Posted on એપ્રિલ 10, 2014 by Swati
વીજના ચમકાર જેવું હોય છે,
આયખું પળવાર જેવું હોય છે.
લે, કપાયા દુ:ખના દા’ડા બધા,
જો, સમયને ધાર જેવું હોય છે.
સત્યનાં શસ્ત્રો ઉગામી તો જૂઓ,
જૂઠ ખાલી વાર જેવું હોય છે.
છેડવાથી શકય છે રણકી ઉઠે,
મન વીણાના તાર જેવું હોય છે.
ડૂબવાનું મન થશે, લાગી શરત ?
આંખમાં મઝધાર જેવું હોય છે.
ના કશું ગર્ભિત નથી સંસારમાં,
બે અને બે ચાર જેવું હોય છે.
– મકરંદ મુસળે
Like this: Like Loading...
Filed under: મકરંદ મુસળે | Tagged: "ગઝલ" એટલે... , ગઝલ , ગર્ભિત , ગુજરાતી ગઝલ , ચમકાર જેવું , દુ:ખના દા'ડા , ધાર , મકરંદ મુસળે , મારી , યાદ...ફરિયાદ...!!! , વાસ્તવિક્તા , વીજના , શસ્ત્રો , હોય છે , Gazal , gujarati , gujarati gazal , gujarati poem , gujarati poetry , gujarati shayri , makarand musle , sahitya , shayri , varsadi gujarati gazal | 1 Comment »
Posted on જૂન 17, 2009 by Swati
સાજન મારો સપનાં જોતો, હું સાજનને જોતી
બટન ટાંકવા બેઠી’તી પણ ટાંક્યુ ઝીણું મોતી
સાજન મારો સપના જોતો …
મોતીમાંથી દદડી પડતું અજવાળાનું ઝરણું
મેં સાજનને પુછ્યું તારા સપનાંઓને પરણું ?
એણે એના સપનાંમાંથી ચાંદો કાઢ્યો ગોતી
સાજન મારો સપના જોતો …
સૂક્કી મારી સાંજને ઝાલી ગુલાબજળમાં બોળી
ખટમીઠ્ઠા સ્પર્શોની પુરી અંગો પર રંગોળી
સૂરજની ના હોઉં ! એવી રોમે રોમે જ્યોતિ
સાજન મારો સપના જોતો …
– મૂકેશ જોષી
Like this: Like Loading...
Filed under: મુકેશ જોષી | Tagged: મૂકેશ જોષી , યાદ...ફરિયાદ...!!! , સાજન મારો સપના જોતો , સૂરજની ના હોઉં ! એવી રોમે રોમે જ્યોતિ , gujarati gazal , gujarati poem , gujarati poetry , gujarati shayri | 1 Comment »
Posted on ઓગસ્ટ 14, 2007 by Manthan Bhavsar
હોય સાથે છતાં હું પડી એકલી
ભાર ઊંચકી સહુનો રડી એકલી
રોઈ, મૂંઝાઈ તોફાનને સન્મુખે,
હિમના એ પહાડો ચઢી એકલી
કંટકો તોડવાની સજા પામીને
આજ ગુલાબ સાથે લડી એકલી
ક્ષારણો લાગવાના હવે સાંધમાં,
સ્નેહના ઝારણે તો અડી એકલી
– સુનીલ શાહ
Like this: Like Loading...
Filed under: સુનીલ શાહ | Tagged: " એનુ નામ પ્રેમ છે " , અણસાર..............! , આંસુ , આરજુ....!!! , યાદ...ફરિયાદ...!!! , હોય સાથે છતાં હું પડી , DARD , DUKH , sahitya , sunil-shah | 3 Comments »
Posted on ઓગસ્ટ 8, 2007 by Manthan Bhavsar
બંધ આંખે હેતુ વાંચો છો તમે
રેતી દેખી સેતુ બાંધો છો તમે
સાત પગલાં ચાલવા છે એટલે
સાવ ટુંકો પંથ માંગો છો તમે.
– ચીનુ મોદી
Like this: Like Loading...
Filed under: ગુજરાતી શાયરી , ચિનુ મોદી ‘ઈર્શાદ’ | Tagged: જીવન...! , દુઃખ , યાદ...ફરિયાદ...!!! , વાસ્તવિક્તા , સંબંધ.... , હ્રદય , gujarati shayri , sahitya , shayri | 1 Comment »
Posted on જુલાઇ 29, 2007 by Manthan Bhavsar
“તમે પૂછશો નહી કે અમને કેમ છે,
અમે સારા છીએ એ તમારો વહેમ છે,
બરબાદ તો થઈ ગયા હતા તમારા પ્રેમમા,
પણ થોડો અમારા પર ખુદાનો રહેમ છે.”
Like this: Like Loading...
Filed under: ગુજરાતી શાયરી , શાયરી | Tagged: " એનુ નામ પ્રેમ છે " , અણસાર..............! , આ યાદ છે આપની કે , આંસુ , આરજુ....!!! , ચાહત તમારી... , તમે પૂછશો નહી કે અમને , દશા મારી , દિલ , દુઃખ , યાદ...ફરિયાદ...!!! , વાસ્તવિક્તા , સંબંધ વિશે શું કહું ય , સંબંધ.... , હવે ખબર પડે છે , હ્રદય , DARD , DUKH , gujarati gazal , gujarati shayri , shayri , unknown | 9 Comments »
Posted on જુલાઇ 23, 2007 by Manthan Bhavsar
આંસુ આવે છે આંખોમાં અમારી,
જ્યારે જ્યારે યાદ આવે છે તમારી.
ખુશી જ ખુશી હતી પાસે અમારી,
જ્યારે અમને પ્રિત હતી તમારી.
હજારો ગમ નજીક અમારી,
જ્યારથી છૂટી પ્રિત તમારી.
રહેવું હતું સાથે તમારી,
પણ તમે ચાલી ન શક્યા સાથે અમારી.
જ્યારે જ્યારે જોઈ તસવીર તમારી,
ભટકી રહી છે જીવન-મરણમાં
જિંદગી અમારી.
જ્યારથી દૂર થઈ છે ચાહત તમારી,
ત્યારથી સાથે નથી કોઈ અમારી.
કાફી છે સાથે યાદ તમારી,
યાદ કરતાં આરામથી વહી જાય છે
જિંદગી અમારી.
કહે છે કે રહેશે અમારા દિલમાં
ફક્ત તસવીર તમારી….
ધરમ પ્રજાપતિ
Like this: Like Loading...
Filed under: ગુજરાતી શાયરી , ધરમ પ્રજાપતિ | Tagged: " એનુ નામ પ્રેમ છે " , આ યાદ છે આપની કે , આંસુ , ચાહત તમારી... , જીવન...! , દિલ , દુઃખ , બેવફા , મિત્ર...!!! , મિત્રતા , મિલન , યાદ...ફરિયાદ...!!! , સંબંધ.... , હ્રદય , DARD , DUKH , sahitya , shayri | 1 Comment »
Posted on જુલાઇ 20, 2007 by Manthan Bhavsar
મને એવી રીતે કઝા યાદ આવી,
કોઈ એમ સમજે દવા યાદ આવી.
નથી કોઈ દુ:ખ મારા આંસુનું કારણ,
હતી એક મીઠી મજા યાદ આવી.
જીવનના કલંકોની જ્યાં વાત નીકળી,
શરાબીને કાળી ઘટા યાદ આવી.
હજારો હસીનોના ઈકરાર સામે,
મને એક લાચાર ‘ના’ યાદ આવી.
મોહબ્બતના દુ:ખની એ અંતિમ હદ છે,
મને મારી પ્રેમાળ મા યાદ આવી.
કબરના આ એકાંત,ઊંડાણ,ખોળો,
બીજી કો હુંફાળી જગા યાદ આવી.
સદા અડધે રસ્તેથી પાછો ફર્યો છું,
ફરી એ જ ઘરની દિશા યાદ આવી.
કોઈ અમને ભૂલે તો ફરિયાદ શાની!
’મરીઝ’ અમને કોની સદા યાદ આવી?
-’મરીઝ’
Like this: Like Loading...
Filed under: 'મરીજ' | Tagged: દુઃખ , મને એવી રીતે કઝા યાદ , યાદ...ફરિયાદ...!!! , સંબંધ.... , DARD , DUKH , gujarati gazal , sahitya | 6 Comments »
Posted on જુલાઇ 19, 2007 by Manthan Bhavsar
સરોવર શાંત છે તું કેમ છે ઉદાસ ?
વરસાદની છે રાહ ફરફરે છે ઘાસ..
આમ નરી આંખે કંઇ દેખાય ભલે નહીં,
છતાં ખાતરી રાખજે કોઇ છે આસપાસ….
Like this: Like Loading...
Filed under: ગુજરાતી શાયરી , શાયરી | Tagged: " એનુ નામ પ્રેમ છે " , જીવન...! , તું કેમ છે ઉદાસ ??? , દુઃખ , મિત્રતા , યાદ...ફરિયાદ...!!! , સંબંધ.... , હ્રદય , DARD , DUKH , gujarati gazal , gujarati shayri , sahitya , shayri , unknown | 2 Comments »
Posted on જુલાઇ 19, 2007 by Manthan Bhavsar
આ યાદ છે આપની કે યાદોમાં આપ છો ?
આ સપના છે આપના કે સપનાઓમાં આપ છો ?
અમે નથી જાણતા અમને બસ એટલું તો કહો,
અમે જાન છીએ આપની કે આપ અમારી જાન છો ? ? ?
Like this: Like Loading...
Filed under: ગુજરાતી શાયરી , શાયરી | Tagged: " એનુ નામ પ્રેમ છે " , આ યાદ છે આપની કે , દુઃખ , યાદ...ફરિયાદ...!!! , સંબંધ.... , હ્રદય , DARD , DUKH , gujarati gazal , gujarati shayri , sahitya , shayri , unknown | 4 Comments »
Posted on જુલાઇ 15, 2007 by Manthan Bhavsar
કોઈકની યાદ માં…
કોઈકની ફરિયાદ માં…
દિલ ભળ..ભળ..જલતું હતું…
ને..હું મુર્ખ !
દિલની આગ ને બુઝવવાના વ્યર્થ પ્રયાસ કરતો હતો…
આંસુઓ વહેવડાવીને…!!!
– હસમુખ ધરોડ ‘અંકુર’
Like this: Like Loading...
Filed under: હસમુખ ધરોડ 'અંકુર' | Tagged: ankur , દુઃખ , યાદ...ફરિયાદ...!!! , DARD , DUKH , gujarati gazal , hasmukh_dharod-'ankur' , sahitya | 3 Comments »
Posted on જુલાઇ 8, 2007 by Manthan Bhavsar
ઝાંઝરીની જેમ ઝણઝણવાનું મન થઇ જાય છે,
પગની સાથે ગીત ગણગણવાનું મન થઇ જાય છે.
કંઇક નદીઓને સમંદરમાં વહેતી જોઇને,
આભમાં વદળાઓને ઝરમરવાનું મન થઇ જાય છે.
કોઇ મારી પાસે આવીને પૂછે કે કેમ છો ?
છું જ નહીં કહીને જ અવગણવાનું મન થઇ જાય છે.
આપણે સાથે નથી એવો સમય વિતાવવા
વ્રુક્ષોના પર્ણો બધા ગણવાનું મન થઇ જાય છે.
જે જગ્યાએ હોઇએ હું ને તમે બે સાથમાં
ચારે બાજુએ ભીંતો ચણવાનું મન થઇ જાય છે.
– ભરત વિંઝુડા
નવા બે શેર સાથે આ રચના રણકાર.કોમ પર માણો….
જેવી રીતે કાવ્યમાં ગૂંથાઈ જઈએ પ્રાસમાં,
એવી રીતે રાસમાં રમવાનું મન થઇ જાય છે !
એનું અજવાળું થયેલું હોય છે નવરાતમાં
સૌને દિવો થઇને ઝળહળવાનું મન થઇ જાય છે !
Like this: Like Loading...
Filed under: ગઝલ , ગુજરાતી શાયરી , ભરત વિંઝુડા , સ્વરાંકન | Tagged: અવગણવાનું , એક , કહીને જ , કેમ છો ? , કોઇ મારી , ગઝલ , ગીત , ગુજરાતી ગઝલ , ચારે બાજુએ , છું જ નહીં , ઝણઝણવાનું , ઝાંઝરીની જેમ , પાસે આવીને , પૂછે કે , ભરત વિંઝુડા , ભીંતો ચણવાનું , મન થઇ જાય છે , યાદ...ફરિયાદ...!!! , રણકાર , સંબંધ.... , સ્વરાંકન , હ્રદય , Gazal , gujarati , gujarati gazal , gujarati poem , gujarati poetry , gujarati shayri | 5 Comments »