Posted on મે 24, 2016 by Swati
તેં પૂછ્યો તો પ્રેમનો મર્મ
ને હું દઈ બેઠો આલિંગન,
જ્યાં પ્રથમ મેઘ વરસ્યો ,
સરિતાએ તોડ્યાં તટનાં બધંન.
એક અગોચર ઇજન દિઠું
નૈનભૂમીને પ્રાંગણ,
હું સઘળી મોસમમાં માણું
એક અહર્નિશ ફાગણ;
શતદલ ખીલ્યાં પામ્યાં કમલ પર
સૌમ્ય ગીતનું ગુંજન,
જ્યાં પ્રથમ મેઘ વરસ્યો ,
સરિતાએ તોડ્યાં તટનાં બધંન.
નીલ વર્ણનું અંબર એમાં
સોનલવરણી ટીપકી,
વિંધી શામલ ઘટા, પલકને
અતંર વિજળી ઝબકી;
નૈન ઉપર બે હોઠ આંકતા
અજબ નેહનું અંજન,
જ્યાં પ્રથમ મેઘ વરસ્યો ,
સરિતાએ તોડ્યાં તટનાં બંધન..!
–હરીન્દ્ર દવે
Like this: Like Loading...
Filed under: હરીન્દ્ર દવે | Tagged: આલિંગન , કવિતા , ગીત , તેં પૂછ્યો પ્રેમનો મર્મ , નીલ , મારી , મેઘ , વર્ણ , સરિતા , હરીન્દ્ર દવે , gujarati poem , gujarati poetry , harindra , kavita , prem , sahitya | 4 Comments »
Posted on જૂન 1, 2014 by Swati
હજારો વર્ષમાં પહેલી વખત જે કંઈ બને બનજો
બધાની આંખ ઊઘડે એટલી મારી ગરજ પડજો.
અહીં સુક્કું અને લુખ્ખું વળી ટુકડે જિવાયું છે
હવે એ સર્વને ભેગું જીવું એવી ક્ષણો મળજો.
ઝરૂખો બારીઓ આકાશ ને એવું ઘણું જોયું
તમે કેવળ અને એક જ રહો એ દૃશ્ય વિસ્તરજો.
સૂરજ ઊગે તો અજવાળું અને ડૂબે તો અંધારું
એ સમજું છું ને અંદર છું એ જાણો તો મને હસજો.
મને માફક છે મારો દોષ ને તેથી સલામત છું
કહેવી હોય એની વાત તો સુંદર ગઝલ લખજો.
– મનહર મોદી
Like this: Like Loading...
Filed under: મનહર મોદી | Tagged: આંખ , ઊઘડે , એક , એટલી , ક્ષણ , ગઝલ , ગઝલ લખજો , ગરજ , ગીત , ગુજરાતી ગઝલ , છે , જે કંઈ , ડૂબે , દૃશ્ય , પડજો , પહેલી વખત , બધાની , બને બનજો , મનહર મોદી , મારી , લુખ્ખું , વર્ષમાં , સુક્કું , હજારો , Gazal , gujarati , gujarati gazal , gujarati poem , kavita , manahar modi , manhar modi , sahitya , shayri | 1 Comment »
Posted on મે 26, 2014 by Swati
કોક સવારે સૂરજ ઊગે તે પહેલા હું ઊગું ;
મનતરંગથી ફેલાતો બસ ક્યાંનો ક્યાં જઈ પૂગું.
કોઈ ન જાણે કિયા દેશનો વાસી ને કાંઆવ્યો,
ખભે ઝૂલતી ઝોળીમાં કેવું કેવું લઈ આવ્યો.
ખોવાયું તે ખોળું ને આ મન સદાયનું મૂંગું
કોક સવારે સૂરજ ઊગે તે પહેલા હું ઊગું.
અજાણતાંમાં ખીલ્યું’તું જે મહિમાવંતું સપનું,
ખરી પડ્યું ઓચિંતું મારે હતું ખૂબ એ ખપનું;
ભાળ ન પામે કોઈ ભીતરે ભર્યું કેટલું રૂંગું…
કોક સવારે સૂરજ ઊગે તે પહેલા હું ઊગું.
– હરિકૃષ્ણ પાઠક
Like this: Like Loading...
Filed under: અનામી - UNKNOWN | Tagged: "ગઝલ" એટલે... , આંસુ , ઊગે , એક , કોક સવારે , ક્યાંનો ક્યાં , ગઝલ , ગીત , ગુજરાતી ગઝલ , છે , ઝૂલતી , ઝોળી , ભીતરે , મનતરંગથી , મહિમાવંતુ , મારી , રૂંગું , સૂરજ , હરિકૃષ્ણ પાઠક , Gazal , gujarati , gujarati gazal , gujarati poem , gujarati poetry , gujarati shayri , harikrushna pathak , kavita , sahitya , shayri | 2 Comments »
Posted on મે 24, 2014 by Swati
જિંદગીભર આપણો છે સાથ, સાથે ચાલ તું !
હાથમાં મારા મૂકી દે હાથ, સાથે ચાલ તું !
હરકદમ પર કેટલાં પ્રશ્નો કસોટી કેટલી !
આ હજી તો માત્ર છે શરુઆત, સાથે ચાલ તું !
આપણું આ મૌન પણ દુનિયાને સંભળાતું હશે,
લે હવે કરવી નથી કંઈ વાત, સાથે ચાલ તું !
કોઈ પણ મારા વિચારોમાંય ફરકે ના હવે,
એકલી છે ખૂબ મારી જાત, સાથે ચાલ તું !
– રિષભ મહેતા
Like this: Like Loading...
Filed under: ગઝલ , રિષભ મહેતા | Tagged: "ગઝલ" એટલે... , આપણો , એકલી , ગઝલ , ગીત , ગુજરાતી ગઝલ , ચાલ તું , છે સાથ , જિંદગીભર , દશા મારી , દુનિયા , પ્રશ્નો , મારા મૂકી દે , મારી , મૌન , રિષભ મહેતા , શરુઆત , સાથે , હરકદમ , હાથમાં , Gazal , gujarati , gujarati gazal , gujarati poem , gujarati poetry , gujarati shayri , sahitya , shayri | 1 Comment »
Posted on મે 22, 2014 by Swati
સાંજ ઢળે ને આવે તારાં સ્મરણોનું અજવાળું .
સાજણ, કેમ કરી સંભાળું !
એક અમસ્થી અટકળ લઇને કેમ બધું શણગારું ?
ભીંત,ટોડલો,આંગણ,ઉંબર ને હોવું આ મારું.
ઉજાગરાને આંખે આંજી શમણાં પાછાં વાળું.
સાજણ,કેમ કરી સંભાળું !
ઉભડક જીવે બારસાખ પર સૂક્કાં તોરણ ઝૂલે;
સૂરજનું છેલ્લું કિરણ લઇ ઇચ્છા અઢળક ખૂલે;
પાંગત પર બેસીને ઠાલાં પડછાયાં પંપાળું.
સાજણ,કેમ કરી સંભાળું !
-વિમલ અગ્રાવત
Like this: Like Loading...
Filed under: કવિતા , ગીત , વિમલ અગ્રાવત | Tagged: અટકળ , અમસ્થી , આ યાદ છે આપની કે , ઈચ્છા , ઉજાગરા , ઉભડક , એક , ગીત , ઠાલાં , ઢળે , તોરણ , પાંગત , મારી , વિમલ અગ્રાવત , શણગારું , સાંજ , સાજણ , સૂક્કાં , સ્મરણોનું અજવાળું , હ્રદય , Gazal , gujarati , gujarati gazal , gujarati geet , gujarati poem , gujarati poetry , gujarati shayri , kavita , sahitya , shayri , smarano nu ajvalu , vimal agravat | 1 Comment »
Posted on મે 16, 2014 by Swati
કહે છે, ઉનાળો તો આંસુઓ સારે
ને કારણ પૂછું છું તો કપડાં નિતારે,
તમે કાલ રાત્રે જે સપનાં ઉઘાડ્યાં
એ હમણાં બતાવું કે કાલે સવારે ?
અહીં ક્યારનો એમ બેસી રહ્યો છું,
કે પડછાયો મારો છે સામે કિનારે.
ઘણીવાર એમ જ ગગનમાં જઉં છું,
મને ચાંદ પોતાના ઘરમાં ઉતારે.
હવે ઉંઘ આવે તો દરિયાઓ ઢોળું,
ભલી આંખ મારા જ જેવું વિચારે.
અહીં રમ્ય ખુશ્બો અને કંટકો છે
એ જાણીને જે કોઈ આવે, પધારે.
સમય હોય ડંકા તો ચાલો વગાડો
અમે જોઈએ બાર વાગે છે ક્યારે ?
Like this: Like Loading...
Filed under: મનહર મોદી | Tagged: "ગઝલ" એટલે... , ansu , આંસુઓ સારે , ઉનાળો , કંટકો , કહે છે , ખુશ્બો , ગઝલ , ગીત , ગુજરાતી ગઝલ , જાણે , તો , તો કપડાં , દુ:ખ , નિતારે , ને કારણ , પૂછું છું , પ્રેમ , મનહર મોદી , મારી , યાદ , સામે કિનારે , સુખ , Gazal , ghayal , gujarati , gujarati gazal , gujarati poem , gujarati poetry , gujarati shayri , love , prem , sahitya , shayri , sukh dukh | 1 Comment »
Posted on મે 11, 2014 by Swati
અહીંયા સૌને હરણા માફક તરફડવાનું આપ્યું છે
મૃગજળને કેનાલ થકી તેં ઘરે ઘરે પહોંચાડ્યું છે
દુઃખના દિવસો વિચાર જેવા, ખૂટે નહીં કેમે પણ
સમય ચાલતો એમ કે એના પગમાં બહુ જ વાગ્યું છે
સોની નોટની સાથે બે ત્રણ સ્મરણો સંઘરી રાખ્યા પણ
કહો નવું હું ક્યાંથી લાવું ધબકતું પાકીટ ફાટ્યું છે
મરણ દાટતી આખી દુનિયા હું દાટું છું થોડા બીજ
હજાર થઈને ઉગી નીકળશે એમ જીવનને દાટ્યું છે
મારા સપના લાદી કે સૌ પગ મૂકે છે એના પર
કોઇના પગલાં થીજી ગયા તો કોઇનું તળિયું દાઝ્યું છે
– કુલદીપ કારિયા
Like this: Like Loading...
Filed under: કુલદીપ કારિયા | Tagged: અહીંયા , આંસુ , આપ્યું છે , એક , કુલદીપ કારિયા , કોઇના પગલાં થીજી ગયા , ગઝલ , ગીત , ગુજરાતી ગઝલ , તરફડવાનું , મારી , મૃગજળ ઘરે ઘરે , સૌને , હરણા માફક , હ્રદય , Gazal , gujarati , gujarati gazal , gujarati poem , gujarati poetry , gujarati shayri , kavita , sahitya | 2 Comments »
Posted on મે 7, 2014 by Swati
મેં તો બસ, અજવાળું ઓઢ્યું,
વાદળ ઓઢી છો ને આખું આભ
નિરાંતે પોઢ્યું.
જ્યાં જ્યાં મેં દીઠું એને, બસ,
ચપટી ચપટી ચૂંટ્યું,
થોડું થોડું લઈ અજવાળું
જીવનરસમાં ઘૂંટ્યું ;
પીધું જરી, ને ત્યાં તો કેવું
જીવને મારા ગોઠ્યું !
મેં તો બસ અજવાળું ઓઢ્યું.
પતંગિયાની પાંખે બેસી
આવ્યું મારી પાસે,
પછી પરોવ્યું પાંપણમાં કૈં,
ગૂંથ્યું શ્વાસે શ્વાસે ;
સોનેરી સપનાનું ઝળહળ
આભ જુઓ મેં શોધ્યું !
મેં તો બસ અજવાળું ઓઢ્યું.
– રમેશ શાહ
Like this: Like Loading...
Filed under: રમેશ શાહ | Tagged: "ગઝલ" એટલે... , અજવાળું ઓઢ્યું , આંસુ , આખું આભ , એક , ગઝલ , ગુજરાતી ગઝલ , ગૂંથ્યું , છો ને , જાણે , ઝળહળ , નિરાંતે પોઢ્યું. , પતંગિયાની પાંખે , બેસી , મારી , મેં તો બસ , રમેશ શાહ , વાદળ ઓઢી , શ્વાસે , gujarati , gujarati gazal , gujarati poem , gujarati poetry , gujarati shayri , kavita , ramesh shah , sahitya , shayri | 1 Comment »
Posted on એપ્રિલ 10, 2014 by Swati
વીજના ચમકાર જેવું હોય છે,
આયખું પળવાર જેવું હોય છે.
લે, કપાયા દુ:ખના દા’ડા બધા,
જો, સમયને ધાર જેવું હોય છે.
સત્યનાં શસ્ત્રો ઉગામી તો જૂઓ,
જૂઠ ખાલી વાર જેવું હોય છે.
છેડવાથી શકય છે રણકી ઉઠે,
મન વીણાના તાર જેવું હોય છે.
ડૂબવાનું મન થશે, લાગી શરત ?
આંખમાં મઝધાર જેવું હોય છે.
ના કશું ગર્ભિત નથી સંસારમાં,
બે અને બે ચાર જેવું હોય છે.
– મકરંદ મુસળે
Like this: Like Loading...
Filed under: મકરંદ મુસળે | Tagged: "ગઝલ" એટલે... , ગઝલ , ગર્ભિત , ગુજરાતી ગઝલ , ચમકાર જેવું , દુ:ખના દા'ડા , ધાર , મકરંદ મુસળે , મારી , યાદ...ફરિયાદ...!!! , વાસ્તવિક્તા , વીજના , શસ્ત્રો , હોય છે , Gazal , gujarati , gujarati gazal , gujarati poem , gujarati poetry , gujarati shayri , makarand musle , sahitya , shayri , varsadi gujarati gazal | 1 Comment »
Posted on જાન્યુઆરી 5, 2013 by Swati
આજે ય મારું મૌન પરિચય વગર રહ્યું,
પોકળ અવાજ શબ્દનો પામી ગયો તને.
હું ફૂલ શી ગણું છું સ્મૃતિઓને એટલે,
એની તમામ ગંધમાં મૂકી ગયો તને.
મારા વિશે કશુંય મને યાદ ક્યાં હતું ?
ભૂલી શકાય એ રીતે ભૂલી ગયો તને.
કેવળ સફરનો થાક વહ્યે જાઉં શ્વાસમાં,
મંઝિલના જેવું નામ તો આપી ગયો તને.
મારી ઉદાસ રાતના કારણ મળી જશે
ક્યારેક પેલા સૂર્યમાં શોધી ગયો તને.
-શ્યામ સાધુ
Like this: Like Loading...
Filed under: ગઝલ , શ્યામ સાધુ | Tagged: આજે ય , ઉદાસ રાતના , કારણ મળી જશે , ગઝલ , ગુજરાતી ગઝલ , પરિચય વગર રહ્યું , મારી , મારું મૌન , શ્યામ સાધુ , Gazal , gujarati , gujarati gazal | 9 Comments »
Posted on ઓક્ટોબર 4, 2010 by Swati
જોજનના જોજનની ખેપું ખેડું ને
તોય નદીયું તો આઘી ને આઘી
હો ભાઈ, નદીયું તો આઘી ને આઘી…
પાણીનું નામ જેને આપી શકાય
એવું કૈંયે નથી મારી ખેપમાં
ખોલીને પાથરું તો પથરાયેલ નીકળે
વાંસવન સુક્કા આ ‘મેપ’માં
એ સળગે કે કેમ એને ઠારું કે
સાવ પછી બળતાંને લઉં પાછાં બાંધી
હો ભાઈ, નદીયું તો આઘી ને આઘી…
વગડાની વાટોમાં, બાવળની કાંટ્યોમાં
સૂસવતા પવનોના રાગે
પડઘાના પહાડોમાં, ખીણોની ત્રાડોમાં,
‘ખળખળ’ના ભણકારા વાગે
એક જો હોત હું ભૂવો ભરાડી
લેત નદીયું ને લાવવાની સાધી
હો ભાઈ, નદીયું તો આઘી ને આઘી….
– હર્ષદ ચંદારાણા
0.000000
0.000000
Like this: Like Loading...
Filed under: હર્ષદ ચંદારાણા | Tagged: આ ‘મેપ’માં , આપી , એવું , કૈંયે , ખીણોની , ખેડું ને , ખેપમાં , ખેપું , ખોલીને , જેને , તો , તોય , ત્રાડોમાં , નદીયું , નીકળે , પથરાયેલ , પાછાં , પાણીનું , પાથરું , બળતાંને , બાંધી , મારી , લઉં , વાંસવન , શકાય , સાવ , સુક્કા | 1 Comment »
Posted on સપ્ટેમ્બર 28, 2010 by Swati
હતું મોસમનું પહેલું ઇ પાણી, સખીરી ! હું તો આખી ને આખી ભીંજાણી.
રે ! દરિયે કાંઇ નદીયું લુંટાણી સખીરી હું તો આખી ને આખી ભીંજાણી.
કોરાકટ આકાશે આવ્યું ઓચિંતું એક્ વાદળનું મખમલિયું પૂર.
છાંટે છાંટે ‘લિ મુંઇ છોલાતી જાઉં, પણ કેમ કરી જાવું રે દૂર?
મારી ચુંદડીને કોણ ગયું તાણી ? સખીરી હું તો આખી ને આખી ભીંજાણી.
હતું મોસમનું પહેલું ઇ પાણી, સખીરી હું તો આખી ને આખી ભીંજાણી.
ઝંખનાઓ ચોમાસા જેમ કાંઇ વરસે ને અંગ અંગ ઉમટે તોફાન;
કુંવારા સપનાઓ સળવળવા લાગે ને ભુલાતું સઘળુંયે ભાન;
હું તો ભીનપના ભારથી મુંજાણી, સખીરી હું તો આખી ને આખી ભીંજાણી.
હતું મોસમનું પહેલું ઇ પાણી, સખીરી હું તો આખી ને આખી ભીંજાણી.
-વિમલ અગ્રાવત
Like this: Like Loading...
Filed under: કવિતા , ગીત , વિમલ અગ્રાવત | Tagged: ! , આખી , ઇ પાણી , કાંઇ , કુંવારા , કોણ , ગયું , ચુંદડીને , તાણી? , તો ભીનપના , દરિયે , નદીયું , ને આખી , પહેલું , ભાન , ભારથી , ભીંજાણી. , ભુલાતું , મારી , મુંજાણી , મોસમનું , લાગે ને , લુંટાણી , વિમલ અગ્રાવત , સખીરી ! , સઘળુંયે , સપનાઓ , સળવળવા , હતું , હું તો | 3 Comments »
Posted on જૂન 22, 2010 by Swati
બે ચાર છાંટાથી છીપે, એવી નથી મારી તરસ,
તારે વરસવું હોય તો આકાશ, મન મૂકી વરસ.
નાંખ છત્રીને ધરામાં, નિર્વસન થૈને નીકળ,
આવું ચોમાસું ભલા ન આવતું વરસોવરસ.
મઘમઘું હું હેમ થઈને, ઝગમગું સૌરભ બની,
તું મને સ્પર્શે તો મિતવા આવ તે રીતે સ્પરશ.
કોઈ મારામાં વસે છે, ને શ્વસે છે રાતદિન,
એ મને જોતું સતત, પણ ના થતાં એના દરશ.
અંગ પરથી વસ્ત્ર જળની જેમ સરતાં જાય છે,
કોણ સામે તીર બજવે બાંસુરી એવી સરસ.
સાંકડે મારગ, મદોન્મત્ત હાથિણી સામે ખડો,
કાં છૂંદી નાંખે મને, કાં મસ્તકે ઢોળે કળશ.
– પુરુરાજ જોષી
Like this: Like Loading...
Filed under: કવિ/કવિયત્રી , કવિતા , ગઝલ , ગીત , પુરુરાજ જોષી | Tagged: આકાશ , એવી નથી , છાંટાથી છીપે , તરસ , તારે , પુરુરાજ જોષી , બે ચાર , મન મૂકી વરસ , મારી , વરસવું હોય તો | 7 Comments »
Posted on જાન્યુઆરી 12, 2010 by Swati
અસલના ઉતારા છે મારી ગઝલમાં,
કે મોઘમ ઇશારા છે મારી ગઝલમાં.
રૂપાળાં તિખારા છે મારી ગઝલમાં,
સળગતા સિતારા છે મારી ગઝલમાં
સહારે સહારા છે મારી ગઝલમાં,
કિનારે કિનારા છે મારી ગઝલમાં.
નથી હોતું ઓસડ કહ્યું કોણે મીઠું ?
ઘણા બોલ પ્યારા છે મારી ગઝલમાં.
નથી દર્શ એનાં થયાં જિંદગીને ,
પ્રસંગો કુંવારા છે મારી ગઝલમાં.
જીવનમાં હલાહલ ભળ્યું છે પરંતુ,
અમીના ફુવારા છે મારી ગઝલમાં.
વિસંવાદ તારો નથી એમાં, દુનિયા !
ફકત ભાઈચારા છે મારી ગઝલમાં.
જગતને કરી દે ગમે ત્યારે જાગૃત ,
કલંદરના નારા છે મારી ગઝલમાં.
રહ્યો છું ભલે ઘૂમી બેહોશ ‘ગાફિલ’,
છૂપા હોશ મારા છે મારી ગઝલમાં.
– મનુભાઈ ત્રિવેદી (‘ગાફિલ’ અને ‘સરોદ’)
Like this: Like Loading...
Filed under: મનુભાઈ ત્રિવેદી ('ગાફિલ' 'સરોદ') | Tagged: 'ગાફિલ' , અસલના , ઇશારા , ઉતારા , એનાં થયાં , એમાં , ઓસડ , કહ્યું , કે નથી , કોણે મીઠું , ગઝલમાં , ઘણા બોલ , ઘૂમી , છું ભલે , છૂપા હોશ , જિંદગીને , તારો નથી , દર્શ , દુનિયા , નથી હોતું , પ્યારા , પ્રસંગો કુંવારા છે , ફકત રહ્યો , બેહોશ , ભાઈચારા , મારા છે , મારી , મારી ગઝલમાં , મોઘમ , રૂપાળાં તિખારા , વિસંવાદ , સળગતા , સિતારા | 4 Comments »