હું કવિનો શબ્દ તો ના થઈ શક્યો
હા, મગર બારાખડીમાં હું હતો !
ઝૂલણાની રાહમાં ઊંંઘી જતો
રાતની એ ખટઘડીમાં હું હતો !
હું જ સાવરણી લઈ વાળું મને
જીર્ણ પેલી સૂપડીમાં હું હતો !
ઘર ! તને તો યાદ છે ને એ બધું ?
કોઈ નહોતું એ ઘડીમાં હું હતો !
મેજ, ખુરશી, લેમ્પ, ચશ્માં, ડાયરી
છે અહીં એવું ઘણું છે, હું નથી !
આ દિવાલો ક્યારની પી ગઈ મને
ખંડ છે, ખાલીપણું છે, હું નથી !
હું સમયના ઉંબરાની સ્તબ્ધતા
બોલકું આ બારણું છે, હું નથી !
– મિલિન્દ ગઢવી
Filed under: મિલિન્દ ગઢવી, સોનેટ |
Hii
Beautiful!!
khubaj sunder Milindbhai
mane gujrati gazal bahuj game che i like it pls.buji pan gazalo moklva vinnati
વાહહહહ
મિલિન્દ ગઢવી સાહેબ ની રચના ખૂબ ગમી ..હું જ સાવરણી લઈ વાળું મને ..સુંદર કલ્પનો ..મજા આવી ગઈ ..
Gujarati sad song to listen