અનુભૂતિ


લીલ લપાઈ બેઠી જળને તળિયે ;
સૂર્યકિરણને એમ થયું કે લાવ જઈને મળીએ !

કંપ્યું જળનું રેશમ પોત;
કિરણ તો ઝૂક્યું થઈ કપોત.
વિધવિધ સ્વરની રમણા જંપી નીરવની વાંસળીએ !

હળવે ઊતરે આખું વ્યોમ;
નેણને અણજાણી આ ભોમ.
લખ લખ હીરા ઝળકે ભીનાં તૃણ તણી આંગળીએ !

– સુરેશ દલાલ

અદાલત…!!!


નાજુક ફુલો
ઉભા આરોપી જેમ
કાંટા ની કોર્ટે !!!
– હસમુખ ધરોડ ‘અંકુર’

કેલેન્ડર….!!!


કેલેન્ડર મેળવો
વિના મુલ્યે
દિવાલો બતાવીને
– હસમુખ ધરોડ ‘અંકુર’

સંતાકુકડી……………………..!


સંતાકુકડી
રમે સુરજ ચાંદ
સવાર સાંજ
– હસમુખ ધરોડ ‘અંકુર’

પકડદાવ………..!


પકડદાવ
રમે ગરીબો હવે
પૈસા ની સંગ…
-હસમુખ ધરોડ ‘અંકુર’

માણસ ઘુરે


માણસ ઘુરે
માણસ સામે જોઇ
કુતરુ મૌન …!!!
-હસમુખ ધરોડ ‘અંકુર’

બેવફા


તરછોડી અમને
ચાલ્યા તમે
આંસુઓ પુરે સાક્ષી
-હસમુખ ધરોડ

હાયકુ લખ્યા છે


હાયકુ લખ્યા છે
ખાનગી વાતો
જાહેર માં કરવા

ચાંદની


અડધી રાત્રે
ચાંદની ને એકલી
કોણે મોકલી ?

ચોમાસા ની રાતમાં


ચોમાસા ની રાતમાં
ગરીબો સુતા
શરીર ને ઓઢી ને

-હસમુખ ધરોડ ‘અંકુર’

નશાબંદી


દારુ પીને હું
લખીશ નશાબંદી
પર કવિતા

-હસમુખ ધરોડ ‘અંકુર’

ફોટોગ્રાફર


ફોટોગ્રાફર
પુત્ર માં હોય તેના
પિતાનો ફોટો

-હસમુખ ધરોડ ‘અંકુર’