બારણાની ખુમારી – ભાવેશ ભટ્ટ


હતી એકસરખી જ હાલત અમારી
મળી ઘર વગરની મને એક બારી

ભણેલી-ગણેલી મળે લાગણીઓ
ન સમજી શકે કૈં અભણ આંખ મારી.

રહસ્યો ખબર છે બધાં ઘરની છતનાં
નથી કોઈ આકાશની જાણકારી.

મેં તારી ગલીના ગુનાઓ કર્યા નહીં
નહીંતર સજાઓ હતી સારી-સારી.

થયા શું અનુભવ, ટકોરા જ કહેશે
તને ક્યાં ખબર, બારણાની ખુમારી ?

6 Responses

  1. hi swati khoobj maza aavi.thanks. bhavesh bhai khoob sparsi gai.

  2. નયન તું ચેતજે દ્રષ્ટી ના સહારા પણ દગો દેશે
    રહ્જે સાંભળી ને હરી , તને તારા પણ દગો દેશે,

    મને મજબુર ના કરસો પ્રેમ તરફ જવા માટે
    અમને અનુભવ છે પ્રેમ ના પથ પણ દગો દેશે,

    મને તો એમ કે હમણા તરી જશે આ નૌકા મારી
    ખબર નોતી કે આ કિનારા પણ દગો દેશે,

    જાણું છું હું છતા નીસદીન સવાલ કરું “નાજુક”
    શિકાયત ક્યાં રહી આમાં ઉતર પણ દગો દેશે.

    (નાજુક)

  3. GUJRAT NI KALA SACHVI RAKHVA BADAL AABHAR ….FROM H@Ri

  4. Dago to apne j kri chi apni sathe… Tema koy no dosh nathi hoto..

  5. I want to read ghazals plz send me by email

  6. Bhavesh bhai kone maryu bauj mast 6 jara e muko ne

Leave a comment