ગુજટ્યુબ.કોમ
ગુજરાતી વિડિઓ નો ગુલદસ્તો
ગુજરાતી ગઝલ™
ગુજરાતી ગઝલ નો ખજાનો
રત્નકણિકા.કોમ
ગુજરાતી ભાષાના અમૂલ્ય મોતીઓનો ખજાનો !!!
સ્વાદઇન્ડિયા.કોમ
દુનિયાભરની વાનગીઓ આપણી ભાષામાં…
Posted on November 5, 2011 by admin
કોણ છે જે આંખને નીંદર તો દે, સુવા ન દે,
રોજ સુરજ લઈને આવે ને છતાં ઉષા ન દે.
કમ-સે-કમ લાલાશ તો દઈ દે તું ઢળતા સૂર્યની,
હું નથી કહેતો કે મારે આંગણે સંધ્યા ન દે.
ચાલતા રહેવાની હિંમત આપતા તો હોય છે,
લોક કિન્તુ મંઝિલે પહોંચી જવા રસ્તા ન દે.
એક તરફ આંખ કે જેને જગત નાનું પડે,
એક તરફ આંખનો અહેસાસ જે જોવા ન દે.
એટલું અંતર રહે તદબીર ને તકદીરમાં,
એક પ્યાલો છલછલાવે ને બીજું પીવા ન દે.
દર્દને નિસ્બત ફક્ત અશ્રુથી ક્યાં ‘બેતાબ’ છે ?
કંઈક એવા પણ મળ્યા છે દર્દ જે રોવા ન દે.
- રિષભ મહેતા ‘બેતાબ’
Filed under: રિષભ મહેતા | 2 Comments »
Posted on October 23, 2011 by admin
તારી સુંદરતાને કોઈ ડાઘ લાગી જાય નહીં
તું બહુ માસુમ મુલાયમ છે, તને સ્પર્શાય નહીં !
તું નજીક આવી અને બોલે કે કંઈ બોલાય નહીં
અર્થ એનો એ જ છે કે વાત પૂરી થાય નહીં !
કોઈ આવીને પૂછે કે શું થયું તો શું કહું
જે તને સમજાય છે એ કોઈને સમજાય નહીં !
આવ, કોઈ ઘર બનાવીને રહીએ કે અહીં
પંખીઓ માળો કરે છે તે વિષય ચર્ચાય નહીં !
વાહનો ટકરાય છે તે માર્ગ ઉપર માણસો
આવ જા કરતાં રહે પણ એ રીતે અથડાય નહીં !
પળ પછી પળ, દિન પછી દિન વીતતાં હોવાં છતાં
આપણી પાસે નથી ને આ સમય જીવાય નહીં !
- ભરત વિંઝુડા
સાભાર : ‘તને બોલાવું ‘ પરથી કવિની એક અપ્રગટ રચના
Filed under: ગઝલ , ભરત વિંઝુડા | Tagged: કોઈ ડાઘ , ગુજરાતી ગઝલ , તને બોલાવું , તારી સુંદરતાને , નહીં , ભરત વિંઝુડા , લાગી જાય , gujarati gazal | 5 Comments »
Posted on September 12, 2011 by admin
એક મારો વરસાદ, એક તારો વરસાદ
અને પેલો વરસાદ જરા નોખો
સૌ સૌનાં હૈયામાં સૌનો વરસાદ લઈ
જોને વહેતા જાય લોકો
મારા વરસાદને લાગે જો એકલું
તો તારો વરસાદ જરી આપશે ?
પાછો દેતાં એને રાખી લઉં થોડો
તો કેટલો લીધો તે કેમ માપશે ?
વરસાદી આપ-લેના ભીના સંબંધનો
જો જે વહી ન જાય મોકો…
મારો વરસાદ ઝૂલે જાંબલિયા ઝૂલણે
તારો વરસાદ રંગ રાતે
એક પછી એક રંગ રસ્તા ઓળંગીને
વળગીશું લીલેરી વાતે
આપણું એ મેઘધનુ એવું તો ઝૂલશે
કે વાદળાંય કહેશે કે ‘રોકો’
– મનોજ્ઞા દેસાઈ
Filed under: ગીત , મનોજ્ઞા દેસાઈ | 3 Comments »
Posted on September 11, 2011 by admin
છેવટે કંટાળી મેં વાદળાંને કીધું
કે વરસ્યા વિનાના શું જાવ છો ?
વાદળ કહે કે ભાઈ વરસી તો પડીએ
પણ આપશ્રી ક્યાં કોઈ દી ભીંજાવ છો ?
મેં કીધું શું ક્યો છો ? ગ્યા વરસે ક્યાં ર્યો’તો
છત્રી ઉઘાડવાનો વેંત ?
વાદળ ક્યે, રહેવા દ્યો પલળી જે જાય
ઈ તો અંદરથી ઉગાડે હેત
વરસી વરસીને અમે થાકી ગયા ને
તોય તમે ક્યાં લીલાછમ થાવ છો ?
મેં કીધું આ રીતે શું કામે નાખો છો
માણસની જાત માથે આળ ?
વાદળ ક્યે ચાલ મને તારામાં ગોતી દે
એકાદી લીલીછમ ડાળ
મૂળનું તો સરનામું મળતું નથી
ને પાછા કૂંપળના ગીતો શું ગાવ છો ?
મેં કીધું આ રીતે તરસ્યે મારીને
તમે સારું તો કરતા નથી જ
વાદળ ક્યે બસ ભાઈ આ રીતે અમને પણ
થોડીક ચડી ગઈ ખીજ
અબઘડીએ ધોધમાર વરસી પડું છું
બોલો બાળકની જેમ તમે ન્હાવ છો ?
- કૃષ્ણ દવે
Filed under: કૃષ્ણ દવે , ગીત | 5 Comments »
Posted on September 7, 2011 by admin
સાચકલું સબ તરે, કેટલી મજા !
ખોટાડું ખબ ખરે, કેટલી મજા !
બાવળિયના ઝુંડે ના જન્મારો ખોવો,
પથ્થરમાંથી કોક ફુવારો ફૂટતો જોવો;
સૂક્કી ડાળે ફરફર જ્યારે થાય ફૂલની ધજા,
કેટલી મજા !
વાડો આડે ભોમ ભીતરી બદ્ધ ન કરવી,
મધરાતેયે નભગંગાથી ગાગર ભરવી ;
ઉજ્જડ વાટે હોય વરસવા વીજવાદળને રજા !
કેટલી મજા !
પડઘાઓથી નથી કાનને કરવા બ્હેરા,
પડછાયાના હોય નહીં સૂરજને પ્હેરા ;
કાદવનાં કમળોએ ખીલી સરવર મારાં સજ્યાં !
કેટલી મજા !
Filed under: કવિ/કવિયત્રી , ગઝલ , ચન્દ્રકાંત શેઠ | 1 Comment »
Posted on September 4, 2011 by admin
આજે કૃષ્ણભાઈનો જન્મદિવસ છે અને અચાનક જ ડાયરીના પાના ફેરવતા ફેરવતા આ રચના વાંચવામાં આવી ગઈ અને આપની સાથે વહેંચવા માટે અહીં મૂકી…
કવિને જન્મદિવસની શુભેચ્છાઓ સાથે… આ રચના
પરસેવો બીચ્ચારો રઘવાયો થઈને ભલે ચહેરા પર આમતેમ દોડે !
માઈક મળે તો કોઈ છોડે ?
નાના અમથા એ ટીપાં શું જાણે ? આ ભાષણ શું કરવાની ચીજ છે ?
આકાશે ચાંદો છે, ચાંદામાં પૂનમ ને પૂનમના પાયામાં બીજ છે
વિષયમાં એવો તો ફાંફે ચડે ને તોય તંતુને આમતેમ જોડે.
માઈક મળે તો કોઈ છોડે ?
ઉધરસ ને નસકોરા રમત્યે ચડે ને એ ય બગ્ગાસા વ્હેંચાતા ભાગમાં
કંટાળો જાણે કે આખ્ખું કુટુમ્બ લઈ ફરવા આવ્યો ન હોય બાગમાં
તાજા ઉઘડેલ એક વક્તાને ડાળીએથી ખંખેરી ખંખેરી તોડે.
માઈક મળે તો કોઈ છોડે ?
છેલ્લી બે વાત, એવું કાનમાં પડે ને કંઈક શ્રોતામાં જીવ પાછા આવે
છેલ્લી, છેલ્લી છે એમ બોલી બોલીને પાછો આખ્ખો કલાક એક ચાવે
સાકરના ગાંગડાને કચ્ચકચાવીને જાણે પકડ્યો હો ભૂખ્યા મંકોડે.
માઈક મળે તો કોઈ છોડે ?
– કૃષ્ણ દવે
Filed under: કૃષ્ણ દવે | 7 Comments »
Posted on June 23, 2011 by admin
હતી એકસરખી જ હાલત અમારી
મળી ઘર વગરની મને એક બારી
ભણેલી-ગણેલી મળે લાગણીઓ
ન સમજી શકે કૈં અભણ આંખ મારી.
રહસ્યો ખબર છે બધાં ઘરની છતનાં
નથી કોઈ આકાશની જાણકારી.
મેં તારી ગલીના ગુનાઓ કર્યા નહીં
નહીંતર સજાઓ હતી સારી-સારી.
થયા શું અનુભવ, ટકોરા જ કહેશે
તને ક્યાં ખબર, બારણાની ખુમારી ?
Filed under: કવિ/કવિયત્રી , ગઝલ , ભાવેશ ભટ્ટૃ | Tagged: બારણાની ખુમારી , ભાવેશ ભટ્ટ , મળી ઘર વગરની મને એક બારી , હતી એકસરખી હાલત અમારી | 5 Comments »
Posted on June 19, 2011 by admin
તું શિખરે, હું તળિયે :
આપણ એવો જાગ જગવીએ,
કેવળ ઝળહળીએ, ઝળહળીએ !
તું મસ્તીલો પવન, પુષ્પ હું
ખૂણે નહીં ખીલેલું ;
તું આવે તો સકળ ધરી દઉં
તને સુવાસ ભરેલું !
લહર લહર લ્હેરાતાં આપણ
અરસપરમાં ઢળીએ !-
તું આકાશે હંસ ઊડતો,
હું માનસજલબિન્દુ !
તારા સ્પર્શે ઊગશે અંદર
મુક્તારસનો ઇન્દુ !
ઊછળી ઊંચે, ઊતરી ઊંડે
મરજીવિયે મન મળીએ !
તું તો આવે ગગન-ઘટા લૈ,
ઘટમાં કેમ સમાશે ?
તારી વીજ શું પતંગિયાના
પાશ મહીં બંધાશે ?
પલકારામાં પ્રગટે પૂનમ,
વાટે એવી વળીએ !
Filed under: ગીત , ચન્દ્રકાંત શેઠ | Leave a Comment »
Posted on June 18, 2011 by admin
ફૂલોએ આપઘાત કર્યો હોય પણ કદાચ,
આ શૂન્યતામાં શબ્દ સર્યો હોય પણ કદાચ.
અસ્તિત્વ મ્હેક મ્હેક ફરી થઈ રહ્યું તો છે,
કાંટો સમયનો પાછો ફર્યો હોય પણ કદાચ.
લાગે છે છિન્નભિન્ન થયો એટલે નહીં,
ધસમસતાં પૂર સામે તર્યો હોય પણ કદાચ.
કારણ વગર ભીતરથી ખળભળું છું આજકાલ,
કોઈએ અરીસો સામે ધર્યો હોય પણ કદાચ.
પરબીડિયું જે અંધકારમાં ડૂબી ગયું,
તડકો ગજબનો એમાં ભર્યો હોય પણ કદાચ.
‘સાહિલ’ નદીના કાંઠે વીત્યું જેનું આયખું,
એ શખ્સ રણના હાથે ઠર્યો હોય પણ કદાચ.
- ‘સાહિલ’
0.000000
0.000000
Filed under: અનામી - UNKNOWN | 1 Comment »
Posted on June 9, 2011 by admin
મિત્રો,
ગુજરાતી ગઝલ ની સફર જૂનની ૫ તારીખે ચાર વર્ષ પૂરા કરીને પાંચમા વર્ષમાં પગલા માંડી રહી છે, ઉપરાંત આજે ગુજરાતી ગઝલ ના મુલાકાતીઓની સંખ્યા પણ 5,80,700 નો આંકડો વટાવી ગઈ છે. ત્યારે આ ખુશી, આ આનંદ શ્રી રશીદ મીરની આ ગઝલના માધ્યમ દ્વારા આપ સૌની સાથે વહેંચવી ગમશે…
સાવ અજાણી ભાષા જેવું, હું પણ બોલું તું પણ બોલ,
ભેદભરમના તાણાવાણા, હું પણ ખોલું તું પણ ખોલ.
ક્યાંય નહીં અવચેતન જેવું, વિસરાતા ચાલ્યા ઓસાણ,
ઢોલ બજે અનહદના ભીતર, હું પણ ડોલું તું પણ ડોલ.
પ્રીત પછીનો પહેલો અવસર ઘેનભરી પાંપણ પર બેઠું,
આજ સખી મોંહે ઘૂંઘટ કે પટ, હું પણ ખોલું તું પણ ખોલ.
સાવ લગોલગ ભવના માથે વણબોલ્યાનો અધમણ ભાર,
હૈયા સોતું અમૃત ગળતું, હું પણ ઘોળું તું પણ ઘોળ.
મન મરકટની ગતિ ન્યારી, વણ પ્રીછ્યું પ્રીછે કૈં વાર,
પલમેં માશા, પલમેં તોલા, હું પણ તોલું તું પણ તોલ.
શબ્દોના વૈભવની આડે, અર્થોના બોદા રણકાર,
ચેત મછંદર ગોરખ આયા, હું પણ પોલું તું પણ પોલ.
0.000000
0.000000
Filed under: અનામી - UNKNOWN , સમાચાર | 7 Comments »
Posted on June 9, 2011 by admin
લાગણીની ટોચ પર પહોંચ્યા ને પરદો થઈ ગયો,
એક ગરવો સાથ પળમાં ઓર ગરવો થઈ ગયો.
વાતમાં નહિતર હતો ક્યાં કાંઈ પણ વક્કર છતાં,
આપને કીધા પછી હું સાવ હળવો થઈ ગયો.
છે બહુ અપરાધ સંગીત બોલવું અહીંયાં છતાં,
આપને જોયા અને મારાથી ટહુકો થઈ ગયો.
આંખથી સ્પર્શી જીવનના અશ્વ પર વહેતાં થયાં,
ને પછી પળવારમાં હું ખુદથી અળગો થઈ ગયો.
માનું છું ‘સાહિલ’ તણખલા જેવું છે અસ્તિત્વ પણ,
જ્યાં મળ્યાં બે-ત્રણ તણખલાં ત્યાં જ માળો થઈ ગયો.
Filed under: ગઝલ , સાહિલ | 1 Comment »
Posted on April 23, 2011 by Manthan Bhavsar
એક મોજું એ રીતે અથડાય છે,
સ્વપ્નમાં સૌ વ્હાણ ડૂબી જાય છે.
આ દિવસ ક્યારેય પણ ઊગતો નથી,
રાતનો ખાલી કલર બદલાય છે.
આમ કરતાં આમ કર્યું હોત તો ?
એ બધું વીત્યા પછી સમજાય છે.
તોડવું કઈ રીતથી પેન્સિલ પણું ?
શ્વાસ જન્મે ને તરત બટકાય છે.
માત્ર હું દીવાસળી બોલું અને-
ચોતરફથી આગ લાગી જાય છે.
-અનિલ ચાવડા
23.039574
72.566020
Filed under: અનિલ ચાવડા | Tagged: અનિલ ચાવડા , એક મોજું એ રીતે અથડાય છે | 7 Comments »
Posted on March 28, 2011 by admin
જૂઠી ઝાકળની પિછોડી
મનવાજી મારા ! શીદ રે જાણીને તમે ઓઢી ?
સોડ રે તાણીને મનવા ! સૂવા જ્યાં જાશો ત્યાં તો
શ્વાસને સેજારે જાશે ઊડી.
મનવાજી મારા ! જૂઠી ઝાકળની પિછોડી !
બળતા બપ્પોર કેરાં અરાંપરાં ઝાંઝવામાં –
તરસ્યાં હાંફે રે દોડી દોડી;
મનનાં મોરલાને પાછા રે વાળો વીરા !
સાચાં સરવરિયે દ્યો ને જોડી.
મનવાજી મારા ! જૂઠી ઝાકળની પિછોડી !
સાચાં દેખાય તે તો કાચાં મનવાજી મારા !
જૂઠાં રે જાગર્તિનાં મોતી;
સમણાંને ક્યારે મોરે સાચા મોતી-મોગરા જી !
ચૂની ચૂની લેજો એને તોડી !
મનવાજી મારા ! જૂઠી ઝાકળની પિછોડી !
એવું રે પોઢો મનવા ! એવું રે ઓઢો મનવા !
થીર કે દીવાની જેવી જ્યોતિ;
ઉઘાડી આંખે વીરા ! એવા જી ઊંઘવા કે –
કોઈ નો શકે સુરતા તોડી,
મનવાજી મારા ! જૂઠી ઝાકળની પિછોડી !
-બાલમુકુન્દ દવે
Filed under: કવિતા , ગીત , બાલમુકુન્દ દવે | Tagged: ગીત , ગુજરાતી ગઝલ , ઝાકળની પિછોડી , તમે ઓઢી , પ્રાર્થના , બાલમુકુન્દ દવે , મનવાજી મારા , શીદ રે જાણીને , balmukund dave , gujarati , gujaratigazal , jhoothi , pichhodi , zakal ni | Leave a Comment »
Posted on March 26, 2011 by Manthan Bhavsar
છોડ દીવાને પહેલાં તું મને પ્રગટાવને,
આવવા તૈયાર છું, રસ્તો જરા બદલાવને.
પ્રેમની વ્યાખ્યા કરે છે એક માણસ ક્યારનો,
તું જરા એને ખૂણામાં લઈ જઈ સમજાવને.
ભાઈ ખાલીપા ! હજીયે કોઈ પણ આવ્યું નહીં,
તું જ ઘરની બ્હાર જઈને બારણું ખખડાવને.
આંસુ આંખોનાં પ્રવાહી થઈ ગયેલા શબ્દ છે,
ચાલ નવરો હોય તો થોડીક લિપિ ઉકલાવને.
ક્યાં સુધી હું આભ સામે જોઈને બેસી રહું?
તું હવે વરસાવતો જો હોય તો વરસાવને.
-અનિલ ચાવડા
(“લયસ્તરો” ના સૉજન્યથી)
23.039574
72.566020
Filed under: અનિલ ચાવડા | Tagged: છોડ દીવાને પહેલાં તું મને પ્રગટાવને - અનિલ ચાવડા | 4 Comments »
Posted on March 24, 2011 by Manthan Bhavsar
અચાનક કોણ જાણે યાદ કેવી વાત આવી ગઇ
દિવસ હોવા છતાં આંખોમાં માઝમ રાત આવી ગઇ
મળી કેવો ગયો ઉત્સાહ એ આશ્ચર્યથી ‘ઘાયલ’
ફરીથી જીવવાની જીવમાં તાકાત આવી ગઇ
ગાગર મહીં ઘૂઘવાતો સાગર થઇ શકું છું
સંસારમાં રહીને શાયર થઇ શકું છું
નહીં જેવો તોયે ઇશ્વર તારો જ અંશ છું હું
હું પણ અનેક રૂપે હાજર થઇ શકું છું
અમૃતથી હોઠ સહુના એઠા કરી શકું છું,
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું;
આ મારી શાયરી તો સંજીવની છે ‘ઘાયલ’
શાયર છું પાળિયા ને બેઠા કરી શકું છું.
નથી સામાન્ય આસવનો વિરલ રસનો કળશ છું હું
મથું છું હરપળે હળવો થવા મબલખ વિવશ છું હું
કાંઇ કહેવાય ના ક્યારે કયો પુરુષાર્થ અજમાવું
હજી જનમ્યો નથી એવા ભગીરથની ધગશ છું હું
અમૃત ઘાયલ
23.039574
72.566020
Filed under: ‘ઘાયલ’ | Tagged: મળી કેવો ગયો ઉત્સાહ એ આશ્ચર્યથી ‘ઘાયલ’ , G , ghayal , gujarati gazal | 1 Comment »
Posted on March 22, 2011 by Manthan Bhavsar
ગુસ્સે થયા જો લોક તો પત્થર સુધી ગયા,
પણ દોસ્તો ના હાથ તો ખંજર સુધી ગયા.
જુલ્ફોય કમ નહોતી જરા એ મહેક માં,
મુરખા હતા હકીમ કે અત્તર સુધી ગયા.
એમ જ કદાપિ કોઇને લોકો ભજે નહિ,
ખપતું’તુ સ્વર્ગ એટલે ઇશ્વર સુધી ગયા.
‘ઘાયલ’ ની ભાવભીની અમારે તો દોસ્તી,
આ એટલે તો દુઃશ્મનોના ઘર સુધી ગયા.
- ‘ઘાયલ’
23.039574
72.566020
Filed under: ‘ઘાયલ’ | Tagged: 'ઘાયલ' , ગુસ્સે થયા જો લોક તો પત્થર સુધી ગયા | 7 Comments »
Posted on March 11, 2011 by Manthan Bhavsar
છેક ગળથૂથીથી ગંગાજળ સુધી ચાલ્યા અમે
એમ લાગ્યું ફક્ત બસ મૃગજળ સુધી ચાલ્યા અમે
છાતી ચીરીને બતાવી ના શક્યા ,તેથી જ તો
કાળજેથી નીકળી કાગળ સુધી ચાલ્યા અમે
સીંદરીની જાત છઈએ ,જાત પર જઈએ જ ને
રાખ થઇ ગ્યા ,તોય છેલ્લા વળ સુધી ચાલ્યા અમે
સાધના,સાધન અને શું સાધ્ય છે :સ્વાહા બધું
ધૂપદાની લઇ અને ગૂગળ સુધી ચાલ્યા અમે
બળ કહો કે કળ કહો કે છળ કહો,કંઈ પણ કહો
અંતમાં કહેવું પડે:અંજળ સુધી ચાલ્યા અમે
-સુરેશ વિરાણી
23.039574
72.566020
Filed under: સુરેશ વિરાણી | Tagged: ચાલ્યા અમે , છેક ગળથૂથીથી ગંગાજળ સુધી ચાલ્યા અમે , સુરેશ વિરાણી | 2 Comments »
Posted on March 9, 2011 by admin
આજ અમે અંધારું શણગાર્યું,
હે જી અમે શ્યામલને સોહાવ્યું. હો આજ…
ગગને રૂપાળું કર્યું તારા મઢીને એને
ધરતીએ મેલીને દીવા,
ફૂલોએ ફોરમને આલી આલીને એનું
અંગેઅંગ મહેકાવ્યું !
હો આજ….
પાણીએ, પાય એને, બાંધેલા ઘૂઘરા
ખળખળ ખળખળ બોલે :
ધરણીના હૈયાના હરખે જાણે આજ
અંધારાનેયે નચાવ્યું !
હો આજ…
વીતી છે બર્ષા ને ધરતી છે તૃપ્ત આજ,
આસમાન ખીલી ઊઠ્યું :
ઊડે આનંદરંગ ચોમેર અમારો એમાં
અંધારું આજે રંગાયું !
હો આજ….
થાયે છે રોજ રોજ પૂજા સૂરજની ને
ચાંદાના યે વ્રત થાતાં,
આનંદઘેલા હૈયે અમારા આજ
અંધારાને યે અપનાવ્યું !
હો આજ…
– પ્રહલાદ પારેખ
Filed under: ગીત , પ્રહલાદ પારેખ | Tagged: આજ અમે અંધારું શણગાર્યું , પ્રહલાદ પારેખ , શ્યામલને , સોહાવ્યું , હે જી અમે | 4 Comments »
Posted on March 6, 2011 by admin
નર્સનાં સફેદ વસ્ત્રો જેવી કડક શાંતિમાં
ભયભીત પાંખોનો ફફડાટ કરચલીઓ પાડે છે,
તૂટેલા મિજાગરા પર પવન લટકે છે.
જીર્ણ વસ્ત્રની જેમ તડકો ફસકી પડ્યો છે.
પડખું ફેરવી ગયેલા રસ્તા પર વૃક્ષો
શિથિલ થઈને પડ્યાં છે.
ક્યાંકથી જળ ટપકવાનો અવાજ સંભળાય છે.
બખોલમાં બે ઝીણી ઝીણી આંખો તગતગે છે.
તૂટેલી ડાળ પર કળીઓ ખીલું ખીલું થઈ રહી છે.
દૂર ખાબોચિયામાં બાળક છબછબિયાં કરી રહ્યું છે.
ડહોળયેલી નદીને કાંઠે એક વૃદ્ધ ઊભો છે.
એની આંખોમાં લાચારી નથી, આશા નથી,
કેવળ એક પ્રશ્ન છે :
આજે જો ઇશ્વર સામો મળે તો પૂછવા માટે –
‘સયુજા સખા’નો અર્થ.
- જયા મહેતા
Filed under: અછાંદસ , જયા મહેતા | Tagged: કડક , જયા મહેતા , જેવી , નર્સનાં , વાવાઝોડા પછીની સવારે , શાંતિમાં , સફેદ વસ્ત્રો , gujarati gazal , jaya mehta , pachhi ni , savare , vavajhoda | 2 Comments »
Posted on March 3, 2011 by admin
પાંચ લાખ પગલાં પૂરા થઈ ગયા…. ખ્યાલ પણ નારહ્યો… આજે ધ્યાન ગયું તો આજે એનો આનંદ વ્યક્ત કરી લઈએ…. સૌના આભાર સાથે આ મજાની રચના માણીએ. આપ સૌને ખાસ આગ્રહ કે અહીં કાંઈ પણ ભૂલ કે દોષ ધ્યાનમાં આવે તો જાણ કરશો.
હવામાં આજ વહે છે ધરતી કેરી ખુશખુશાલી,
મોડી રાતે મેઘ વિખાયો ભાર હૈયાનો કીધો ખાલી – હવામાં
ઝાકળબિંદુ પાને પાને
તૃણે તૃણે ઝબકે જાણે
રાતે રંગીતે નિહારિકા ધરતીખોળે વરસી ચાલી – હવામાં
રમતા રમતાં વાદળ ગિરિશિખરે
મધુર નાની સરિત સરે
દૂર દિગંતે અધીર એનો પ્રીતમ ઊભો વાટ નિહાળી – હવામાં
રવિ તો રેલે ન્યારા
સોનેરી સૂરની ધારા,
વિશાળે ગગનગોફે જાય ગૂંથાતી કિરણજાળી – હવામાં
મન તો જાણે જુઈની લતા
ડોલે, બોલે સુખની કથા,
આજ ઉમંગે નવસુગંધે ઝૂલે એ તો ફૂલીફાલી – હવામાં
– નાથાલાલ દવે
Filed under: ગીત , નાથાલાલ દવે | Tagged: આજ વહે છે , કીધો ખાલી , ખુશખુશાલી , ધરતી કેરી , નાથાલાલ દવે , ભાર હૈયાનો , મેઘ વિખાયો , મોડી રાતે , હવામાં | 2 Comments »
Posted on March 1, 2011 by admin
કોઇ શબદ આવે આ રમતો રે,
કોઈ શબદ આવે મનગમતો,
મહામૌનના શિખર શિખરથી
સૂરજ નમતો નમતો રે-
કોઇ શબદ આવે આ રમતો
એક શબદ હૈયે ઝીલું ને
હોઠ કરી દઉં બંધ,
માથું ઢાળી રહું અઢેલી
આ આકાશી કંધ :
શબદ ઊગે હું શમતો રે –
કોઈ શબદ આવે આ રમતો.
ઝાંખો ઝાંખો દિવસ બન્યો ને
પાંખી પાંખી રાત,
પગલે પગલે પડી રહી આ
બીબે બીજી ભાત
ભાંગ્યા ભેદભરમ તો રે,
કોઈ શબદ આવે આ રમતો.
પિંડ મહીં આકાર ધરે
પળ પળ ગુંજરતો પિંડ,
માંસલ સાજ પરે આ કોની
અમી ટપકતી મીંડ !
શો સરસ સરસ રસ ઝમતો રે,
કોઈ શબદ આવે આ રમતો.
- મકરન્દ દવે
Filed under: કવિતા , ગીત , મકરન્દ દવે | Tagged: આ રમતો રે , આવે , કોઇ શબદ , ઝાંખો ઝાંખો , દિવસ બન્યો , પાંખી પાંખી રાત , મકરન્દ દવે , મહામૌનના , શબદ , શબદ – મકરન્દ દવે , શિખર , gujarati gazal , shabad | 5 Comments »
Posted on February 27, 2011 by admin
કીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે ?
મારું સ્વરૂપ શું છે, મારો સ્વભાવ શું છે ?
ઋતુઓના રંગ શું છે, ફૂલોની ગંધ શું છે ?
લગની, લગાવ, લહેરો આ હાવભાવ શું છે ?
લયને ખબર નથી કૈં, આકાર પણ અવાચક,
શું છે રમત પવનની, ડાળીનો દાવ શું છે ?
પર્વતને ઊંચકું પણ પાંપણ ન ઊંચકાતી,
આ ઘેન જેવું શું છે, આ કારી ઘાવ શું છે ?
પાણીની વચ્ચે પ્રજળે, કજળે કળી કળીમાં,
એનો ઇલાજ શું છે, આનો બચાવ શું છે ?
ચિંતા નથી કશી પણ નમણા નજૂમી કહી દે,
હમણાં હથેળી માંહે આ ધૂપછાંવ શું છે ?
ફંગોળી જાઉં શબ્દો ને મૌનને ફગાવું –
નીરખી શકું જો શું છે હોવું, અભાવ શું છે ?
હર શ્વાસ જ્યાં જઈને ઉચ્છવાસને મળે છે,
સ્થળ જેવુંયે નથી તો ઝળહળ પડાવ શું છે ?
- રાજેન્દ્ર શુક્લ
Filed under: ગઝલ , રાજેન્દ્ર શુક્લ | Tagged: આકાર પણ અવાચક , આવજાવ , કજળે , કવિ....!!! , કારી ઘાવ , કીડી સમી , ક્ષણોની , ગુજરાતી ગઝલ , ધૂપછાંવ , નમણા નજૂમી , પરિપ્રશ્ન – રાજેન્દ્ર શુક્લ , પ્રજળે , મિત્રો , રચના , રાજેન્દ્ર શુક્લ , લગની , લગાવ , લયને , લહેરો , શાયર , હાવભાવ , Gazal , geet , gujarati , gujaratigazal , kavi , kavita , shayri | 2 Comments »
Posted on February 21, 2011 by admin
“વિશ્વ માતૃભાષા દિવસ”ની શુભેચ્છાઓ સાથે
ગુજરાતી ભાષાનું ગૌરવ દર્શાવતી શ્રી ઉમાશંકર જોષીની આ અમર રચના
જે જન્મતાં આશિષ હેમચન્દ્રની
પામી, વિરાગી જિનસાધુઓએ
જેનાં હિંચોળ્યા મમતાથી પારણાં,
રસપ્રભા ભાલણથી લહી જે
નાચી અભંગે નરસિંહ-મીરાં-
અખા તણે નાદ ચડી ઉમંગે
આયુષ્મતી લાડલી પ્રેમભટ્ટની
દ્રઢાય ગોવર્ધનથી બની જે,
અર્ચેલ કાન્તે, દલપત પુત્રે
તે ગુર્જરી ધન્ય બની ઋતંભરા
ગાંધીમુખે વિશ્વમાંગલ્યધાત્રી
– ઉમાશંકર જોષી (૧૯૧૧ – ૧૯૮૮)
Filed under: ઉમાશંકર જોશી , કવિતા , ગીત | Tagged: આયુષ્મતી , આશિષ , ઉમાશંકર જોષી , ઋતંભરા , ગુર્જરી ગિરા , જન્મતાં , જિનસાધુઓએ , જે , નાચી અભંગે નરસિંહ-મીરાં- , પામી , વિરાગી , વિશ્વ માતૃભાષા દિવસ , વિશ્વમાંગલ્યધાત્રી , હેમચન્દ્રની | 1 Comment »
Posted on February 16, 2011 by admin
અહોહો ઝનઝન ભવ્ય સતાર !
રણઝણે તાર તાર પર તાર !
અધર ગગનમાં ચડી પૃથ્વીનું તુંબ ગ્રહ્યું તેં ગોદ,
સપ્ત તેજના તંતુ પરોવી તેં છેડ્યો કામોદ.
અહોહો ઝનઝન ભવ્ય સતાર !
કુંજ કુંજ ગોચર ગૈ થંભી, થંભી ગ્રહઘટમાળ.
ક્ષીરસિંધુએ તજી સમાધિ, જાગ્યો બ્રહ્મમરાળ.
અહોહો ઝનઝન ભવ્ય સતાર !
અમે પૂછતાં કોણ વરસતું, નહીં વાદળ, નહીં વીજ,
તેં તારો મુખચંદ દરસિયો, મુજને પડી પતીજ.
અહોહો ઝનઝન ભવ્ય સતાર !
દૂર દૂર ભીતરની ભીતર, એ જ એક ઝંકાર,
કૈંક કળ્યો, કૈં અકળિત તોયે મીઠો તુજ મલ્હાર.
અહોહો ઝનઝન ભવ્ય સતાર !
સૌ માગે છે લલિત વસંતે ભૂપ ભવ્ય કલ્યાણ,
હું માગું આછી આશાનું મંજુલ મંજુલ ગાન.
અહોહો ઝનઝન ભવ્ય સતાર !
- ‘સુન્દરમ્’
Filed under: અનામી - UNKNOWN , સુન્દરમ્ | 1 Comment »
Posted on February 13, 2011 by admin
મને ફાગણનું એક ફૂલ આપો, કે લાલ મોરા
કેસૂડો કામણગારો જી લોલ
વનની વાટે તે વ્હાલા એક ફૂલ દીઠું લોલ,
એકલ કો કાળ, એક એકલડું મીઠું લોલ,
મેં તો દીઠું દીઠું ને મન મોહ્યું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ
ઉત્તરના વાયરાએ ઢંઢોળ્યાં વન લોલ,
જાગી વસંત, કૈંક જાગ્યાં જીવન લોલ,
મેં તો સુખડાની સેજ તજી જોયું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ
રૂપલિયા વાટ મારી રૂપલિયા આશ લોલ,
સોનલ સૂરજ તારા, સોનલ ઉજાશ લોલ,
તારી વેણુમાં વેણ મેં પરોવ્યું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ
- ‘સુન્દરમ્’
Filed under: કવિતા , ગીત , સુન્દરમ્ | 1 Comment »