જુઓ કે પથ્થરોમાં


જુઓ કે પથ્થરોમાં શિલ્પ કોતરાયું છે ,
તમે ગયા છો , તમારાથી ક્યાં જવાયું છે ?

હું મારા વક્ષમાં વરસાદ જેમ આવ્યો છું ,
હોઠમાં ગીતનું ખાબોચિયું ભરાયું છે .

પતંગિયાથી છવાઈ ગઈ છે ટેકરીઓ ,
પડે સવાર એ રીતે હસી પડાયું છે .

બની છે આજ તો શણગાર મારો અમરેલી ,
કર્યું તેં વ્હાલ તો સુંદર બની જવાયું છે .

ચાલ ચરણોને પંખીઓ બની જવા દઈએ ,
એક આકાશ છે , જે ઘાસમાં છવાયું છે.

– રમેશ પારેખ

શકય હો તો, કર કદી આવી કમાલ – દિપક બારડોલીકર


શકય હો તો, કર કદી આવી કમાલ
રાખ કોરા પગ અને પાણીમાં ચાલ

એમના ઉત્તરની માણું છું મજા
કયાં હવે છે યાદ પણ મારો સવાલ

હા, વસી છે એમાં ખુશબૂ કોઇની
ના અમસ્તી સાચવી છે મેં ટપાલ

ખ્યાલની ખોટી બધી બાંહેધરી
કોઇ ના રાખે છે કોઇનો ખયાલ

આમ તો દરવાજા ઊઘડશે નહીં
તારે શાયદ તોડવી પડશે દીવાલ

કોડિયુંયે જેમના ઘરમાં નથી
હોલવી નાખી છે એ લોકે મશાલ

ચાલ ‘દિપક’, એમની શેરી મહીં
આજ નાખી આવીએ થોડો ગુલાલ

– દિપક બારડોલીકર

તમે પૂછશો નહી કે અમને કેમ છે


“તમે પૂછશો નહી કે અમને કેમ છે,
અમે સારા છીએ એ તમારો વહેમ છે,
બરબાદ તો થઈ ગયા હતા તમારા પ્રેમમા,
પણ થોડો અમારા પર ખુદાનો રહેમ છે.”

તું કેમ છે ઉદાસ ???


સરોવર શાંત છે તું કેમ છે ઉદાસ ?
વરસાદની છે રાહ ફરફરે છે ઘાસ..
આમ નરી આંખે કંઇ દેખાય ભલે નહીં,
છતાં ખાતરી રાખજે કોઇ છે આસપાસ….

આ યાદ છે આપની કે યાદોમાં આપ છો ?


આ યાદ છે આપની કે યાદોમાં આપ છો ?
આ સપના છે આપના કે સપનાઓમાં આપ છો ?
અમે નથી જાણતા અમને બસ એટલું તો કહો,
અમે જાન છીએ આપની કે આપ અમારી જાન છો ? ? ?

સજાવેલા એ તખ્તાનાં પ્રયોજન સાવ જુદાં છે.


સજાવેલા એ તખ્તાનાં પ્રયોજન સાવ જુદાં છે.
અને પાડેલ પરદાનાં પ્રયોજન સાવ જુદાં છે.

ભલે બેઠાં નિરાંતે તાપણે સાથે મળીને સૌ,
બધાં લોકોની ચર્ચાનાં પ્રયોજન સાવ જુદાં છે.

હવે તો જાતને પણ જાળવીને ચાલવું પડશે,
અહીં પ્રત્યેક પગલાનાં પ્રયોજન સાવ જુદાં છે.

દિશા એક જ છતાં જુદી દશાની શક્યતાઓ છે,
જરા ફંટાતા રસ્તાનાં પ્રયોજન સાવ જુદાં છે.

નીતિન વડગામા

મારી સાથે છેવટ સુધી ચાલે એવું કોઇ નથી


મારી સાથે છેવટ સુધી ચાલે એવું કોઇ નથી,
એક રસ્તો છે.

મારી સથે છેવટ સુધી બોલે એવું કોઇ નથી,
એક દર્પણ છે.

મારી સથે છેવટ સુધી ગય એવુ કોઇ નથી,
એક મૌન જ છે.

મારી સથે છેવટ સુધી રુએ એવું કોઇ નથી,
આ આંખો છે.

મારી સાથે છેવત સુધી સૂવે એવું કોઇ નથી,
એકલતા છે.

મૃત્યુ તારા હોઠ પર આવે………


તારી આંખનું આંસુ બનવા માગું છું,
જનમ તારી આંખોમાં,
જીવન તારા ગાલ પર,
મૃત્યુ તારા હોઠ પર આવે………

ઝલક ઓ ઈશ તો ઉજળા ભવિષ્ય ની દઈ દે.


આ વર્તમાન માં તેજસ્વી જિંદગી દઈ દે
છે અંધકાર ગમે ત્યાંથી રોશની દઈ દે
કિરણ ના દઈ શકે ભૂતકાળ ના દિવસ માંથી
ઝલક ઓ ઈશ તો ઉજળા ભવિષ્ય ની દઈ દે.

જીવનની સમી સાંજે ઝખ્મોની યાદી જોવી’તી,


થોડીક શીકાયત કરવી’તી,
થોડાક ખુલાસા કરવા’તા,
એ મોત જરા રોકાઈ જતે,
મારે પણ બે ચાર કામ હતા,
જીવનની સમી સાંજે ઝખ્મોની યાદી જોવી’તી,
બહુ ઓછા પાના જોઈ શક્યો,
બહુ અંગત અંગત નામ હતા….

ધરાં પર ધાન્યના ઢગલા ફરી ઠલવાય તો સારુ


ધરાં પર ધાન્યના ઢગલા ફરી ઠલવાય તો સારુ
સરીતા દુધ અને દહીંની ફરીથી છલકાય તો સારુ

ઝમાનો વેજીટેબલ ઘી તનો આ જાય તો સારુ
અને સાચુ ઘી શરીરોંમા હવે સીંચાય તો સારુ

અમારા સોરઠી સંતોના દીલમાં એકજ અર્માન છે…
અમારો દેશ નંદનવન ફરીથી તો સારુ

નજર કરડી અમારા દેશ પર મંડાઇ છે આજે…
અમે ભાઇ ગણ્યા તા તે કસાઇ થાય છે આજે…

વતન વાળા ઉઠો દુઃખની ઘટા ઘેરાઈ છે આજે…
હીમાલયના હ્રુદય્માં આગ ભડકાં થાય છે આજે…

વતનની લાજ આવા વખતે જો સચવાય તો સારુ…
અમારો દેશ નંદનવન ફરીથી તો સારુ

ટોળાંની શુન્યતા છુ, જવા દો કશું નથી…


ટોળાંની શુન્યતા છુ, જવા દો કશું નથી…
મારા જીવનનો મર્મ છુ, હું છું ને હું નથી…

હું તો નગરનો ઢોલ છુ, દાંડી પીટો મને…
ખાલી પણુ બીજા તો કોઇ કામનુ નથી…

શુળી ઉપર જીવુ છુ, ને લંબાતો હાથ છુ…
મારાંમા ને ઇશુ માં બીજુ કૈં નવુ નથી…

નામર્દ શહેનરશાહનુ ફરમાન થઇ જઇશ…
હું ઢોલ છુ, પીટો, મને કઇ પણ થતુ નથી…

મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે.


મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે.
ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે.

ટળવળે તરશર્યાં તારાં જે વાદળી વેરણ બને.
તે જ રણમાં ઘૂમ મુસળધાર વરસી જાય છે.

ઘર-હીણાં ઘૂમે હજારો ઠોકરાતાં ઠેર ઠેર
ને ગગન-ચુમ્બી મહાલો જનસૂનાં રહી જાય છે.

દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના:
લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે.

કામધેનુને જડે ના એક સૂકું તણખલું
ને લીલાંછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે.

છે ગરીબોના કુબામાં તેલ ટીપુંય દોહ્યલું ?
ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે.

– કરસનદાસ માણેક

ખોટું ન લાગે તો વાત એક કહું


ખોટું ન લાગે તો વાત એક કહું
હું થોડા દિવસ હવે તારામાં રહું?

કામમાં હશે તો હું વાત નહીં માંડું
મૌનમાંય કોઈ દી ના છાંટા ઉડાડું
સમણાંનો કાયદોય હાથમાં ન લઉં… હું થોડા દિવસ…

કોણ જાણે હિમશી એકલતા જામી
વૈદો કહે છે: હૂંફની છે ખામી
કહે છે તારામાં લાગણી છે બહુ… હું થોડા દિવસ …

રોજ એક ઈચ્છા જો સામે મળે છે
આંખોમાં ભીનું થઈ નામ ટળવળે છે
તારામાં તારાથી આગળ નહીં જઉં… હું થોડા દિવસ …

રસ્તામાં પાથરેલ કાંટા જો મળશે
મારી હથેળી પછી પગ તારો પડશે
વેદનાનો ભાર હું એકલો જ સહું… હું થોડા દિવસ…

કહેણ મોસમનું કોઈ મને ભાવતું નથી,
મને સાચકલે મારામાં ફાવતું નથી.
આમ ટીપાની ધાર બની ક્યાં સુધી વહું?… હું થોડા દિવસ

-મુકેશ જોષી

કોરે બદન બહાર પછી કોણ નીકળે


કોરે બદન બહાર પછી કોણ નીકળે ?
વરસે તું ધોધમાર, પછી કોણ નીકળે ?

તું ખુદ નદી થઈને અગર વહેતી હોય તો
ડૂબીને પેલે પાર પછી કોણ નીકળે ?

તારો સફરમાં સાથ જો ક્ષણભરનો હોય તો,
લઈ શ્વાસ બેસુમાર પછી કોણ નીકળે ?

સાથે રહીને સિદ્ધ કરો, આજીવન છો સાથ
જીવનથી ધારદાર પછી કોણ નીકળે ?

અડવાના ના હો તારા જો અહેસાસને કદી,
શબ્દોની આરપાર પછી કોણ નીકળે ?

તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે છે,


તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે છે,
લે મૂક હથેળીમાં મખમલ, બહુ એકલવાયું લાગે છે.

શાયદ મારો ભુક્કો થાશે કે ઢાંચામાં જકડાઈ જઈશ,
શું થાશે એ કહેવું ન સરલ, બહુ એકલવાયું લાગે છે.

કૂવો બેઠો આતુરતાથી, વરસી ના એકે પનિહારી,
સંકોચાતું મરજાદી જલ બહુ એકલવાયું લાગે છે.

ઉનાળો લઈને ખોબામાં જંગલ જંગલ ભટક્યા કરવું,
બે આંખો ત્યાં ભાળી શીતલ, બહુ એકલવાયું લાગે છે.

ખખડાવે ખુલાસાના રસ્તા, શંકાના ભીડેલા દરવાજા,
સોંસરવો છે આ કોલાહલ, બહુ એકલવાયું લાગે છે.

‘પહેલો પ્રેમ અધુરો રહી ગયો’


ખબર નથી એને હું શું કહી ગયો
પ્રેમ મારો આસુંની ધારમા વહી ગયો
મળવાની છેલ્લી તક પણ ગુમાવી મે..
જ્યારે એને બીજો જીવનસાથી મળી ગયો
બિલકુલ ન હતો ગમ મને હ્યદયમાં….
બધુ જ ચુપચાપ સહી ગયો..
સ્વપ્ન થકી હજી હું નિહાળી લઉ છું એને,
બાકી તો જીવતો જ સાગરમાં ડુબી ગયો,
મિત્રોના સાથમાં હસી લઉ છું જરાક હું
નહિતર માર દર્દ તો ચુપચાપ જ પી ગયો,
રડાવી જાય છે ક્યારેક એની યાદ મને…
કારણ કે મારો ‘પહેલો પ્રેમ અધુરો રહી ગયો’………

 

સંબંધોના સથવારે મળતા રહીશું


સંબંધોના સથવારે મળતા રહીશું.
એકમેકના પ્રેમમાં ઓગળતા રહીશું.

ને સજાવી વસંતોની એ યાદોને.
છેવટે પાનખરમાં નીખરતાં રહીશું.

આમ તો વસીએ ભુમી પર પણ,
નભના તારા સમ ખરતા રહીશું.

નથી આમતો હું ચાંદનીનું તેજ,
પણ અમાસમાંય મળતા રહીશું.

ખેલ નીત નવા દેખી આ જગતના,
સાપસીડીમાં સદાય લપસતાં રહીશું.

ઉગે સુર્ય આથમણે કદીક જો,
તો ગગનમંડળે સદા ચમકતા રહીશું.

જીવન જેવું જીવું છું, એવું કાગળ પર ઉતારું છું


જીવન જેવું જીવું છું, એવું કાગળ પર ઉતારું છું;
ઉતારું છું, પછી થોડું ઘણું એને મઠારું છું.
તફાવત એ જ છે, તારા અને મારા વિષે, જાહિદ!
વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું.

પ્રેમ એટલે


પ્રેમ એટલે આશ, પ્રેમ એટલે શ્વાસ…
પ્રેમ એટલે
આપણી વચ્ચેનો આ અતુટ વિશ્વાસ…

પ્રેમ એટલે
આપણા અલગ-અલગ સપનાઓને
એક તાંતણે બાંધવાનો પ્રયાસ…

પ્રેમ એટલે
એક મેકના મન તરફ, મન માટે
જીદંગીભરનો સુંદર પ્રવાસ…

પ્રેમ એટલે
આપણે બે હતા હવે એક થયા
જાણે આ ધરતી ને આકાશ…

પ્રેમ એટલે
તને ઓઢુ, તને પહેરુ, તને શ્વસુ
તુંજ રહે સદા મારી આસ-પાસ…..

-રાજીવ ગોહિલ

ચાહે જે મને દિલથી


ચાહે જે મને દિલથી,
તેવી ચાહનાર શોધું છું,
વફાનો બદલો આપે વફાથી,
તેવી વફાદાર શોધું છું.
વિશ્વાસનો બદલો આપે વિશ્વાસથી,
તેવી વિશ્વાસુ શોધું છું.
દોસ્તીનો બદલો આપે દોસ્તીથી,
તેવી દોસ્ત શોધું છું.
દુઃખમાં જે આપે સાથ,
તેવો સાથી શોધુ છું.
જે સમજે દિલની વાત,
તેવી દિલરુબા શોધુ છું.
ખીલવે જે આ બગીચાને
તેવી વસંત શોધુ છું……

એક ધબકારો ચુકી ગયુ….


હદય પર હુમલો થયો અને ટુટી ગયુ,
લોકો એ કહ્યુ કે મનોબળ તુટી ગયુ,
નાહક તોફાન છે આ તબીબોનુ,
થયુ માત્ર એટલુ કે તમે યાદ આવ્યા અને એ એક ધબકારો ચુકી ગયુ….

આપણા મિલન માટે આ જનમ અધુરા લગ્યા


ધરતી ને ભીજવતા આજે વરસાદ અધુરો લાગ્યો.
મજિલ પામવાના આજે સપના અધુરા લાગ્યા.
મળવાનુ થયુ આપણુ થયુ એ રીતે કે.
આપણા મિલન માટે આ જનમ અધુરા લગ્યા.
પુછુ તો હુ કઇ રીતે તારા ધ્વાર સુધી ન રસ્તા.
એ પુછવા માટે તો આ દુનિયા અધુરી લાગી.
માગુ તો હુ માગુ કોની પાસે.
તને માગવા માટે તો આ ભગવાન પણ અધુરા લાગ્યા.
તારી યાદૉમા તડપવુ હતુ મારે.
પણ આજે મારી આખો ના આસુ અધુરા લાગ્યા……

તમારા જીવનનાં બગીચામાં હું પુષ્પ બની ખીલું તો સારું


તમારા જીવનનાં બગીચામાં હું પુષ્પ બની ખીલું તો સારું,
મારા જીવનરૂપી સમુદ્રમાં મોજા બની ઉછાળો તો સારું,
દિવસ સૂર્યને, રાત્રિ તારાને, નદી પાણીને વિસરી જાય,
પણ તમે મારાથી કદી વિસરો નહીં..તો સારું,
મારી આંખો ક્ષણભર તમને ભૂલી શકતી નથી,
ક્યારેક નજરથી નજર મિલાવો તો સારું,
તમે કેસુડાના સ્નેહરૂપી, મોગરાની ફોરમરૂપી,
કોયલની મીઠાસરૂપી મારા જીવનમાં આવો તો સારું,
હું તો તમારી રાહ જોઇ બેઠો છું જીવનમાં પણ
આ જીવ ક્ષણભર પણ પ્રતિક્ષા કરે….તો સારું..

પ્રેમી, પાગલ ને પરણેલાં


પ્રેમી, પાગલ ને પરણેલાં
રાશિથી ત્રણેય સરખાં,
સંબંધોના સાજમાં,
જાણે મૃગજળના સાથમાં.

સુંદર સૂરીલી સંવેદના,
અનામી શિખરોના શાખમાં,
ઝાંઝવાં તણા શમણાં ને
અમળાઈ ઉઠેલા ઉજાગરાં.

કોઈ કોરા પગલાની આશમાં,
મિલનચિત્ર માત્રને ચિતરતાં,
જીવતરમાં ભૂલ કે ભૂલમાં જીવતર,
આ જ….
‘અવઢવ’ માં એ હંમેશા અટવાતા….

%d bloggers like this: