જિંદગીભર આપણો છે સાથ, સાથે ચાલ તું !
હાથમાં મારા મૂકી દે હાથ, સાથે ચાલ તું !
હરકદમ પર કેટલાં પ્રશ્નો કસોટી કેટલી !
આ હજી તો માત્ર છે શરુઆત, સાથે ચાલ તું !
આપણું આ મૌન પણ દુનિયાને સંભળાતું હશે,
લે હવે કરવી નથી કંઈ વાત, સાથે ચાલ તું !
કોઈ પણ મારા વિચારોમાંય ફરકે ના હવે,
એકલી છે ખૂબ મારી જાત, સાથે ચાલ તું !
– રિષભ મહેતા
Filed under: ગઝલ, રિષભ મહેતા | Tagged: "ગઝલ" એટલે..., આપણો, એકલી, ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, ચાલ તું, છે સાથ, જિંદગીભર, દશા મારી, દુનિયા, પ્રશ્નો, મારા મૂકી દે, મારી, મૌન, રિષભ મહેતા, શરુઆત, સાથે, હરકદમ, હાથમાં, Gazal, gujarati, gujarati gazal, gujarati poem, gujarati poetry, gujarati shayri, sahitya, shayri |
ekalta ni khumari uttam chhe.