ધારું તો હું શ્વાસ ઉપર ‘હે રામ’ લખી દઉં,
પરપોટાનું ચપટીમાં અંજામ લખી દઉં.
ને બંધ બેસતા શબ્દ વિષે જો કોઈ પૂછે,
કાતિલના ખાનામાં ખુદનું નામ લખી દઉં.
કલમ મહીં મેં કેફ ભર્યો છે ઘૂંટી ઘૂંટી,
બેપરવા થૈ જાત પરે બેફામ લખી દઉં.
નામ થવાની આખી ઘટના મોઘમ રાખું,
બદનામીની વાતો બે મુદ્દામ લખી દઉં.
જ્યારે ત્યારે કહેવાના કે ઘર મારું છે,
સોનાની આ લંકા લો અભરામ લખી દઉં.
કાગળ પર તો આજ સુધી મેં ખૂબ લખ્યું,
ઊભે મારગ પગલાંનો પયગામ લખી દઉં.
ખોવાયેલી ખૂશ્બુથી મેળાપ કરાવો,
રાજીપામાં આખેઆખું ગામ લખી દઉં.
– કિશોર જીકાદરા (ગાંધીનગર)
Filed under: કવિ/કવિયત્રી, કિશોર જીકાદરા, ગઝલ, ગુજરાતી શાયરી | Tagged: આખેઆખું, કરાવો, કલમ, કિશોર જીકાદરા (ગાંધીનગર), કેફ, ખૂશ્બુથી, ખોવાયેલી, ગામ, ઘૂંટી, છે, ધારું તો હું શ્વાસ ઉપર ‘હે રામ’ લખી દઉં, બદનામીની, ભર્યો, મહીં, મુદ્દામ, મેં, મેળાપ, રાજીપામાં, વાતો |
SARASA RACHANA, SHBDO KHUB JA BHAVAVVHI RAHYA CHHE, AABHAR
sars 6e….. dil khus thay gyu..
Khuub sunder abhivyakti!
sarasa gazal
kishor jikadara ni aa gazal no aekeaek sher kabil-e-dad 6e…. bahot khub!
kya bat
i saro prayas temaa y KAAGAL UPR…WLO SHER GAMYO
shabdo ni abhivyakti ne shabdo na praas!!!!!!!!!ane te pn kagal pr.khoob saras.
nice one
kub gami chhe tamari rachana,
kaho to khodiya mathi pran aapi dav.