સંબંધ….


સંબંધ એ રસ્તો,
જેમાં કોઇ સ્પીડ-બ્રેકર નથી.

સંબંધ એ સીધી લીટી,
જેમાં ક્યાંય કટ નથી.

સંબંધ એ નદી,
જે અવીર્ત ચાલ્યાં કરે.

સંબંધ એ સાગર,
ઊંડા અને વિશાળ.

સંબંધ એ આકાશ,
જેનો કોઇ અંત નથી.

સંબંધ એ સુર્ય,
જે દેખાંતો ભગવાન.

સંબંધ એ માં સમાન,
જેના પ્રેમ સામે કોઇ નહી.

સંબંધ એ કવિતા,
જે કવિ નું હદય.

-સર્વદમન

જીવનમાં મિત્ર ના હોત તો !


જીવનમાં મિત્ર ના હોત તો !
આ જીવનને જીવન કેમ કહેવું?

મિત્રતા એક એવો દિપ છે કે જેમાં,
બંને એ એકસાથે બળવું જ પડે.

મિત્રતા એક એવો ધોધ કે જેમાં,
પડ્યાં પછી પણ વહેતાં રહેવું પડે.

મિત્રતા એક ખુલ્લું રણ કે જેમાં,
આસ પાસ બધું જ દ્રશ્યમાન છે.

મિત્રતા એક મોટું ઝરણું કે જેમાં,
વહેતાં વહેતાં જીવન જીવી જવાય.

મિત્રતા એક એવો સંબંધ કે જે,
જીવનનો ધબકાર અને શ્વાસ છે.

એટલે જ મિત્રોથી જીવું છું હું કે જે,
મારા માટે જીવાનો આધાર અને પ્રાણ છે.

-સર્વદમન

એક સમય હતો કે હું અને મરી યાદો,


એક સમય હતો કે હું અને મરી યાદો,
સાથે બેઠા-બેઠા જેમ તેમ જીવી લેતા.

પણ આજ-કાલ આવું બનતું નથી,
કેમ કે નવા સંબંધો બાંધવા લગ્યો છું.

એવા સંબંધો કે જે ક્યાં સુધી ચાલશે,
એની પણ ખબર મને કે તેને નથી.

પણ સાથે સાથે જુના સંબંધ સાંચવું છું,
કેમ કે એજ મરી સાચી કમાણી જેવા છે.

હું નવા સંબંધ ત્યારે જ બાંધુ છુ જ્યારે,
હું જુના સંબંધ સાંચવી શકુ એમ હોવું.

એટલે જ સંબંધ એક બાથરૂમ છે ‘દમન’,
ક્યારે લપ્સી પડાય તેની ખબર જ ના રહે.

-સર્વદમન

રસ્તા પર આમ તેમ ચાલતાં-ચાલતાં,


રસ્તા પર આમ તેમ ચાલતાં-ચાલતાં,
જીવનનાં દિવસો નીરાતે ગણતાં-ગણતાં.

ક્યારે અવો વળાંક આવી ગયો,
કે પોતના વધારે દુર થઇ ગયા!

ચાલવામાં ખબર જ ના રહી કે શું થયું,
પછી સાલી ખબર પડી કે આતો જીવન.

થપાટ મારતું જાય અને શીખવતુ જય,
સમજવામાં વધારે ઉલજાવે આ જીવન.

સંબંધ વધરતાં-વધરતાં પહોચીયાં ખરા,
પણ પછી સાચવી ના શક્યાં ઇચ્છા પ્રમાણે.

આમ તેમ જીવી ગયા હોય અવુ પણ લગ્યુ,
જીવું તો પડેજ ‘દમન’ ક્યાં જઇએ ભાઇ.

-‘દમન’

વાદળા ઓ ને જોતો ગયો,


વાદળા ઓ ને જોતો ગયો,
મન ને સાથે લેતો ગયો.

એક નવો જ સંબંધ બંધાયો,
એમજ બીજા માટે જીવવાં નો.

જીવન પોતાના મટે તો જીવાય,
પણ બીજા માટે નો આનંદ જ જુદો.

હૈય ને બધાને સાથે લેતા જઇએ,
દુઃખ લઇ ને સુખ આપતાં જઇએ.

જેટલાં ગાઢ એટલાં ઊંડા થતાં જાય,
જાણે નવા જ સંબંધ થયા હોય એવા.

સંબંધ સાચવાં નવાં-નવાં ખેલ થય,
સંચવાય કે નહિ એ તો પછીની વાત.

એટલે જ કહુ છું તને એ ‘દમન’,
જેટલાં છે એટલાં સાચવ તોય બસ

-‘દમન’

%d bloggers like this: