કોઈ ઈચ્છાની સતત મોસમ લખે છે,
એમ મારા શ્વાસમાં ફોરમ લખે છે.
પથ્થરોમાં કોતરાતી યાદ તારી –
દોસ્ત તારો સાદ, લીલુંછમ લખે છે.
આ હવામાં સ્પર્શ તારો સળવળે છે,
ટેરવાં, કાગળ સમું રેશમ લખે છે.
પત્ર તારો આવશે એવી દિશાથી –
રાત આખી કોણ આ શબનમ લખે છે ?
આંસુના ચળકાટમાં જીવી રહ્યો છું,
કોણ આ અમને દુ:ખો કાયમ લખે છે ?
– મનિષ પરમાર
Filed under: ગઝલ, મનિષ પરમાર | Tagged: "ગઝલ" એટલે..., ઈચ્છાની, એમ મારા, કોઈ, ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, ચળકાટ, ટેરવાં, તો, ફોરમ, મનીષ પરમાર, મોસમ, રેશમ, લખે છે, શબનમ, શ્વાસમાં, સતત, સ્પર્શ, DARD, DUKH, Gazal, gujarati, gujarati gazal, gujarati poem, gujarati shayri, kavita, sahitya, shayri |
adbhoot