મૃત્યુ તારા હોઠ પર આવે………


તારી આંખનું આંસુ બનવા માગું છું,
જનમ તારી આંખોમાં,
જીવન તારા ગાલ પર,
મૃત્યુ તારા હોઠ પર આવે………

ઝલક ઓ ઈશ તો ઉજળા ભવિષ્ય ની દઈ દે.


આ વર્તમાન માં તેજસ્વી જિંદગી દઈ દે
છે અંધકાર ગમે ત્યાંથી રોશની દઈ દે
કિરણ ના દઈ શકે ભૂતકાળ ના દિવસ માંથી
ઝલક ઓ ઈશ તો ઉજળા ભવિષ્ય ની દઈ દે.

જીવનની સમી સાંજે ઝખ્મોની યાદી જોવી’તી,


થોડીક શીકાયત કરવી’તી,
થોડાક ખુલાસા કરવા’તા,
એ મોત જરા રોકાઈ જતે,
મારે પણ બે ચાર કામ હતા,
જીવનની સમી સાંજે ઝખ્મોની યાદી જોવી’તી,
બહુ ઓછા પાના જોઈ શક્યો,
બહુ અંગત અંગત નામ હતા….

ધરાં પર ધાન્યના ઢગલા ફરી ઠલવાય તો સારુ


ધરાં પર ધાન્યના ઢગલા ફરી ઠલવાય તો સારુ
સરીતા દુધ અને દહીંની ફરીથી છલકાય તો સારુ

ઝમાનો વેજીટેબલ ઘી તનો આ જાય તો સારુ
અને સાચુ ઘી શરીરોંમા હવે સીંચાય તો સારુ

અમારા સોરઠી સંતોના દીલમાં એકજ અર્માન છે…
અમારો દેશ નંદનવન ફરીથી તો સારુ

નજર કરડી અમારા દેશ પર મંડાઇ છે આજે…
અમે ભાઇ ગણ્યા તા તે કસાઇ થાય છે આજે…

વતન વાળા ઉઠો દુઃખની ઘટા ઘેરાઈ છે આજે…
હીમાલયના હ્રુદય્માં આગ ભડકાં થાય છે આજે…

વતનની લાજ આવા વખતે જો સચવાય તો સારુ…
અમારો દેશ નંદનવન ફરીથી તો સારુ

ટોળાંની શુન્યતા છુ, જવા દો કશું નથી…


ટોળાંની શુન્યતા છુ, જવા દો કશું નથી…
મારા જીવનનો મર્મ છુ, હું છું ને હું નથી…

હું તો નગરનો ઢોલ છુ, દાંડી પીટો મને…
ખાલી પણુ બીજા તો કોઇ કામનુ નથી…

શુળી ઉપર જીવુ છુ, ને લંબાતો હાથ છુ…
મારાંમા ને ઇશુ માં બીજુ કૈં નવુ નથી…

નામર્દ શહેનરશાહનુ ફરમાન થઇ જઇશ…
હું ઢોલ છુ, પીટો, મને કઇ પણ થતુ નથી…

મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે.


મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે.
ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે.

ટળવળે તરશર્યાં તારાં જે વાદળી વેરણ બને.
તે જ રણમાં ઘૂમ મુસળધાર વરસી જાય છે.

ઘર-હીણાં ઘૂમે હજારો ઠોકરાતાં ઠેર ઠેર
ને ગગન-ચુમ્બી મહાલો જનસૂનાં રહી જાય છે.

દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના:
લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે.

કામધેનુને જડે ના એક સૂકું તણખલું
ને લીલાંછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે.

છે ગરીબોના કુબામાં તેલ ટીપુંય દોહ્યલું ?
ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે.

– કરસનદાસ માણેક

ખોટું ન લાગે તો વાત એક કહું


ખોટું ન લાગે તો વાત એક કહું
હું થોડા દિવસ હવે તારામાં રહું?

કામમાં હશે તો હું વાત નહીં માંડું
મૌનમાંય કોઈ દી ના છાંટા ઉડાડું
સમણાંનો કાયદોય હાથમાં ન લઉં… હું થોડા દિવસ…

કોણ જાણે હિમશી એકલતા જામી
વૈદો કહે છે: હૂંફની છે ખામી
કહે છે તારામાં લાગણી છે બહુ… હું થોડા દિવસ …

રોજ એક ઈચ્છા જો સામે મળે છે
આંખોમાં ભીનું થઈ નામ ટળવળે છે
તારામાં તારાથી આગળ નહીં જઉં… હું થોડા દિવસ …

રસ્તામાં પાથરેલ કાંટા જો મળશે
મારી હથેળી પછી પગ તારો પડશે
વેદનાનો ભાર હું એકલો જ સહું… હું થોડા દિવસ…

કહેણ મોસમનું કોઈ મને ભાવતું નથી,
મને સાચકલે મારામાં ફાવતું નથી.
આમ ટીપાની ધાર બની ક્યાં સુધી વહું?… હું થોડા દિવસ

-મુકેશ જોષી

%d bloggers like this: