સખિ ! ચંદ્ર ઉગ્યો મુજ ઉર આકાશે,


સખિ ! ચંદ્ર ઉગ્યો મુજ ઉર આકાશે,
વિણ તારા ક્યમ રાત જાશે ?
શ્યામ રાત્રિ સમ જીવન મધ્યે,
હ્રદય પ્રકાશ્યું તવ સાનિધ્યે –
શીતળ ચાંદની તારી છાયા,
મળી ! પછી શું જગની માયા ?
સખિ ! ચંદ્ર ઉગ્યો મુજ ઉર આકાશે.
તવ પ્રેમેન્દુના પુનિત સ્પર્શથી,
હ્રદય વીણાના તાર પરથી –
સુણ્યાં મેં બસ ગીત તારાં !
સુંદર મધુરાં પ્યારાં પ્યારાં !
સખિ!ચંદ્ર ઉગ્યો મુજ ઉર આકાશે !

– રમેશ સોની

One Response

  1. કવી કાન્ત યાદ આવી ગયા. બહુ લાલીત્યવાળી રચના.

    સખિ કે સખી?

    આના કરતાં મારી જેમ એક જ ઈ અને ઉ વાપરો તો?

Leave a comment