Posted on જૂન 12, 2016 by Swati
અધમણ અંધારું ઘેરાયું, સમજી જા
ચન્દ્રબિંબ જળમાં દેખાયું, સમજી જા
મુઠ્ઠી વાળી ભીંતો ભાગી શેરી વચ્ચે
માથા સાથે ધડ છેદાયું, સમજી જા.
નભની આ ગેબી વાણી છે, સમજી જા
પળ પોતે પણ પટરાણી છે, સમજી જા
દરિયા જેવો દરિયો લાગે આ બીધેલો
ગિરિવર ભેજ્યાં આ પાણી છે, સમજી જા.
પડછાયાનું ટોળે વળતું ધણ છે, સમજી જા
સાંજ પડી પણ ધીખતું રણ છે, સમજી જા
મઝધારેથી તટ પર આવી તૂટી ગયું છે
મોજું ક્યાં છે, જીવતું જણ છે, સમજી જા.
બુઠ્ઠું, બોથડ, ધાર વગરનું શસ્ત્ર થયું છે, સમજી જા
જીર્ણ શીર્ણ ચોમેર ફાટલું વસ્ત્ર થયું છે, સમજી જા
– ચિનુ મોદી
Like this: Like Loading...
Filed under: કવિતા , ગઝલ , ગીત , ચિનુ મોદી ‘ઈર્શાદ’ | Tagged: અધમણ અંધારું ઘેરાયું , કવિતા , ગઝલ , ગીત , ગુજરાતી ગઝલ , ચન્દ્રબિંબ જળમાં દેખાયું , ચિનુ મોદી ‘ઈર્શાદ' , સમજી જા , chinu modi , Gazal , gujarati , gujarati gazal , gujarati poem , gujarati poetry , gujarati shayri , kavita , sahitya , samji ja , shayri | Leave a comment »
Posted on જૂન 9, 2016 by Swati
રોજ મેળો ભરાય મારે મેડે
રે સૈ ! મારું ઘર તો છલોછલ…
વળી ઉપરથી કોઈ રાગ રેડે
રે સૈ ! મારું ઘર તો છલોછલ…
ક્યાંક છમછમ સૂણું તો ક્યાંક વેણુ
હવે મીઠું લાગે છે મને મે’ણું
કોઈ ગમતીલું રમતીલું છેડે
રે સૈ ! મારું ઝાંઝર છલોછલ…
રોજ મેળો ભરાય મારે મેડે…
કોણ આવ્યું ને કોણ નહીં આવ્યું
મને એવું ગણતાં ન જરી ફાવ્યું
અહીં ટીપું છલકાય આપમેળે
રે સૈ ! મારું અંતર છલોછલ…
રોજ મેળો ભરાય મારે મેડે…
મારા મેડા પર આભ ઝૂકી જાતું
મને ચાંદરણું લાગ રાતું રાતું
હાય ! રાજગરો રાતે છંછેડે
રે સૈ ! મારું ભીતર છલોછલ…
રોજ મેળો ભરાય મારે મેડે…
– ગાયત્રી ભટ્ટ
Like this: Like Loading...
Filed under: કવિતા , ગાયત્રી ભટ્ટ , ગીત | Tagged: કવિતા , ગઝલ , ગાયત્રી ભટ્ટ , ગીત , ગુજરાતી ગઝલ , ભરાય , મારું ઘર – ગાયત્રી ભટ્ટ , મારે મેડે રે , મેળો , રોજ , વળી ઉપરથી કોઈ રાગ રેડે , સૈ મારું ઘર તો છલોછલ , Gayatri Bhatt , Gazal , geet , gujarati , gujarati gazal , gujarati poem , gujarati poetry , kavita , maru ghar | 1 Comment »
Posted on જૂન 6, 2016 by Swati
એક ઇમારત બંધ પડી છે
અધ્ધર, આભે ઊંચી
એની નથી જ જડતી કૂંચી –
કઈ સદીઓથી હવા બંધ છે
દીવાલ વચ્ચે કેદ;
અંધારાએ સંતાડ્યા છે
કૈંક જનમના ભેદ –
પડછાયામાં હોડી ડૂબી
વાત મને એ ખૂંચી
એક ઇમારત બંધ પડી છે
અધ્ધર, આભે ઊંચી…
બંને પાંખો વીંઝી પંખી
નભ લગ પહોંચે રોજ
મેં કૂંચીનું પૂછ્યું તો કહે
એ જ ચાલતી ખોજ
હાથવગી કૂંચી બનતી તો
વધે ઇમારત ઊંચી
એક ઇમારત બંધ પડી છે
અધ્ધર, આભે ઊંચી…
– ચિનુ મોદી
Like this: Like Loading...
Filed under: કવિતા , ચિનુ મોદી ‘ઈર્શાદ’ | Tagged: અધ્ધર , આભે ઊંચી , ઇમારત , ઇમારત બંધ પડી છે , ઊભી , એક , એની નથી જ જડતી કૂંચી , કવિતા , કૂંચી , ગઝલ , ગીત , ગુજરાતી ગઝલ , ચિનુ મોદી , ચિનુ મોદી ‘ઈર્શાદ' , પંખી , chinu modi , geet , gujarati , gujarati gazal , gujarati poem , gujarati poetry , imarat , kavita , shayri | Leave a comment »
Posted on જૂન 1, 2016 by Swati
આંખો સામે તરે ખભો ને મનમાં માથું ઢળે
“સખી !” કહી બોલાવે એવો એક સખા જો મળે !
કદી કોઈને કહી નથી કંઈ એવી અઢળક વાતો
અંદર બહાર ઊગીને આથમતી જાતી રાતો
જાત ઉલચું આખી ત્યારે તળિયે ટાઢપ વળે
“સખી !” કહી બોલાવે એવો એક સખા જો મળે !
સાચેસાચ્ચું કહી દેવામાં લાગે છે બહુ બીક
એ જો સામે હોય નહીં તો કશું ન લાગે ઠીક
એકલબેઠું મન બિચ્ચારું મૂંઝારાને મળે
“સખી !” કહી બોલાવે એવો એક સખા જો મળે !
મુઠ્ઠી જેવડી છાજલી મારી એ કેવો મસમોટો
ડાબે જમણે ડોક ધરું તો જડે ન એનો જોટો
નથી સમાતો આ આંખોમાં સપનું ક્યાંથી ફળે ?
“સખી !” કહી બોલાવે એવો એક સખા જો મળે !
Like this: Like Loading...
Filed under: કવિતા , ગાયત્રી ભટ્ટ , ગીત | Tagged: “સખી !” કહી બોલાવે , આંખો સામે તરે ખભો , આધુનિક દ્રૌપદીની અભિપ્સાનું ગીત – ગાયત્રી ભટ્ટ , એવો એક સખા જો મળે ! , કવિતા , ગઝલ , ગાયત્રી ભટ્ટ , ગીત , ગુજરાતી ગઝલ , ને મનમાં માથું ઢળે , gujarati , gujarati gazal , gujarati poem , gujarati poetry , gujarati shayri | 2 Comments »
Posted on મે 24, 2016 by Swati
તેં પૂછ્યો તો પ્રેમનો મર્મ
ને હું દઈ બેઠો આલિંગન,
જ્યાં પ્રથમ મેઘ વરસ્યો ,
સરિતાએ તોડ્યાં તટનાં બધંન.
એક અગોચર ઇજન દિઠું
નૈનભૂમીને પ્રાંગણ,
હું સઘળી મોસમમાં માણું
એક અહર્નિશ ફાગણ;
શતદલ ખીલ્યાં પામ્યાં કમલ પર
સૌમ્ય ગીતનું ગુંજન,
જ્યાં પ્રથમ મેઘ વરસ્યો ,
સરિતાએ તોડ્યાં તટનાં બધંન.
નીલ વર્ણનું અંબર એમાં
સોનલવરણી ટીપકી,
વિંધી શામલ ઘટા, પલકને
અતંર વિજળી ઝબકી;
નૈન ઉપર બે હોઠ આંકતા
અજબ નેહનું અંજન,
જ્યાં પ્રથમ મેઘ વરસ્યો ,
સરિતાએ તોડ્યાં તટનાં બંધન..!
–હરીન્દ્ર દવે
Like this: Like Loading...
Filed under: હરીન્દ્ર દવે | Tagged: આલિંગન , કવિતા , ગીત , તેં પૂછ્યો પ્રેમનો મર્મ , નીલ , મારી , મેઘ , વર્ણ , સરિતા , હરીન્દ્ર દવે , gujarati poem , gujarati poetry , harindra , kavita , prem , sahitya | 3 Comments »
Posted on ડિસેમ્બર 2, 2014 by Swati
પ્રભુએ બંધાવ્યું મારું પારણું રે લોલ
પારણીએ ઝૂલે રે ઝીણી જ્યોત રે
અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ
નભથી પધારી મારી તારલી રે લોલ
અંગે અંગે તે ઓતપ્રોત રે
અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ
લેજો રે લોક એનાં વારણાંરે લોલ
પુત્રી તો આપણી પુનાઈ રે
અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ
ઓસરિયે, આંગણિયે,ચોકમાં રે લોલ
વેણીના ફૂલની વધાઈ રે
અદકાં અજવાળાં એની આંખમાં રે લોલા
અમૃત દેવોનું દિવ્ય લોકમાં રે લોલ
લાડલી લાવી આ ઘેર ઘેર રે
અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ
સરખાં સહુ હેત એને સીંચજો રે લોલ
લીલા સપનાની જાણે લહેર રે
અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ
બાપુની ઢાલ બને દીકરો રે લોલ
કન્યા તો તેજની કટાર રે
અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ
ઉગમણે પહોર રતન આંખનું રે લોલ
આથમણી સાંજે અજવાસ રે
રમતી રાખોને એની રાગિણી રે લોલ
આભથી ઉંચેરો એનો રાસ રે
અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ
— મકરન્દ દવે
Like this: Like Loading...
Filed under: કવિ/કવિયત્રી , મકરન્દ દવે | Tagged: adaka ajvala , અજવાળાં , અદકાં , એની આંખમાં , ગઝલ , ગીત , ગુજરાતી ગઝલ , ઝીણી જ્યોત રે , ઝૂલે રે , પારણીએ , પ્રભુએ , બંધાવ્યું , મકરન્દ દવે , મારું પારણું , રે લોલ , dikri , gujarati , gujarati gazal , gujarati poem , gujarati poetry , gujarati shayri , kavita , makarand dave , sahitya | 3 Comments »
Posted on નવેમ્બર 28, 2014 by Swati
વાયરાએ ડાળને કૈં પ્રશ્ન પૂછ્યો છે,
છાંયડો પણ પાંદડાનો સહેજ ઝૂક્યો છે.
સૌ કણાંના જાણતલનું એમ કહેવું છે,
છોકરીની આંખમાં વંટોળ ઘૂસ્યો છે.
ત્રાગડામાં ખૂબ વીંટી સ્વપ્ન કુંવારા,
પીપળો વારાંગનાએ આજ પૂજ્યો છે.
ન્યૂઝ દૂધિયા રંગથી અખબારમાં છાપો,
એક ડોસાને સવારે દાંત ફૂટ્યો છે.
ઠેક આપી જાય છે કાયમ નજર મીઠી,
એમ કૈં ઝૂલો અમસ્તો રોજ ઝૂલ્યો છે !!
હસ્તરેખાને બદલવા હોય બીજું શું ?
મેં જ મારા હાથને લ્યો, આજ ચૂમ્યો છે.
આમ નહીંતર શ્વાસ રાતાચોળ થૈ જાતાં ?
છોડ મહેંદીનો ખરેખર ક્યાંક ઊગ્યો છે !!
– હેમંત ગોહિલ ‘મર્મર’
Like this: Like Loading...
Filed under: હેમંત ગોહિલ 'મર્મર' | Tagged: "ગઝલ" એટલે... , ? , આજ , આમ , એક , કૈં , ગઝલ , ગીત , ગુજરાતી ગઝલ , છાંયડો પણ , ઝૂક્યો છે. , ડાળને , થૈ જાતાં ? , નહીંતર , પાંદડાનો , પીપળો , પૂછ્યો છે , પૂજ્યો છે , પ્રશ્ન , રાતાચોળ , વંટોળ ઘૂસ્યો છે , વાયરાએ , વારાંગનાએ , શ્વાસ , સહેજ , હેમંત ગોહિલ 'મર્મર' , Gazal , geet , gujarati , gujarati gazal , gujarati poem , gujarati poetry , gujarati shayri , hemant gohil 'marmar' , kavita , sahitya , shayri | 3 Comments »