Posted on એપ્રિલ 20, 2014 by Swati
ગેરસમજણ સામટી ફેલાવ ના !
દુશ્મનોની જેમ તું બોલાવ ના !
એક તો મનથી બહુ દાઝેલ છું ;
ગત – સમયનું તાપણું સળગાવ ના !
કોણ સમજ્યું છે અહીં કિંમત કદી ?
વ્યર્થ તું સંબધ વચ્ચે લાવ ના !
મેં સમજવામાં નથી ગલતી કરી ;
દોસ્તી શું છે મને સમજાવ ના !
કાં મને પડકારવાનું બંધ કર !
કાં સુલેહી વાવટો ફરકાવ ના !
– શૈલેન રાવલ
Like this: Like Loading...
Filed under: શૈલેન રાવલ | Tagged: "ગઝલ" એટલે... , આંસુ , કિંમત કદી , કોણ , ગઝલ , ગલતી , ગીત , ગુજરાતી ગઝલ , ગેરસમજણ , જાણે , જીવન...! , તાપણું , તો , દુઃખ , દુશ્મનોની , દોસ્તી , પડકારવાનું , ફરકાવ ના , બંધ કર , મનથી , મિત્રતા , વાવટો , વ્યર્થ , શૈલેન રાવલ , સંબધ , સમજ્યું , સામટી , સુલેહી , હ્રદય , DARD , DUKH , Gazal , ghayal , gujarati , gujarati gazal , gujarati poem , gujarati shayri , misunderstanding , shailen raval | 2 Comments »
Posted on ડિસેમ્બર 7, 2009 by Manthan Bhavsar
પરિચિત છું છતાંયે દૂર ખૂણામાં ઉભેલો છું,
મને શું ઓળખે લોકો સમય વીતી ચુકેલો છું.
તિરસ્કારો અભિમાની ગણીને યોગ્ય એ ક્યાં છે?
મનાવી લેશો હું તોય ગણતરીથી રૂઠેલો છું.
ના કોઈ નોંધ ના ઉલ્લેખ મારો થાય કિસ્મત છે,
મુગટની જેમ ક્યારેક મસ્તકે હું પણ રહેલો છું.
ઉપેક્ષાઓ જમાનાની સહી હસતે મુખે ‘અબ્બાસ’,
રહ્યું છે શીશ અણનમ પણ કમરથી તો ઝુકેલો છું.
– ગુલામ અબ્બાસ ‘નાશાદ’
આ રચના ને અહી “રણકાર” પર માણો
Like this: Like Loading...
Filed under: ગુલામ અબ્બાસ ‘નાશાદ’ | Tagged: ગુલામ અબ્બાસ ‘નાશાદ’ , દુઃખ , પરિચિત છું છતાંયે દૂર ખૂણામાં ઉભેલો છું , વાસ્તવિક્તા , સંબંધ.... , હ્રદય , gujarati gazal , gujarati poem , gujarati poetry , gujarati shayri | 4 Comments »
Posted on જાન્યુઆરી 21, 2009 by Swati
આજે તારો કાગળ મળ્યો
ગોળ ખાઈને સૂરજ ઊગે, એવો દિવસ ગળ્યો
એક ટપાલી મૂકે હાથમાં… વ્હાલ ભરેલો અવસર
થાય કે બોણી આપું, પહેલાં છાંટું એને અત્તર
વૃક્ષોને ફળ આવે એવો મને ટપાલી મળ્યો… આજે.
તરસ ભરેલા પરબીડિયાની વચ્ચે મારી જાત
‘ લે મને પી જા હે કાગળ !’ પછી માંડજે વાત
મારો જીવ જ મને મૂકીને અક્ષરમાં જઈ ભળ્યો… આજે
એકે એક શબદની આંખો, અજવાળાથી છલકે
તારા અક્ષર તારા જેવું મીઠું મીઠું મલકે
મારો સૂરજ પશ્ચિમ બદલે તારી બાજુ ઢળ્યો…
– મુકેશ જોષી
Like this: Like Loading...
Filed under: મુકેશ જોષી | Tagged: દુઃખ , DARD , DUKH , gujarati gazal , gujarati poem , hasmukh_dharod-'ankur' | 4 Comments »
Posted on સપ્ટેમ્બર 15, 2007 by Manthan Bhavsar
એ રીતે છવાઈ ગયા છે ખયાલમાં,
આવેશને ગણી મેં લીધો છે વહાલમાં.0
તારા વચનનો કેટલો આભાર માનીએ,
વરસો કઠણ હતાં તે ગયાં આજકાલમાં.
સારું છે એની સાથે કશી ગુફ્તગુ નથી,
નિહતર હું કંઈક ભૂલ કરત બોલચાલમાં.
કરતો હતો જે પહેલાં તે પ્રસ્તાવના ગઈ,
લઈ લઉં છું એનું નામ હવે બોલચાલમાં.
લય પણ જરૂર હોય છે, મારી ગિતની સાથ,
હું છું ધ્વિનસમાન જમાનાની ચાલમાં.
મુજ પર િસતમ કરી ગયા મારી ગઝલના શેર,
વાંચીને એ રહે છે બીજાના ખયાલમાં.
એ ના કહીને સહેજમાં છૂટી ગયા ‘મરીઝ’,
કરવી ન જોઈતી’તી ઉતાવળ સવાલમાં.
-‘મરીઝ’
Like this: Like Loading...
Filed under: 'મરીજ' | Tagged: " એનુ નામ પ્રેમ છે " , દુઃખ | 11 Comments »
Posted on ઓગસ્ટ 21, 2007 by Manthan Bhavsar
દુનીયા ની દરેક ગલીઓમાં મુજ પ્રેમ નો પ્રચાર હશે
દબાયેલ કાતિલ યાદ નો મરણીયો પોકાર હશે… !
સ્વપન તો તુટ્યુ હતુ… મેઘલી મધરાતે જ…
મનને માંડ મનાવ્યુ કે જવા દે યાર એ સવાર હશે… !
તમારી યાદ તો રિબાવી રિબાવી ને તડફડાવે છે…
મોત નો.. જ.. આ.. નક્કી બીજો પ્રકાર હશે… !
નંહિતર પુછત નંહિ ડાઘુઓ મારી લાશ ને ઉંચકતા જ ‘અંકુર’
મારા શરીર સાથે સુતેલ મારી તમ્મનાઓનોય ભાર હશે… !!!
-હસમુખ ધરોડ ‘અંકુર’
Like this: Like Loading...
Filed under: ગુજરાતી શાયરી | Tagged: તડફડાટ...!!! , દશા મારી , દુઃખ , મારી તમ્મનાઓનોય ભાર , DARD , DUKH , gujarati gazal , gujarati shayri , hasmukh_dharod-'ankur' , sahitya | 12 Comments »
Posted on ઓગસ્ટ 8, 2007 by Manthan Bhavsar
બંધ આંખે હેતુ વાંચો છો તમે
રેતી દેખી સેતુ બાંધો છો તમે
સાત પગલાં ચાલવા છે એટલે
સાવ ટુંકો પંથ માંગો છો તમે.
– ચીનુ મોદી
Like this: Like Loading...
Filed under: ગુજરાતી શાયરી , ચિનુ મોદી ‘ઈર્શાદ’ | Tagged: જીવન...! , દુઃખ , યાદ...ફરિયાદ...!!! , વાસ્તવિક્તા , સંબંધ.... , હ્રદય , gujarati shayri , sahitya , shayri | 1 Comment »
Posted on જુલાઇ 29, 2007 by Manthan Bhavsar
“તમે પૂછશો નહી કે અમને કેમ છે,
અમે સારા છીએ એ તમારો વહેમ છે,
બરબાદ તો થઈ ગયા હતા તમારા પ્રેમમા,
પણ થોડો અમારા પર ખુદાનો રહેમ છે.”
Like this: Like Loading...
Filed under: ગુજરાતી શાયરી , શાયરી | Tagged: " એનુ નામ પ્રેમ છે " , અણસાર..............! , આ યાદ છે આપની કે , આંસુ , આરજુ....!!! , ચાહત તમારી... , તમે પૂછશો નહી કે અમને , દશા મારી , દિલ , દુઃખ , યાદ...ફરિયાદ...!!! , વાસ્તવિક્તા , સંબંધ વિશે શું કહું ય , સંબંધ.... , હવે ખબર પડે છે , હ્રદય , DARD , DUKH , gujarati gazal , gujarati shayri , shayri , unknown | 8 Comments »