આંખો સામે તરે ખભો ને મનમાં માથું ઢળે
“સખી !” કહી બોલાવે એવો એક સખા જો મળે !
કદી કોઈને કહી નથી કંઈ એવી અઢળક વાતો
અંદર બહાર ઊગીને આથમતી જાતી રાતો
જાત ઉલચું આખી ત્યારે તળિયે ટાઢપ વળે
“સખી !” કહી બોલાવે એવો એક સખા જો મળે !
સાચેસાચ્ચું કહી દેવામાં લાગે છે બહુ બીક
એ જો સામે હોય નહીં તો કશું ન લાગે ઠીક
એકલબેઠું મન બિચ્ચારું મૂંઝારાને મળે
“સખી !” કહી બોલાવે એવો એક સખા જો મળે !
મુઠ્ઠી જેવડી છાજલી મારી એ કેવો મસમોટો
ડાબે જમણે ડોક ધરું તો જડે ન એનો જોટો
નથી સમાતો આ આંખોમાં સપનું ક્યાંથી ફળે ?
“સખી !” કહી બોલાવે એવો એક સખા જો મળે !
Filed under: કવિતા, ગાયત્રી ભટ્ટ, ગીત | Tagged: “સખી !” કહી બોલાવે, આંખો સામે તરે ખભો, આધુનિક દ્રૌપદીની અભિપ્સાનું ગીત – ગાયત્રી ભટ્ટ, એવો એક સખા જો મળે !, કવિતા, ગઝલ, ગાયત્રી ભટ્ટ, ગીત, ગુજરાતી ગઝલ, ને મનમાં માથું ઢળે, gujarati, gujarati gazal, gujarati poem, gujarati poetry, gujarati shayri |
sunder shabdo ni Jamavat.
સરસ
સરસ