોવાની ક્યારે હતી
સ્વયં નાવ તોફાની ક્યારે હતી
મને છોડી દેતા તને કષ્ટ શું
જણસ સાવ સોનાની ક્યારે હતી
નદી જેમ ઉંચેથી પટકાઉ પણ
જગા કોઇ મોભાની ક્યારે હતી
તમાશા બતાવે બધી બારીઓ
સડક એની પોતાની ક્યારે હતી
હતાં સાત પરદા થવા રૂબરુ
ગઝલ ચીજ કોઠાની ક્યારે હતી
-ચીનુ મોદી
Like this: Like Loading...
Filed under: ચિનુ મોદી ‘ઈર્શાદ’ | Tagged: આંસુ , જીવન...! , દશા મારી , દુઃખ , પરખ દ્રશ્ય જોવાની ક્ , વાસ્તવિક્તા , હવે ખબર પડે છે , DARD , DUKH | 2 Comments »