Posted on મે 5, 2014 by Swati
આ સમયને હું ન થંભાવી શકું,
તું કહે તો સહેજ લંબાવી શકું.
રોજ તો આવે નહીં એ જાણું છું,
શક્ય છે, ક્યારેક બોલાવી શકું.
એટલો અધિકાર દે, મારા સનમ !
ધારું ત્યારે દ્વાર ખખડાવી શકું.
ઝાંઝવા ક્યાં છું, સરોવર છું હું તો,
કોઈને હું કેમ તરસાવી શકું ?
આટલી છે વાત મારા હાથમાં,
સ્વપ્નમાં તુજને હું શોભાવી શકું.
વાત પૂરી જે ન સમજાણી મને,
એ જગતને કેમ સમજાવી શકું ?
‘રાજ’ મારી જેમ તરસ્યા થાય તો,
ઝાંઝવાને હું ય લલચાવી શકું.
– ‘રાજ’ લખતરવી
Like this: Like Loading...
Filed under: 'રાજ' લખતરવી | Tagged: "ગઝલ" એટલે... , 'રાજ' લખતરવી , 'raaj' lakhtarvi , aa samay ne , આ સમયને હું ન થંભાવી શકું , ક્યારેક બોલાવી , ગઝલ , ગુજરાતી ગઝલ , ઝાંઝવા ક્યાં છું , તુજને , વાસ્તવિક્તા , શક્ય છે , શોભાવી શકું. , સ્વપ્નમાં , હું , હ્રદય , Gazal , gujarati , gujarati gazal , gujarati poem , gujarati poetry , gujarati shayri , kavita , sahitya , shayri , thambhavi | 3 Comments »
Posted on સપ્ટેમ્બર 4, 2010 by Swati
તમે બધાથી અલગ છો તેથી તમારું નોખું હું ધ્યાન રાખું.
ગુલાબ લઈને તમે મળો તો મ્હેકની લ્યો દુકાન રાખું.
કશુંક આજે કરી જવું છે, કદાચ કાલે જવાનું થાશે,
તમારા ઘરના દિવાને માટે, હવાને આજે હું બાન રાખું.
ગયું ક્યાં પંખી મૂકીને ટહુકો, હજીય ડાળી ઝુલી રહી છે,
મને થયું કે આ પાનખરમાં, બને તો થોડાં હું પાન રાખું.
તમે અહીંયા સૂરજ સમા છો, જશો ના આઘા, ઠરી જઈશ હું,
મને આ જળથી વરાળ કરજો, હું જેથી બાજુમાં સ્થાન રાખું.
પ્રસંગ મારી દિવાનગીનો, હું રોજ ઉજવું છું ધામધુમથી,
દરેક દર્દોને આવકારી, ગઝલમાં પીડાનું ગાન રાખું.
હું કૈંક યુગોથી છું સફરમાં, અહીં હું કેવળ પડાવ પર છું.
મેં ખોળિયાને કહી દીધું છે, હું તારું ભાડે મકાન રાખું.
– ગૌરાંગ ઠાકર
Like this: Like Loading...
Filed under: કનૈયાલાલ ભટ્ટ , ગૌરાંગ ઠાકર | Tagged: અલગ છો , આજે , આવકારી , કદાચ , કરી , કશુંક , કાલે જવાનું , ગઝલમાં , ગાન , ગુલાબ , ગૌરાંગ ઠાકર , જવું છે , તમે બધાથી , તમે મળો , તેથી તમારું , તો મ્હેકની , થાશે , દરેક , દર્દોને , દુકાન , ધ્યાન , નોખું , પીડાનું , રાખું , લઈને , લ્યો , હું | 2 Comments »
Posted on મે 25, 2010 by Swati
શબ્દ જ્યારે પોલ માણસનીય ખોલી જાય છે,
ભૂલથી માણસ પછી સઘળુંય બોલી જાય છે.
એક શમણું જિંદગીમાં આદમી સેવે પછી,
એ જ શમણું આખરે એને જ ઠોલી જાય છે.
ઝાડ પરથી આમ હોલીને ઉડાડી નાખ મા,
એ ઊડીને યાદનું આકાશ છોલી જાય છે.
રોજ જખમોમાં ભરી દેતો ગઝલ થોડી ઘણી,
તોય અંદરથી કલેજું કોણ ફોલી જાય છે?
બોલતો ક્યારે નથી પીધા પછી દોસ્તો ગઝલ,
બોલું અગર હું સહેજ તો બ્રહ્માંડ ડોલી જાય છે.
– અનિલ વાળા
Like this: Like Loading...
Filed under: અનિલ વાળા , કવિ/કવિયત્રી , ગીત | Tagged: અંદરથી , અગર , આખરે , આદમી સેવે , આમ હોલીને , ઉડાડી નાખ , ઊડીને , એ જ શમણું , એક શમણું , એને જ , કલેજું , કોણ , ખોલી જાય છે , ગઝલ , છોલી , જિંદગીમાં , ઝાડ , ઠોલી , ડોલી જાય છે , તો , તોય , થોડી ઘણી , પછી , પરથી , પોલ , ફોલી , બોલી , બોલું , બ્રહ્માંડ , ભરી દેતો , ભૂલથી , મા , માણસ , માણસનીય , યાદનું આકાશ , રોજ જખમોમાં , શબ્દ જ્યારે , સઘળુંય , સહેજ , હું | 3 Comments »
Posted on ડિસેમ્બર 17, 2009 by Swati
ઊપડતી જીભ અટકે છે, હૃદય પર ભાર લાગે છે,
પ્રણયની વાત છે, કહેવામાં થોડી વાર લાગે છે
ઘણા વર્ષો થયાં, હું આ શહેરમાં હૂંફ શોધું છું
અહીં જેને મળુ છું, સાવ ઠંડોગાર લાગે છે
ફડક ડૂબી જવાની મનમાં પેસી જાય છે ત્યારે
તણખલું એક પણ દેખાય તો આધાર લાગે છે
ટકોરા મારવા દે, શક્ય છે એનું ઉઘડવું પણ
તું જેને ભીંત સમજ્યો છે, મને એ દ્વાર લાગે છે
સૂરજ સાથે મિલાવી આંખ એની આ અસર થઈ છે
બીજે ક્યાંયે નજર નાખું છું, બસ અંધાર લાગે છે
નયનમાં અશ્રુ આવે છે તો એ વાતે હસી લઉં છું
ચલો ક્યારેક તો આ આંખ પાણીદાર લાગે છે!
– હેમંત પૂણેકર
(સાભાર – http://hemkavyo.wordpress.com/2008/09/20/upadati_jibh_atke_chhe/ )
Like this: Like Loading...
Filed under: હેમંત પૂણેકર | Tagged: આ , આ અસર થઈ , આંખ એની , આંખ પાણીદાર , ઊપડતી , કહેવામાં , ઘણા , છે , જવાની , જવાની મનમાં , જાય , જીભ અટકે , ટકોરા મારવા દે , ડૂબી , તું જેને ભીંત સમજ્યો છે , ત્યારેપર , થયાં , થોડી વાર , પણતણખલું એક પણ , પેસી , પેસી જાયએનું ઉઘડવું , પ્રણયની , ફડક , ફડક ડૂબી , ભાર , મનમાં , મને એ દ્વાર લાગે છે , લાગે , વર્ષો , વાત છે , શક્ય છે , શહેરમાં , શોધું છું , સાથે મિલાવી , સૂરજ , હું , હૂંફ , હૃદય , હેમંત પૂણેકર | 3 Comments »