Posted on સપ્ટેમ્બર 20, 2007 by Manthan Bhavsar
આંખોની બારીને પાંપણનું સુખ છે,
ઘરના તો ખોળાને આંગણનું સુખ છે.
સંબંધોની પેઢીએ ખર્ચાયો પણ,
ભીતરમાં ખ્વાબોની થાપણનું સુખ છે.
વીતેલી યાદોને જોખીને તું જો,
ઘરની પરણેતરને કંકણનું સુખ છે.
ગાયોની સાથે તો કાન્હો ખેલ્યો, ને
ગોકુળના લોકોને માખણનું સુખ છે.
સુખ સઘળાં પૃથ્વીના તોલીને તું જો,
માતાના ખોળે તો ધાવણનું સુખ છે.
સુનીલ શાહ
Like this:
Like Loading...
Filed under: સુનીલ શાહ | Tagged: sunil-shah | 8 Comments »
Posted on સપ્ટેમ્બર 9, 2007 by Manthan Bhavsar
કતારો અશ્રુની પચાવી ગયો છું
છતાં જિંદગીને હસાવી ગયો છું
તમોને હવે તો ક્યાં ફરિયાદ કરવી
હતાશા પળોની હટાવી ગયો છું
લખાયાં અમારાં નસીબો બધાંયે
પછી પણ ઘસીને મિટાવી ગયો છું
ઘણી લાગણીઓ વરસતી રહીછે,
બધાંયે ગમો ગટ ગટાવી ગયો છું
ઉઘાડી કબર?ને સમયને સહારે
હજારો વરસથી ઘસાઈ ગયો છું.
-સુનીલ શાહ
Like this:
Like Loading...
Filed under: ગુજરાતી શાયરી, સુનીલ શાહ | Tagged: પચાવી ગયો છું, gujarati gazal, sunil-shah | 1 Comment »
Posted on સપ્ટેમ્બર 5, 2007 by Manthan Bhavsar
જગતના માણસો મારી કદર કરશે નહીં તો શું?
સરકતી રેતની સંગે સમય ફરશે નહીં તો શુ?
બહુ ઓછાં ફુલોને સ્પર્શવાનું ભાગ્ય પામ્યો છું
સુગંધોના બજારે જો પવન મળશે નહીં તો શુ?
દુવાઓ આમ કરવાની સમજ હોતી નથી ત્યારે
ગગનના પાલવેથી તારલા ખરશે નહીં તો શું?
ખુશીની કોઈ પળ આવે સદા એવું જ ચાહીએ
છતાં પડઘા દીવાલે આથડી ફરશે નહીં તો શું?
ઘણી સંભાળ રાખીને લખી છે આ ગઝલ આજે
દફન વેળા જરા ઉજાસ પથરાશે નહીં તો શું?
– સુનીલ શાહ
Like this:
Like Loading...
Filed under: સુનીલ શાહ | Tagged: gujarati gazal, sunil-shah | 5 Comments »
Posted on ઓગસ્ટ 14, 2007 by Manthan Bhavsar
સમયના ફણી થી ડરે છે જ શાને?
દરદના ઝરણમાં ઝરે છે જ શાને?
પળો હોય જો જિંદગીમાં હુંફાળી
વરાળો બનીને ઠરે છે જ શાને?
ખયાલો સજાવી સદાયે હજારો
નશીલી પળોએ ધરે છે જ શાને?
સદાયે શ્વસે એ હ્રદયના ઈશારે
સલામી અવરને ભરે છે જ શાને?
ક્ષણોની ભવંરમાજ કેદી બનેલી
હવાઓ હવે તો ફરે છે જ શાને?
– સુનીલ શાહ
Like this:
Like Loading...
Filed under: સુનીલ શાહ | Tagged: આંસુ, આરજુ....!!!, ડરે છે જ શાને?, તકદીર ...!!!, તડફડાટ...!!!, દશા મારી, DARD, DUKH, gujarati gazal, sahitya, sunil-shah | 3 Comments »
Posted on ઓગસ્ટ 14, 2007 by Manthan Bhavsar
હોય સાથે છતાં હું પડી એકલી
ભાર ઊંચકી સહુનો રડી એકલી
રોઈ, મૂંઝાઈ તોફાનને સન્મુખે,
હિમના એ પહાડો ચઢી એકલી
કંટકો તોડવાની સજા પામીને
આજ ગુલાબ સાથે લડી એકલી
ક્ષારણો લાગવાના હવે સાંધમાં,
સ્નેહના ઝારણે તો અડી એકલી
– સુનીલ શાહ
Like this:
Like Loading...
Filed under: સુનીલ શાહ | Tagged: " એનુ નામ પ્રેમ છે ", અણસાર..............!, આંસુ, આરજુ....!!!, યાદ...ફરિયાદ...!!!, હોય સાથે છતાં હું પડી, DARD, DUKH, sahitya, sunil-shah | 3 Comments »