મૌન કહો તો એક શબ્દ છે : આમ જુઓ તો વાણી, − નીલેશ રાણા


મૌન કહો તો એક શબ્દ છે : આમ જુઓ તો વાણી.
આભથી જુઓ બરફ પડે છે ને પળમાં વહેતું પાણી.

જળની કુંડળી પરપોટામાં શાને જાય સમાઇ ?
પથ્થરમાંથી ઝરણું ક્યાંથી પ્રકટે એ જ નવાઇ ?

નદી, સરોવર, સમદર જળની જૂજવી હોય કહાણી
મૌન કહો તો એક શબ્દ છે : આમ જુઓ તો વાણી.

રેતી પર એક નામ લખું રે પવન ભૂંસતો જાય
જળમાં તારું નામ લખું તો તરંગમાં લહેરાય

રહસ્ય પછી આ જિંદગી જોને બેઠી ઘૂંઘટ તાણી
મૌન કહો તો એક શબ્દ છે : આમ જુઓ તો વાણી.

− નીલેશ રાણા

6 Responses

  1. મૌન કહો તો એક શબ્દ છે : આમ જુઓ તો વાણી.
    આભથી જુઓ બરફ પડે છે ને પળમાં વહેતું પાણી.

    વાહ! પળમાં થતાં કુદરતી ફેરફારો જીવન બદલી શકે એની નોંધ લેવાની દ્રષ્ટિ સાથેનું કાવ્ય જ સાચા કવિની ખુબી છે. ધન્યવાદ!

  2. it’s really beautiful…i like it ..

Leave a comment