Posted on જૂન 12, 2016 by Swati
અધમણ અંધારું ઘેરાયું, સમજી જા
ચન્દ્રબિંબ જળમાં દેખાયું, સમજી જા
મુઠ્ઠી વાળી ભીંતો ભાગી શેરી વચ્ચે
માથા સાથે ધડ છેદાયું, સમજી જા.
નભની આ ગેબી વાણી છે, સમજી જા
પળ પોતે પણ પટરાણી છે, સમજી જા
દરિયા જેવો દરિયો લાગે આ બીધેલો
ગિરિવર ભેજ્યાં આ પાણી છે, સમજી જા.
પડછાયાનું ટોળે વળતું ધણ છે, સમજી જા
સાંજ પડી પણ ધીખતું રણ છે, સમજી જા
મઝધારેથી તટ પર આવી તૂટી ગયું છે
મોજું ક્યાં છે, જીવતું જણ છે, સમજી જા.
બુઠ્ઠું, બોથડ, ધાર વગરનું શસ્ત્ર થયું છે, સમજી જા
જીર્ણ શીર્ણ ચોમેર ફાટલું વસ્ત્ર થયું છે, સમજી જા
– ચિનુ મોદી
Like this: Like Loading...
Filed under: કવિતા , ગઝલ , ગીત , ચિનુ મોદી ‘ઈર્શાદ’ | Tagged: અધમણ અંધારું ઘેરાયું , કવિતા , ગઝલ , ગીત , ગુજરાતી ગઝલ , ચન્દ્રબિંબ જળમાં દેખાયું , ચિનુ મોદી ‘ઈર્શાદ' , સમજી જા , chinu modi , Gazal , gujarati , gujarati gazal , gujarati poem , gujarati poetry , gujarati shayri , kavita , sahitya , samji ja , shayri | Leave a comment »
Posted on જૂન 9, 2016 by Swati
રોજ મેળો ભરાય મારે મેડે
રે સૈ ! મારું ઘર તો છલોછલ…
વળી ઉપરથી કોઈ રાગ રેડે
રે સૈ ! મારું ઘર તો છલોછલ…
ક્યાંક છમછમ સૂણું તો ક્યાંક વેણુ
હવે મીઠું લાગે છે મને મે’ણું
કોઈ ગમતીલું રમતીલું છેડે
રે સૈ ! મારું ઝાંઝર છલોછલ…
રોજ મેળો ભરાય મારે મેડે…
કોણ આવ્યું ને કોણ નહીં આવ્યું
મને એવું ગણતાં ન જરી ફાવ્યું
અહીં ટીપું છલકાય આપમેળે
રે સૈ ! મારું અંતર છલોછલ…
રોજ મેળો ભરાય મારે મેડે…
મારા મેડા પર આભ ઝૂકી જાતું
મને ચાંદરણું લાગ રાતું રાતું
હાય ! રાજગરો રાતે છંછેડે
રે સૈ ! મારું ભીતર છલોછલ…
રોજ મેળો ભરાય મારે મેડે…
– ગાયત્રી ભટ્ટ
Like this: Like Loading...
Filed under: કવિતા , ગાયત્રી ભટ્ટ , ગીત | Tagged: કવિતા , ગઝલ , ગાયત્રી ભટ્ટ , ગીત , ગુજરાતી ગઝલ , ભરાય , મારું ઘર – ગાયત્રી ભટ્ટ , મારે મેડે રે , મેળો , રોજ , વળી ઉપરથી કોઈ રાગ રેડે , સૈ મારું ઘર તો છલોછલ , Gayatri Bhatt , Gazal , geet , gujarati , gujarati gazal , gujarati poem , gujarati poetry , kavita , maru ghar | 1 Comment »
Posted on ફેબ્રુવારી 21, 2016 by Swati
ભૈ ચાલ, આપણે રમત જુદેરી રમીએ…
તું થઈ જાજે પંખી ને હું સરસ મજાનો દાણો
ચાદર થાશું કબીરાની, તું તાણો ને હું વાણો
અરસ પરસ અદ્વૈત રચીને એક બીજાને ગમીએ
ભૈ ચાલ, આપણે રમત જુદેરી રમીએ…
કાં થાઉ રેશમનો ગોટો, તું થાજે ચિનગારી
અજવાળાં ઝોકાર મિલનની અદભુત અપરંપારી
હું હું તું તું આજ મટાડી, અંદરથી ઓગળીએ
ભૈ ચાલ, આપણે રમત જુદેરી રમીએ…
શબદ અરથ, નભ વીજળી, મુરલી ફુંક તણા સૌ ખેલ
મધમાખી થા મધુરસ લેવા, સાચો ઈ જ ઉકેલ
પવન આગ, શું પવન ગતિ, શું પવન ગંધ સંબંધીએ
ભૈ ચાલ, આપણે રમત જુદેરી રમીએ…
વાંસ તણો કટકો તુજ હોઠે, શ્વાસ કૂંક ઝટ ભારી
નાદ સૂરીલો સાંભળશે આ જગના સૌ નરનારી
બે ધાતુ પ્રજળાવે, જોડે, એવી ધમણ્યું ધમીએ
ભૈ ચાલ, આપણે રમત જુદેરી રમીએ…
Like this: Like Loading...
Filed under: ગીત , નિરંજન રાજ્યગુરુ | Tagged: આપણે , ઈશ્વર , એવી ધમણ્યું , કટકો , કવિતા , કૂંક , ગીત , ગુજરાતી ગઝલ , જગના , જુદેરી , જોડે , ઝટ ભારી , તણો , તુજ હોઠે , ધમીએ , ધાતુ , નાદ , નિરંજન રાજ્યગુરુ , પ્રજળાવે , ભૈ ચાલ , રમત , રમીએ , વાંસ , શ્વાસ , સાંભળશે , સૂરીલો , સૌ નરનારી , Gazal , geet , kavita , niranjan rajyaguru , ramat juderi , ramie | 4 Comments »
Posted on ઓક્ટોબર 28, 2015 by Swati
સોળ સજી શણગાર
ગયાં જ્યાં જરીક ઘરની બહાર,
અમોને નજરું લાગી
બે પાંપણની વચ્ચેથી
એક સરકી આવી સાપણ
ડંખી ગઈ વરણાગી…
કાંસા કેરે વાટકડે નજરુંનો ટુચકો કીધો,
હવે ન ઊખડ્યો જાય, થાળીને વળગી બેઠો સીધો,
આવા ન્હોય ઉતાર
નજરના આમ ન તૂટે તાર
અમોને નજરું લાગી…
તેલ તણી લઈ વાટ અમે દીવાલ ઉપર જઈ ફેંકી,
ખીલી સમ ખોડાઈ ગઈ ત્યાં નવ વાંકી નવ ચૂંકી,
જડને યે આ સૂઝ
તો રહેવું કેમ કરી અણબૂઝ
અમોને નજરું લાગી…
સાત વખત સૂકાં મરચાંનો શિરથી કર્યો ઉતાર,
આગ મહીં હોમ્યાં ત્યાં તો કૈં વધતો ચાલ્યો ભાર,
જલતાં તોય ન વાસ
અમોને કેમ ન લાગે પાસ?
અમોને નજરું લાગી…
ભૂવો કહે ના કામ અમારું નજર આકરી કો’ક,
ટુચકા તરહ તરહ અજમાવી થાક્યાં સઘળાં લોક,
ચિત્ત ન ચોંટે કયાંય
હવે તો રહ્યુંસહ્યું ના જાય,
અમોને નજરું લાગી …
‘લ્યો, નજરું વાળી લઉં પાછી’ એમ કહી કો’ આવ્યું,
નજરું પાછી નહીં મળે આ દરદ હવે મનભાવ્યું,
હવે નજરનો ભાર
જીવનનો થઈ બેઠો આધાર,
અમોને નજરું લાગી…
– હરીન્દ્ર દવે
Like this: Like Loading...
Filed under: હરીન્દ્ર દવે | Tagged: કાંસા , ગીત , ગુજરાતી ગઝલ , ટુચકો , નજરું , પ્રેમગીત , ભૂવા , લાગી , વાટકડે , સોળ સજી શણગાર , હરીન્દ્ર દવે , Gazal , gujarati gazal , harindra dave , kavita , love song , najar | Leave a comment »
Posted on ઓક્ટોબર 26, 2015 by Swati
માધવના દેશમાં ના જાશો રાધાજી, માધવનો દેશ સાવ ખોટો.
વાંસળીની ફૂંક જરા અડકી ના અડકી
ત્યાં તૂટવાના સપનાનાં ફોરાં.
રાતે તો લીલુડા પાન તમે લથબથ,
સવારે સાવ જાને કોરાં.
કાંઠે તો વિદેહી વાર્તાની જેવો, એને શું પાણી-પરપોટો
માધવના દેશમાં ના જાશો રાધાજી, માધવનો દેશ સાવ ખોટો.
મોર જેવો મોર મૂકી પીંછામાં મોહ્યો
એવી તો એની પરખ છે.
શ્યામ રંગ ઢાંકવા પાછો પૂછે છે
પીતાંબર કેવું સરસ છે.
મથુરાનો મારગ કે ગોકુળિયું ગામ હો મલક ભલે ને હો મોટો
માધવના દેશમાં ના જાશો રાધાજી, માધવનો દેશ સાવ ખોટો.
– ધૂની માંડલિયા
Like this: Like Loading...
Filed under: અનામી - UNKNOWN | Tagged: કૃષ્ણ , ખોટો , ગઝલ , ગીત , ગુજરાતી ગઝલ , ગોકુળિયું , દેશમાં , ધૂની માંડલિયા , ન જાજો , પીંછા , પીતાંબર , ફૂંક , માધવના , રાધાજી , લથબથ , લીલુડા , વાંસળી , શ્યામ રંગ , dhuni mandaliya , Gazal , gokul , gujarati , gujarati gazal , gujarati poetry , kavita , krishna , maadhav , mathura , morpinchh , prem | Leave a comment »
Posted on મે 2, 2015 by Swati
એ ન ચાલે, ચાલવા યે દે નહીં
એકપણ પગલું ગલત, એ કોણ છે ?
ખર ખબર કે છે ન ખત, એ કોણ છે ?
તોય છું જેનામાં રત, એ કોણ છે ?
ઝળહળે છે જે સતત, એ કોણ છે ?
ને નથી જે હસ્તગત, એ કોણ છે
હાથમાંથી દોર સરકે એ સમે
હાથ ઝાલી લે તરત, એ કોણ છે ?
આમ તો છે આવવા આતુર પણ
આકરી મેલે શરત, એ કોણ છે ?
– મુકુલ નાણાવટી
Like this: Like Loading...
Filed under: ગઝલ , મુકુલ નાણાવટી | Tagged: એ કોણ છે ? ખર ખબર કે છે ન ખત , એ ન ચાલે , એકપણ , ગઝલ , ગલત , ગુજરાતી ગઝલ , ચાલવા યે દે નહીં , જેનામાં , તોય છું , પગલું , મુકુલ નાણાવટી , રત , Gazal , gujarati , gujarati gazal , gujarati shayri , mukul nanavati | 6 Comments »
Posted on નવેમ્બર 28, 2014 by Swati
વાયરાએ ડાળને કૈં પ્રશ્ન પૂછ્યો છે,
છાંયડો પણ પાંદડાનો સહેજ ઝૂક્યો છે.
સૌ કણાંના જાણતલનું એમ કહેવું છે,
છોકરીની આંખમાં વંટોળ ઘૂસ્યો છે.
ત્રાગડામાં ખૂબ વીંટી સ્વપ્ન કુંવારા,
પીપળો વારાંગનાએ આજ પૂજ્યો છે.
ન્યૂઝ દૂધિયા રંગથી અખબારમાં છાપો,
એક ડોસાને સવારે દાંત ફૂટ્યો છે.
ઠેક આપી જાય છે કાયમ નજર મીઠી,
એમ કૈં ઝૂલો અમસ્તો રોજ ઝૂલ્યો છે !!
હસ્તરેખાને બદલવા હોય બીજું શું ?
મેં જ મારા હાથને લ્યો, આજ ચૂમ્યો છે.
આમ નહીંતર શ્વાસ રાતાચોળ થૈ જાતાં ?
છોડ મહેંદીનો ખરેખર ક્યાંક ઊગ્યો છે !!
– હેમંત ગોહિલ ‘મર્મર’
Like this: Like Loading...
Filed under: હેમંત ગોહિલ 'મર્મર' | Tagged: "ગઝલ" એટલે... , ? , આજ , આમ , એક , કૈં , ગઝલ , ગીત , ગુજરાતી ગઝલ , છાંયડો પણ , ઝૂક્યો છે. , ડાળને , થૈ જાતાં ? , નહીંતર , પાંદડાનો , પીપળો , પૂછ્યો છે , પૂજ્યો છે , પ્રશ્ન , રાતાચોળ , વંટોળ ઘૂસ્યો છે , વાયરાએ , વારાંગનાએ , શ્વાસ , સહેજ , હેમંત ગોહિલ 'મર્મર' , Gazal , geet , gujarati , gujarati gazal , gujarati poem , gujarati poetry , gujarati shayri , hemant gohil 'marmar' , kavita , sahitya , shayri | 3 Comments »